નટવર ગ. પટેલ
કાંગારુ
કાંગારુ : કરાટે અને કૂદકા મારનારું ઑસ્ટ્રેલિયન ચેમ્પિયન પ્રાણી; સસ્તન વર્ગનું, માસુપિયાલા શ્રેણી અને મૅક્રોપોડિડો કુળનું પ્રાણી. કાંગારુ જેવા શિશુધાની ધરાવનાર પ્રાણીનું શાસ્ત્રીય નામ Macropus giganeicus છે. તે નૈર્ઋત્ય ઑસ્ટ્રેલિયા અને ટાસ્માનિયા ટાપુના અંતભાગમાં આવેલાં મેદાનો, તૃણપ્રદેશો અને ખુલ્લાં જંગલોમાં વાસ કરે છે. ખ્યાતનામ પ્રાણીસંગ્રહાલયોમાં તેનું જતન કરવામાં આવે છે.…
વધુ વાંચો >ખિસકોલી
ખિસકોલી (squirrel) : ગોળાકાર બાહ્ય કર્ણો, લાંબી ગુચ્છાદાર પૂંછડી, ચડવા માટે આંકડી જેવા નહોરયુક્ત લાંબી અંગુલીઓ ધરાવતું મધ્યમ કદનું, શ્રેણી રોડેન્શિયા અને કુળ scluridaeનું સસ્તન પ્રાણી. શાસ્ત્રીય નામ funambulus pennanti. ખિસકોલી ભારતમાં સર્વત્ર જોવા મળે છે. તેની પીઠ પર ઘાટા રંગના પાંચ પટ્ટા હોય છે. ધાર્મિક માન્યતા મુજબ આ પટ્ટાઓ…
વધુ વાંચો >ગરોળી
ગરોળી : સરિસૃપ પ્રકારનું નિશાચર પ્રાણી. શ્રેણી Squamata, ઉપશ્રેણી Sauria અને કુળ Lacertidae નું Hemidactylus flaviviridisના શાસ્ત્રીય નામે ઓળખાતું આ પ્રાણી સામાન્યપણે ભીંતગરોળી તરીકે જાણીતું છે. માનવવસ્તીવાળા સ્થળે તે દીવાના પ્રકાશથી આકર્ષાયેલા કીટકોને ઝડપી ભક્ષણ કરતી જોવા મળે છે. ગરોળીનું શરીર ઉપર નીચેથી ચપટું, જ્યારે ચહેરો ત્રિકોણાકાર હોય છે. તેનો…
વધુ વાંચો >ગ્રીષ્મ નિદ્રા
ગ્રીષ્મ નિદ્રા : શુષ્ક કે ગરમ ઋતુમાં કેટલાંક પ્રાણીઓની ઠંડકવાળી જગ્યામાં ભરાઈ સુષુપ્ત જીવન ગુજારવાની નૈસર્ગિક ઘટના. ઠંડા લોહીવાળાં પ્રાણીઓ ઉનાળા જેવી ગરમીની ઋતુમાં બદલાતા પર્યાવરણમાં બહાર જીવી શકતાં નથી અને તેથી જમીન કે કાદવમાં ઊંડે ઘૂસી ગરમી સામે બચવા આવી અનુકૂળતા ગ્રહણ કરે છે. જે પ્રાણીઓ આવી રીતે શિયાળાની…
વધુ વાંચો >