નટવરલાલ પુરોહિત

ગોચર પદ્ધતિ

ગોચર પદ્ધતિ : વ્યક્તિ પરત્વે ફલપ્રાપ્તિ માટેનો સમય નક્કી કરવાની એક જ્યોતિષ પદ્ધતિ. છ વેદાંગોમાંનું એક જ્યોતિષશાસ્ત્ર છે. તે બે વિભાગોમાં વહેંચાયેલું છે : (1) ગણિત જ્યોતિષ અથવા ખગોળ જ્યોતિષ, અને (2) ફલિત જ્યોતિષ. ઘણા લાંબા સમયનાં અવલોકનો અને અનુભવો પરથી વિદ્વાનોએ જ્યોતિષવિજ્ઞાનના કેટલાક સિદ્ધાંતો નિશ્ચિત કર્યા છે. આ સિદ્ધાંતોનું…

વધુ વાંચો >

ગ્રહો અને જન્મકુંડળી

ગ્રહો અને જન્મકુંડળી : જાતકના જન્મસમયે ગ્રહોની સ્થિતિ દર્શાવતો આલેખ. ભવિષ્યની ગતિવિધિ જાણવાનું શાસ્ત્ર કે વિજ્ઞાન તે જ્યોતિષશાસ્ત્ર કે જ્યોતિર્વિજ્ઞાન. જ્યોતિષશાસ્ત્ર એ વેદાંગ છે. ગ્રહોની ગતિ પર આધારિત હોવાથી તે પ્રત્યક્ષ શાસ્ત્ર છે. આ શાસ્ત્રના ગણિત, સંહિતા અને હોરા એમ ત્રણ વિભાગ છે. તાજિક એ હોરાનો જ એક વિભાગ છે.…

વધુ વાંચો >

જ્યોતિષશાસ્ત્ર : ત્રિસ્કંધ સિદ્ધાંત

જ્યોતિષશાસ્ત્ર ત્રિસ્કંધ સિદ્ધાંત : વેદોક્ત તથા અન્ય આવશ્યક કર્મો કરવા માટે કાલજ્ઞાપનનું નિરૂપણ કરતું શાસ્ત્ર. તે સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો વગેરે જ્યોતિ-પ્રકાશપુંજ ઉપર આધાર રાખતું હોવાથી જ્યોતિષશાસ્ત્ર કહેવાય છે. યજ્ઞો માટે વેદની રચના થઈ છે. કાલના આધારે યજ્ઞો થાય છે. એટલે કાલનાં વિધાનને કહેનાર જ્યોતિષશાસ્ત્રને જે જાણે છે તે જ યજ્ઞોને…

વધુ વાંચો >