ધ્રાંગધ્રા સત્યાગ્રહ

ધ્રાંગધ્રા સત્યાગ્રહ

ધ્રાંગધ્રા સત્યાગ્રહ : હાલના સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા રાજ્ય આવેલું હતું. ત્યાં લોકોને નાગરિકસ્વાતંત્ર્ય ન હતું. 1931માં કાઠિયાવાડ રાજકીય પરિષદનું છઠ્ઠું અધિવેશન ધ્રાંગધ્રામાં ભરવા માટે ધ્રાંગધ્રા તથા હળવદના લોકોએ નિમંત્રણ પાઠવ્યું. તે જાણીને રાજ્યના સત્તાધીશોએ પરિષદ ભરવા સામે પ્રતિબંધ ફરમાવ્યો. પરિષદના મંત્રી દેવચંદ પારેખે દીવાન માનસિંહજી સમક્ષ કરેલી માગણીનો અસ્વીકાર થયો.…

વધુ વાંચો >