નટવરલાલ શાહ

અનુરૂપતા સામાજિક

અનુરૂપતા, સામાજિક (social conformity) : સામાજિક ધારાધોરણોને માન આપીને વર્તવું તે. સમાજના સભ્ય તરીકે આપણે સૌ એકબીજાં સાથે આંતરક્રિયા કરતાં હોઈએ છીએ. આ આંતરક્રિયાને લીધે સમાજમાં વર્તનનાં ચોક્કસ ધારાધોરણો વિકસ્યાં હોય છે. આ ધારાધોરણોને માન આપીને વ્યક્તિ વર્તે તેને અનુરૂપતા કહેવામાં આવે છે. અનુરૂપતાને કારણે વ્યક્તિ અને જૂથ વચ્ચે સામંજસ્ય…

વધુ વાંચો >

અપરાધભાવ

અપરાધભાવ (guilt-feeling) : પોતે જ અપરાધ કર્યો હોય તેવી લાગણી. સર્વ પ્રાણીઓમાં માનવી જ એક એવું પ્રાણી છે, જે અપરાધભાવ અનુભવવા અને તેનું પ્રત્યક્ષીકરણ કરવાની ક્ષમતા ધરાવે છે. પોતાની માન્યતા મુજબ કે સામાજિક ધારાધોરણો મુજબ વ્યવહાર ન કરી શકે તો વ્યક્તિ અપરાધભાવનો અનુભવ કરે છે. ફ્રૉઇડના મંતવ્ય મુજબ માનવ-વ્યક્તિત્વ ત્રણ…

વધુ વાંચો >

અપહરણ (hijacking)

અપહરણ (hijacking) : રાજકીય કે ગુનાખોરીના હેતુથી કોઈ વાહનને આંતરીને બળજબરીથી ગેરકાયદેસર રીતે કબજો લેવામાં આવે તે આ કૃત્યને ‘હાઇજૅકિંગ’, અપહરણ કે ચાંચિયાગીરી કહેવાય છે. અન્ય વાહનોની તુલનામાં વિમાનોના હાઇજૅકિંગથી વધારે સનસનાટી સર્જાય છે. 1960ના દસકા પછી વિમાની અપહરણોની ઘટનાઓ વિશ્વભરમાં વધતી જાય છે. ભારતમાં 1971ની 30મી જાન્યુઆરીએ વિમાની અપહરણની…

વધુ વાંચો >

અફવા

અફવા : જેમાં સત્યાંશનું પ્રમાણ ઘણું ઓછું હોય એવી કોઈ પણ વાત કે સમાચારનું કર્ણોપકર્ણ વાયુવેગે પ્રસરણ. અફવામાં વાતનું વતેસર થાય છે. અફવા વિશેનો સૌપ્રથમ મનોવૈજ્ઞાનિક અભ્યાસ અમેરિકન મનોવૈજ્ઞાનિક ગૉર્ડન ઑલપૉર્ટ અને લિયો પોસ્ટમૅને કર્યો છે. તેમણે ‘સાયકૉલોજી ઑવ્ રૂયુમર’ (1947) નામનું પુસ્તક લખ્યું છે. અફવાનો ફેલાવો કેવી રીતે થાય…

વધુ વાંચો >

આક્રમક વર્તન

આક્રમક વર્તન (aggressive behaviour) : કોઈ વસ્તુ કે વ્યક્તિને ઇરાદાપૂર્વક ઈજા, હાનિ કે નુકસાન કરનારું વર્તન. સમાજમાં આવા આક્રમક વર્તનનું પ્રમાણ દિનપ્રતિદિન વધતું જતું હોવાથી આજના સમાજવિજ્ઞાનીઓને માટે એ ચિંતાનો વિષય બની ગયું છે. આક્રમક વર્તન સહજવૃત્તિ તરીકે : કેટલાક અભ્યાસીઓ માને છે કે આક્રમક રીતે વર્તવાની જન્મજાત સહજવૃત્તિ માણસમાં…

વધુ વાંચો >

આતંકવાદીઓનું મનોવિજ્ઞાન

આતંકવાદીઓનું મનોવિજ્ઞાન (psychology of terrorists) : આતંકવાદી પ્રવૃત્તિ આચરનાર વ્યક્તિ કે જૂથના મનોવ્યાપારનું વિશ્લેષણ. બળજબરી, ધાકધમકી, હિંસા કે ત્રાસનો વ્યવસ્થિત રીતે આશ્રય લઈ મુખ્યત્વે રાજકીય હેતુ સિદ્ધ કરવાનો કોઈ વ્યક્તિ કે જૂથ પ્રયત્ન કરે તો તેને આતંકવાદી કહી શકાય. આતંકવાદીઓ પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે ઠંડા કલેજે બૉમ્બ ફેંકે છે,…

વધુ વાંચો >

આનંદ

આનંદ : ચિત્તની પ્રસન્ન સ્થિતિ. પ્રાણીમાત્ર આનંદને શોધે છે અને પીડા, વેદના કે વ્યથાને ટાળવાનો હરહંમેશ પ્રયત્ન કરે છે. મનોવૈજ્ઞાનિક સંશોધનોએ પણ આ બાબતનું સમર્થન કરેલું છે. જેનાથી બદલો કે પુરસ્કાર (reward) મળે તેવા વર્તનનું પુનરાવર્તન થાય છે અને જેનાથી શિક્ષા કે સજા (punishment) થાય તેને પ્રાણીમાત્ર ટાળવાનો કે તેમાંથી…

વધુ વાંચો >

આંતરવ્યવહારલક્ષી વિશ્લેષણ

આંતરવ્યવહારલક્ષી વિશ્લેષણ (Transactional Analysis-T. A.) : માનવીના વર્તનને સમજવાના એક બૌદ્ધિક અભિગમ તરીકે તેમજ જૂથ માનસોપચાર તરીકે આંતરવ્યવહારલક્ષી વિશ્લેષણ અર્વાચીન કાળમાં ખૂબ પ્રસિદ્ધિ પામ્યું છે. ટી. એ.માં વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સામાજિક વ્યવહારોનું વિશ્લેષણ કરી તેનો માનસોપચાર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ટી. એ.ની શરૂઆત કરવાનું માન એરિક બર્નને છે. તેના…

વધુ વાંચો >

ઑલપોર્ટ, જી. ડબ્લ્યૂ.

ઑલપોર્ટ, જી. ડબ્લ્યૂ. (જ. 11 નવેમ્બર 1897, મોન્ટેઝૂમા, ઇન્ડિયાના; અ. 9 ઑક્ટોબર 1967, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ) : વ્યક્તિત્વ અને વ્યક્તિત્વસિદ્ધાંતના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરનાર અમેરિકન માનસશાસ્ત્રી. આખું નામ ગૉર્ડન વિલાર્ડ ઑલપોર્ટ. હાર્વર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર અને તત્વજ્ઞાનના વિષયમાં સ્નાતક. વ્યક્તિત્વ અને તેના માપનના વિષયમાં મહાનિબંધ (1923). 1930થી નિવૃત્તિ પર્યંત હાર્વર્ડ યુનિવર્સિટીમાં અધ્યાપન.…

વધુ વાંચો >

કલ્પના (મનોવિજ્ઞાન)

કલ્પના (મનોવિજ્ઞાન) : ભૂતકાળમાં પ્રત્યક્ષીકરણ પામેલી બાબતોનું નવા જ સ્વરૂપમાં કે નવી જ રીતે સંયોજિત થઈને આવવું તે. કલ્પનામાં, ભૂતકાળમાં ન જોઈ-જાણી હોય તેવી કોઈ બાબત આવતી નથી; કલ્પનામાં અનુભવાયેલાં તત્વોનું ‘નવું સંયોજન’ થાય છે એટલું જ. દા.ત., શરીરે ગુલાબી ચટાપટા હોય એવા લીલા હાથીની કોઈ કલ્પના કરે તો એમાં…

વધુ વાંચો >