દેવદત્ત જોશી

રત્નેશ્વર

રત્નેશ્વર (સત્તરમી સદી ઉત્તરાર્ધ) : કવિ અને અનુવાદક. પિતા મેઘજી, માતા સૂરજ. ડભોઈનો. ક. મા. મુનશી પ્રમાણે શ્રીમાળી અથવા અ. મ. રાવળ પ્રમાણે મેવાડા બ્રાહ્મણ. કાશી જઈ સંસ્કૃત શીખી આવ્યા પછી કવિતા રચવાનો આરંભ. આજીવિકાર્થે પુરાણની કથા કરવા જતાં પુરાણીઓ સાથે ઝઘડામાં જાનનું જોખમ લાગતાં ડભોઈ છોડી નર્મદાકિનારે કૈણેદ જઈ…

વધુ વાંચો >

રામાયણ (ગિરધરકૃત)

રામાયણ (ગિરધરકૃત) (ઈ. સ. 1837, સં. 1893, માગશર વદ 9, રવિવાર) : મધ્યકાલીન આખ્યાન પરંપરાની રચના. ગરબડદાસના પુત્ર ગિરધરકૃત ‘અધ્યાય’ નામક 299 કડવાં અને ચોપાઈને નામે ઓળખાવાયેલી વિવિધ દેશી બંધની 9,551 કડીની આ આખ્યાનકૃતિ (મુદ્રિત) ગુજરાતી પ્રજામાં અસાધારણ પ્રચાર પામેલી રામકથા છે. આ કૃતિમાં કવિએ વાલ્મીકિ રામાયણ, હનુમન્નાટક, પદ્મપુરાણ, અગ્નિપુરાણ,…

વધુ વાંચો >