ધર્મેન્દ્રસિંહ દિ. ઝાલા
અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ
અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ : તમિળનાડુનો મુખ્ય પ્રાદેશિક રાજકીય પક્ષ. દક્ષિણ ઉપર ઉત્તરના પ્રભાવ તથા પછાતો ઉપર બ્રાહ્મણોના પ્રભાવ સામે વિરોધ દર્શાવવા માટે આ પક્ષ સ્થપાયો હતો. મૂળ તો રામસ્વામી નાઇકરે 1925માં ‘સ્વયં મર્યાદા ઇળક્કમ્’ (આત્મગૌરવ સંઘ) સ્થાપ્યો હતો. ત્યારબાદ 1944માં નાઇકરે જસ્ટિસ પક્ષ સાથે મળીને દ્રવિડ કઝગમ (સમવાય) પક્ષની…
વધુ વાંચો >અબ્દુલ્લા શેખ મહમ્મદ
અબ્દુલ્લા, શેખ મહમ્મદ (જ. 5 ડિસેમ્બર 1905, શ્રીનગર; અ. 8 સપ્ટેમ્બર 1982, શ્રીનગર) : ‘શેરે કાશ્મીર’ તરીકે પ્રસિદ્ધ, કાશ્મીરના રાજકીય નેતા અને જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી. મૅટ્રિક સુધી શિક્ષણ શ્રીનગર, કૉલેજ-શિક્ષણ જમ્મુ, લાહોર અને અલીગઢ મુકામે પૂરું કરીને એમ. એસસી. થઈને શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો. પરંતુ રાજકીય પ્રવૃત્તિઓને લીધે…
વધુ વાંચો >ગણરાજ્ય
ગણરાજ્ય : લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. ગણરાજ્ય પ્રાચીન રાજ્યવ્યવસ્થા તથા શાસનપદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ હતું. જોકે ગણરાજ્યોનું સ્વરૂપ દરેક સમયે એક જ પ્રકારનું ન હતું. સમય અને પરિસ્થિતિ પ્રમાણે ગણરાજ્યોનાં નામ, સ્થાન, બંધારણ, કાર્યશૈલી વગેરેમાં ફેરફારો થતા રહ્યા છે. ગણનો સામાન્ય અર્થ ‘સંખ્યા’…
વધુ વાંચો >ગવર્નર-જનરલ ઇન કાઉન્સિલ
ગવર્નર-જનરલ ઇન કાઉન્સિલ (1773) : ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વહીવટમાં કેન્દ્રીકરણ સ્થાપવા માટે અમલમાં આવેલી વ્યવસ્થા. ઈ. સ. 1599માં લંડનના કેટલાક વ્યાપારીઓએ પૂર્વના દેશો સાથે વ્યાપાર કરવા એક કંપની સ્થાપવા નિર્ણય કર્યો અને ઈ. સ. 1600ના ડિસેમ્બરની 31 તારીખે ઇંગ્લૅન્ડની રાણી ઇલિઝાબેથે તેમને પૂર્વના દેશો અને હિંદુસ્તાન સાથે વ્યાપાર કરવાનો પરવાનો…
વધુ વાંચો >ગાંધી, સંજય
ગાંધી, સંજય (જ. 14 ડિસેમ્બર 1946, મુંબઈ; અ. 23 જૂન 1980, દિલ્હી) : ઇન્દિરા અને ફિરોઝ ગાંધીના નાના અને અત્યંત મહત્વાકાંક્ષી પુત્ર. તે કૉલેજ શિક્ષણ પૂરું કરી શક્યા નહિ. ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી જાહેર કરી ત્યારે સંજય ગાંધી 27 વર્ષની નાની વયે માતાની પડખે ઊભા રહ્યા. દિલ્હીમાં તુર્કમાન ગેટ અને…
વધુ વાંચો >ગ્રામપંચાયત
ગ્રામપંચાયત : પંચાયતીરાજનો પાયાનો એકમ. પંચવર્ષીય યોજનાના ભાગ રૂપે ગ્રામવિસ્તારના વિકાસ માટે સામૂહિક વિકાસ યોજના શરૂ કરવામાં આવી. ગામડાંના લોકોનો સહકાર મળી રહે તે માટે ઑક્ટોબર 1952થી સમગ્ર દેશમાં આ યોજના શરૂ કરવામાં આવી; પરંતુ સામૂહિક વિકાસયોજના ધાર્યાં પરિણામ લાવી શકી નહિ. તેનું મૂલ્યાંકન કરવા માટે એક પેટાસમિતિ ‘કમિટી ઑન…
વધુ વાંચો >જાપાન
જાપાન જાપાન એટલે કે ‘ઊગતા સૂર્યના દેશ’ની ઉપમા પામેલો પૂર્વ એશિયાના તળપ્રદેશને અડીને આવેલો દેશ. પૅસિફિક મહાસાગરમાં લગભગ 2100 કિમી. લાંબી ચાપાકાર દ્વીપશૃંખલા બનાવતો આ દેશ આશરે 26° 59’થી 45° 31’ ઉ. અ. અને 128° 06’થી 145° 49’ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. 4 મુખ્ય ટાપુઓ ઉપરાંત લગભગ 3000 જેટલા…
વધુ વાંચો >જિલ્લાપંચાયત
જિલ્લાપંચાયત : ભારતમાં રાષ્ટ્રીય વિકાસ સમિતિની એકપેટા સમિતિ, ‘કમિટી ઑન પ્લાન પ્રૉજેક્ટ્સ’એ 16 જાન્યુઆરી, 1957ના રોજ ‘શક્ય એટલી કરકસર કરવા તથા ઢીલ અને બિનકાર્યક્ષમતાને લીધે થતા બગાડને અટકાવવા’ના ખ્યાલથી સામુદાયિક વિકાસ-યોજનાઓનો અભ્યાસ કરવા એક અભ્યાસજૂથની રચના કરી, જેના અધ્યક્ષ તરીકે બળવંતરાય મહેતાની નિમણૂક કરવામાં આવી હતી. આ સમિતિએ ઘણી જહેમત…
વધુ વાંચો >તાલુકાપંચાયત
તાલુકાપંચાયત : પંચાયતીરાજના માળખામાં સ્વીકૃત લોકશાહીની પાયાની વિકેન્દ્રિત સંસ્થા. ભારતમાં પ્રાચીન સમયથી આધુનિક સમય સુધીનાં રાજ્યતંત્રોનાં અનેક પરિવર્તનો વચ્ચે પંચાયતી રાજની વ્યવસ્થાએ પોતાનું સ્થાન ટકાવી રાખ્યું છે. ગાંધીજીએ પોતાના ગ્રામસમાજ–રામરાજ્યના વિચારોને સ્પષ્ટ કરતાં આ માન્યતાને અનુમોદન આપ્યું છે. ભારતના બંધારણના ઘડતરના સમયે ગાંધીજીના આગ્રહને કારણે બંધારણ-સમિતિએ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં તેનો…
વધુ વાંચો >ત્યાગી, મહાવીર
ત્યાગી, મહાવીર (જ. 31 ડિસેમ્બર 1899, ધબરસી, ઉ. પ્ર.; અ. 22 જાન્યુઆરી 1980, ન્યૂ દિલ્હી) : ઉત્તરપ્રદેશના અગ્રણી લોકનેતા, સ્વાતંત્ર્યસૈનિક, રચનાત્મક કાર્યકર. પિતાનું નામ શિવનાથસિંહ તથા માતાનું નામ જાનકીદેવી. ખેતીવાડી તેમનો વ્યવસાય હતો. પ્રાથમિક શિક્ષણ પોતાના ગામની શાળામાં લીધું અને માધ્યમિક શિક્ષણ મેરઠની હાઈસ્કૂલમાં. ભારતીય લશ્કરમાં જોડાઈને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન…
વધુ વાંચો >