ધનંજય પંડ્યા

કાલવ્યુત્ક્રમ

કાલવ્યુત્ક્રમ (anachronism) : ઐતિહાસિક ઘટનાઓમાં ક્રમ ઉલટાવવાથી થતો દોષ. કોઈ પણ વક્તવ્યમાં કે લખાણમાં એના વિષયભૂત ઐતિહાસિક સમયમાં અસ્તિત્વ ન ધરાવતાં (ખાસ કરીને ભૂતકાળનાં) વ્યક્તિ, વસ્તુ, વિચાર, રૂઢિ, રિવાજ કે ઘટનાનું નિરૂપણ થાય ત્યારે આ દોષ ઉદભવે છે. ઉ.ત. ‘જુલિયસ સીઝર’ નાટકમાં શેક્સપિયરે ઘડિયાળમાં પડતા ડંકાનો ઉલ્લેખ કરેલો છે તે…

વધુ વાંચો >

ડૉગરલ

ડૉગરલ : રમૂજી વિષયવસ્તુ ધરાવતી અથવા અવ્યવસ્થિત છંદવાળી કે તાલ અથવા માત્રામેળ વિનાની કે ઢંગધડા વિનાની નિમ્ન કોટિની પદ્યરચના. લૅટિન જેવી પ્રશિષ્ટ અને નિયમાધીન ભાષાના આડેધડ કરાયેલ ઉપયોગ માટે dog-Latin વપરાય છે તેના પરથી આ કંઈક તિરસ્કારસૂચક શબ્દ પ્રયોજાયો હોવાનું મનાય છે. તેનો સૌ પહેલો પ્રયોગ ચૉસરમાં ‘rhym dogerel’ તરીકે…

વધુ વાંચો >