ધીરેન્દ્ર મહેતા

ચૌધરી, રઘુવીર દલસિંહ

ચૌધરી, રઘુવીર દલસિંહ (જ. 5 ડિસેમ્બર 1938, બાપુપુરા) : પ્રસિદ્ધ ગુજરાતી નવલકથાકાર. તખલ્લુસ ‘લોકાયતસૂરિ’ અને ‘વૈશાખનંદન’. માતા જીવીબહેન. 1960માં હિંદી વિષય સાથે બી.એ.માં પ્રથમ વર્ગમાં પ્રથમ આવી અધ્યાપનકાર્યની શરૂઆત કરેલી. 1979માં ‘હિંદી ઔર ગુજરાતી કી ક્રિયાત્મક ધાતુઓ કા તુલનાત્મક અધ્યયન’ વિષય પર પીએચ.ડી. 1977થી ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક. ‘કુમાર’ ચંદ્રક (1965),…

વધુ વાંચો >

મહેતા, નંદશંકર તુળજાશંકર

મહેતા, નંદશંકર તુળજાશંકર (જ. 21 એપ્રિલ 1835, સૂરત; અ. 17 જુલાઈ 1905, સૂરત) : ગુજરાતીની પ્રથમ લેખાતી નવલકથા ‘કરણઘેલો’ના લેખક. માતા ગંગાલક્ષ્મી. પિતા તુળજાશંકરની સાદગી, સરળતા અને પ્રામાણિકતા તેમને વારસામાં મળી. નાનપણ મોસાળ ઓલપાડમાં. એ કારણે ગ્રામજીવનનો અને સૃષ્ટિસૌન્દર્યનો પરિચય. વતન સૂરતના રસિક જીવનનો, ત્યાંની પ્રસિદ્ધ સાડત્રીસી આગના બનાવનો અને…

વધુ વાંચો >

મળેલા જીવ

મળેલા જીવ (1941) : પન્નાલાલ પટેલની સીમાચિહ્ન રૂપ ગુજરાતી લઘુનવલ. અનોખી પ્રેમકથા. પ્રથમ ર્દષ્ટિએ પ્રેમમાં પડેલા કથાનાયક પટેલ કાનજી અને કથાનાયિકા વાળંદ જીવીનાં લગ્નમાં જ્ઞાતિભેદ અવરોધરૂપ થાય છે. તેથી પ્રિયતમા નજર આગળ રહે એ હેતુથી કાનજી જીવીને ગામના કદરૂપા ધૂળા સાથે પરણાવે છે. કાનજીને દીધેલા કૉલથી બંધાઈને અને એના પ્રત્યેની…

વધુ વાંચો >

મુનશી, કનૈયાલાલ માણેકલાલ

મુનશી, કનૈયાલાલ માણેકલાલ (જ. 30 ડિસેમ્બર 1887, ભરૂચ; અ. 8 ફેબ્રુઆરી 1971, મુંબઈ) : યુગસર્જક ગુજરાતી સાહિત્યકાર. ઉપનામ ‘ઘનશ્યામ વ્યાસ’. પરંપરાપ્રાપ્ત કુલાભિમાન અને ભક્તિસંસ્કાર; સ્વાભિમાની, પુરુષાર્થી, રસિક પ્રકૃતિના પિતા તથા પ્રભાવશાળી, વ્યવહારકુશળ, વહીવટમાં કાબેલ અને પદ્યકર્તા માતા તાપીબાનો વારસો; પૌરાણિક કથાપ્રસંગો અને તે સમયે ભજવાતાં નાટકોનું, નારાયણ હેમચંદ્ર અને જેહાંગીર…

વધુ વાંચો >

સરસ્વતીચંદ્ર

સરસ્વતીચંદ્ર : ગોવર્ધનરામ ત્રિપાઠીની એકમાત્ર નવલકથા. એમાં એમની પરિણત પ્રજ્ઞા અને પ્રતિભાનું સારસર્વસ્વ ઊતર્યું છે. આ કૃતિ બેએક હજાર પૃષ્ઠમાં પથરાયેલી અને ચાર ભાગમાં વહેંચાયેલી છે. એનો પહેલો ભાગ ઈ. સ. 1887માં અને ચોથો ભાગ 1901માં પ્રગટ થયો હતો. એ રીતે ગુજરાતી સાહિત્યમાં જેને પંડિતયુગ તરીકે અને સાંસ્કૃતિક સંદર્ભમાં સંક્રાન્તિકાળ…

વધુ વાંચો >