નયન કે. જૈન
જળકૂકડી (old world coot)
જળકૂકડી (old world coot) : ગ્રુઇફૉર્મિસ શ્રેણીના રૅલિડે કુળનું એક જળચારી પક્ષી. જળકૂકડીનું વૈજ્ઞાનિક નામ Fulica atra Linn. છે. તેની શરીરરચના મરઘીના જેવી હોય છે તેમજ જળાશયોની આસપાસ નિવાસ કરવાને કારણે તે જળકૂકડી તરીકે ઓળખાય છે. બીજાં જળચારી પક્ષીની જેમ તેને પણ પુચ્છ હોતું નથી. તરતી વખતે અમુક અંતરે તેનો…
વધુ વાંચો >જળઘોડો (Horse fish)
જળઘોડો (Horse fish) : ર્દઢાસ્થિ (Teleostei) અધિશ્રેણી અને Syngnathiformes શ્રેણીનું અસ્થિમીન. આ માછલી વિશ્વવ્યાપી છે. દરિયાના હૂંફાળા પાણીમાં લગભગ સર્વત્ર જોવા મળે છે. શીતોષ્ણ, ઉષ્ણ અને ઉપોષ્ણ દરિયામાં વાસ કરે છે. તે સામાન્યત: પાણીમાં, દરિયાઈ કિનારે, દરિયાઈ ઘાસ કે લીલમાં જોવા મળે છે. મુખ્યત: ભારત, જાપાન, મલેશિયા, ચીન અને દ્વીપસમૂહમાં…
વધુ વાંચો >જળબિલાડી
જળબિલાડી : સસ્તન વર્ગના મસ્ટેલિડસ કુળનું જળચારી પ્રાણી. પાણીમાં વધારે સમય રહેવાના સ્વભાવને કારણે તે જળબિલાડી તરીકે ઓળખાય છે. બિલાડીની જેમ તેનું શરીર લાંબું અને નળાકાર સ્વરૂપનું હોય છે. પૂંછડી લાંબી અને શક્તિશાળી હોય છે. તેનો છેડો પાતળો હોય છે. ઉપાંગો નાનાં, જ્યારે આંગળી જાલવાળી હોય છે. મસ્તક ચપટું અને…
વધુ વાંચો >જંગલી બિલાડી (Jungle cat)
જંગલી બિલાડી (Jungle cat) : સસ્તન વર્ગની માંસાહારી (Carnivora) શ્રેણીના ફેલિડે કુળનું પ્રાણી. જંગલી બિલાડીની વિવિધ જાતોમાં ભારતમાં મળતી સામાન્ય જાતિ Felis chaus છે : જેની ઉપજાતિઓ attinis, kutas, praleri અને kelaarti મુખ્ય છે. તે ભારતના વિવિધ વિસ્તારોમાં વિવિધ નામે ઓળખાય છે. શરીર 60 સેમી. કરતાં સહેજ વધારે અને પૂંછડી…
વધુ વાંચો >જીવાત
જીવાત : મનુષ્યને વિવિધ ક્ષેત્રે નુકસાન પહોંચાડતા મુખ્યત્વે સંધિપાદ સમુદાયના કીટક વર્ગનાં ઉપદ્રવી પ્રાણીઓ. તે સમગ્ર જીવન દરમિયાન કે જીવનચક્રની અમુક અવસ્થામાં માનવીને ઉપયોગી વસ્તુઓ, ઊભા પાક, બાગબગીચા, અનાજ કે ધાન્ય પદાર્થને નુકસાન પહોંચાડે છે. તેના નિકંદન માટે વિવિધ પદ્ધતિઓ હોવા છતાં આ જીવો તેની સામે પ્રતિકારક શક્તિ મેળવી ટકી…
વધુ વાંચો >જીવાશ્મ (fossil)
જીવાશ્મ (fossil) : કરોડો વર્ષ પૂર્વે અસ્તિત્વ ધરાવતા સજીવોના પાષણવત્ અવશેષો. આ અવશેષો મુખ્યત્વે જળકૃત (sedimentary) ખડકોમાં જોવા મળે છે. પૃથ્વીના પડને અગ્નિજ કે આગ્નેય (igneous) ખડકો અને જળકૃત અથવા અવસાદી ખડકોમાં વિભાજિત કરી શકાય. અગ્નિજ ખડકો જ્વાળામુખીને લીધે પ્રસરેલ દ્રાવ્ય પદાર્થના ઘનીકરણ અને સ્ફટિકીકરણથી થયેલા હોય છે. આવા ખડકો…
વધુ વાંચો >જેલી પ્રાણી (jelly fish)
જેલી પ્રાણી (jelly fish) : દરિયાઈ પાણીમાં તરતાં કોષ્ઠાંત્રી (coelenterata) સમુદાયના સ્કાયફોઝોઆ વર્ગનાં પ્રાણી. શરીર મૃદુ જેલી જેવાં, આકારે ઘંટી જેવાં. કચ્છના અખાતમાં પાણીના ઉપલે સ્તરે સારી રીતે પ્રસરેલાં હોય છે. ઘણી વાર ઓટ સમયે દરિયાકાંઠે જેલીના લોચા જેવા આકારનાં ઘણાં પ્રાણીઓ નજરે પડે છે. ભરતી વખતે કિનારા તરફ તરીને…
વધુ વાંચો >ડાર્વિન, ઇરેસ્મસ
ડાર્વિન, ઇરેસ્મસ (જ. 12 ડિસેમ્બર 1731, એલ્ટન, નૉટિંગહામ-શાયર, ઇંગ્લૅન્ડ; અ. 18 એપ્રિલ 1802, ડર્બી, ડર્બીશાયર) : ખ્યાતનામ તબીબ, તત્વવેત્તા અને કવિ. ઉત્ક્રાંતિવાદના પ્રણેતા અને પ્રકૃતિવિદ, વિખ્યાત જીવવિજ્ઞાની ચાર્લ્સ ડાર્વિનના પિતામહ. 1750–54 વચ્ચે ચાર વર્ષ માટે કેમ્બ્રિજ યુનિવર્સિટીની સેંટ જ્હૉન કૉલેજ ખાતે અભ્યાસ કરીને તબીબી ઉપાધિ મેળવી. 1754–56 દરમિયાન એડિનબરો યુનિવર્સિટી…
વધુ વાંચો >ડાર્વિન, ચાર્લ્સ રૉબર્ટ
ડાર્વિન, ચાર્લ્સ રૉબર્ટ (જ. 12 ફેબ્રુઆરી 1809, શુ્રસબરી, ઇંગ્લૅન્ડ; અ. 19 એપ્રિલ 1882, ડાઉન હાઉસ, યુ.કે.) : જૈવિક ઉત્ક્રાંતિવાદ(biological evolution)ના પ્રખર પ્રણેતા. પિતા પૈસાપાત્ર સફળ તબીબ હતા. આથી બાળકોના ઉછેરમાં કંઈ જ ઊણપ ન હતી. નાનાપણમાં ગુમાવેલી માતા સિવાય ડાર્વિનને કશાની ખોટ ન હતી. ડાર્વિનના દાદા ખ્યાતનામ તબીબ, પ્રકૃતિવિદ અને…
વધુ વાંચો >દાંત (માનવેતર પ્રાણી)
દાંત (માનવેતર પ્રાણી) : અન્ન ચાવવા માટેનો મુખમાં ક્રમબદ્ધ ગોઠવાયેલો સફેદ કઠણ અવયવ. પક્ષીઓ અને કેટલાંક અપવાદરૂપ સસ્તનો સિવાયનાં, માછલીથી માંડીને મનુષ્ય સુધીનાં પૃષ્ઠવંશીય પ્રાણીઓ ખોરાક પકડવા કે ચાવવા માટે વિવિધ પ્રકારના દાંતનો ઉપયોગ કરે છે. દાંત મુખ્યત્વે પાચનતંત્ર સાથે સંકળાયેલ છે, છતાં તે શિકાર, સંરક્ષણ જેવી આક્રમક કે સ્વબચાવ…
વધુ વાંચો >