ધીરેન્દ્ર મહેતા

ચૌધરી, રઘુવીર દલસિંહ

ચૌધરી, રઘુવીર દલસિંહ (જ. 5 ડિસેમ્બર 1938, બાપુપુરા) : પ્રસિદ્ધ ગુજરાતી નવલકથાકાર. તખલ્લુસ ‘લોકાયતસૂરિ’ અને ‘વૈશાખનંદન’. માતા જીતીબહેન. 1960માં હિંદી વિષય સાથે બી.એ.માં પ્રથમ વર્ગમાં પ્રથમ આવી અધ્યાપનકાર્યની શરૂઆત કરેલી. હિંદી-ગુજરાતી ધાતુકોશ વિષય પર પીએચ.ડી. 1979. 1977થી ગુ. યુનિ.માં અધ્યાપક. ‘કુમાર’ ચંદ્રક (1965), રણજિતરામ સુવર્ણચંદ્રક (1975) અને ‘ઉપરવાસ’-કથાત્રયી માટે સાહિત્ય …

વધુ વાંચો >

મહેતા, નંદશંકર તુળજાશંકર

મહેતા, નંદશંકર તુળજાશંકર (જ. 21 એપ્રિલ 1835, સૂરત; અ. 17 જુલાઈ 1905, સૂરત) : ગુજરાતીની પ્રથમ લેખાતી નવલકથા ‘કરણઘેલો’ના લેખક. માતા ગંગાલક્ષ્મી. પિતા તુળજાશંકરની સાદગી, સરળતા અને પ્રામાણિકતા તેમને વારસામાં મળી. નાનપણ મોસાળ ઓલપાડમાં. એ કારણે ગ્રામજીવનનો અને સૃષ્ટિસૌન્દર્યનો પરિચય. વતન સૂરતના રસિક જીવનનો, ત્યાંની પ્રસિદ્ધ સાડત્રીસી આગના બનાવનો અને…

વધુ વાંચો >

મળેલા જીવ

મળેલા જીવ (1941) : પન્નાલાલ પટેલની સીમાચિહ્ન રૂપ ગુજરાતી લઘુનવલ. અનોખી પ્રેમકથા. પ્રથમ ર્દષ્ટિએ પ્રેમમાં પડેલા કથાનાયક પટેલ કાનજી અને કથાનાયિકા વાળંદ જીવીનાં લગ્નમાં જ્ઞાતિભેદ અવરોધરૂપ થાય છે. તેથી પ્રિયતમા નજર આગળ રહે એ હેતુથી કાનજી જીવીને ગામના કદરૂપા ધૂળા સાથે પરણાવે છે. કાનજીને દીધેલા કૉલથી બંધાઈને અને એના પ્રત્યેની…

વધુ વાંચો >

મુનશી, કનૈયાલાલ માણેકલાલ

મુનશી, કનૈયાલાલ માણેકલાલ (જ. 30 ડિસેમ્બર 1887, ભરૂચ; અ. 8 ફેબ્રુઆરી 1971, મુંબઈ) : યુગસર્જક ગુજરાતી સાહિત્યકાર. ઉપનામ ‘ઘનશ્યામ વ્યાસ’. પરંપરાપ્રાપ્ત કુલાભિમાન અને ભક્તિસંસ્કાર; સ્વાભિમાની, પુરુષાર્થી, રસિક પ્રકૃતિના પિતા તથા પ્રભાવશાળી, વ્યવહારકુશળ, વહીવટમાં કાબેલ અને પદ્યકર્તા માતા તાપીબાનો વારસો; પૌરાણિક કથાપ્રસંગો અને તે સમયે ભજવાતાં નાટકોનું, નારાયણ હેમચંદ્ર અને જેહાંગીર…

વધુ વાંચો >

સરસ્વતીચંદ્ર

સરસ્વતીચંદ્ર : ગોવર્ધનરામ ત્રિપાઠીની એકમાત્ર નવલકથા. એમાં એમની પરિણત પ્રજ્ઞા અને પ્રતિભાનું સારસર્વસ્વ ઊતર્યું છે. આ કૃતિ બેએક હજાર પૃષ્ઠમાં પથરાયેલી અને ચાર ભાગમાં વહેંચાયેલી છે. એનો પહેલો ભાગ ઈ. સ. 1887માં અને ચોથો ભાગ 1901માં પ્રગટ થયો હતો. એ રીતે ગુજરાતી સાહિત્યમાં જેને પંડિતયુગ તરીકે અને સાંસ્કૃતિક સંદર્ભમાં સંક્રાન્તિકાળ…

વધુ વાંચો >