દુષ્યંતકુમાર જનકરાય વસાવડા

ફાળવણીપત્ર

ફાળવણીપત્ર : સીમિત જવાબદારીવાળી કંપનીનાં શેર/ડિબેન્ચર/ બૉન્ડ ખરીદવા માટે અરજદારે કરેલી અરજી સામે કંપની દ્વારા ફાળવવામાં આવેલાં શેર/ડિબેન્ચર/બૉન્ડની વિગતો જણાવતો કંપનીએ અરજદારને મોકલેલો પત્ર. ધંધાકીય વ્યવસ્થા માટે જે ત્રણ સ્વરૂપો પ્રચલિત છે તેમાં એક છે વ્યક્તિગત માલિકીવાળો ધંધો. તેમાં એક જ વ્યક્તિ મૂડીરોકાણ, સંચાલન અને જવાબદારી તથા વેપારનાં જે તે…

વધુ વાંચો >

ફુગાવાલક્ષી હિસાબી પ્રથાઓ

ફુગાવાલક્ષી હિસાબી પ્રથાઓ : ચલણના મૂલ્યમાં ઘટાડો થવાથી ધંધાની મિલકતોની કિંમત અને નફાનુકસાનની ગણતરી ઉપર થતી અસર દર્શાવવાની એક પદ્ધતિ. હિસાબો રજૂ કરવાની સામાન્ય પદ્ધતિ મુજબ મિલકતોને ખરીદ-કિંમતે દર્શાવવામાં આવે છે અને નિયત દરે દર વર્ષે તેમાંથી ઘસારો બાદ કરવામાં આવે છે. આમ ખરીદ-કિંમતમાંથી ઘસારો બાદ કરીને બાકી રહેલી કિંમત…

વધુ વાંચો >

બક્ષિસવેરો

બક્ષિસવેરો : બક્ષિસ આપનારે આખા વર્ષ દરમિયાન આપેલી કુલ બક્ષિસ ઉપર ભારત સરકાર દ્વારા એક સમયમાં વસૂલ કરવામાં આવતો અને હવે રદ કરવામાં આવેલો કર. બક્ષિસવેરા ધારા – 1958ના આધારે ભારતમાં તા. 1–4–1958થી બક્ષિસવેરો ઉઘરાવવામાં આવતો હતો. આ કાયદો જમ્મુ-કાશ્મીર રાજ્ય સિવાય સમગ્ર ભારતમાં લાગુ પડતો હતો. બક્ષિસવેરો વસૂલ કરવા…

વધુ વાંચો >

ભંડોળપ્રવાહ-વિશ્લેષણ

ભંડોળપ્રવાહ-વિશ્લેષણ : ધંધો ચલાવવા માટે નિશ્ચિત અવધિ દરમિયાન થયેલા નાણાકીય વ્યવહારોના સ્રોત (sources) અને વિનિયોગ(application)ના આંકડાઓ ઉપર આધાર રાખીને તૈયાર કરેલા પત્રકનું વિશ્લેષણ. નાણાકીય હિસાબોના આધારે તૈયાર કરેલાં પાકાં સરવૈયાં અને નફાનુકસાનખાતાં વેપારી એકમો માટે પાયાનાં નાણાકીય પત્રકો હોય છે. આ પત્રકો ધંધાકીય એકમની નાણાકીય ગતિવિધિની આંકડાકીય માહિતી આપે છે.…

વધુ વાંચો >

માર્કેટિંગ (વિપણન)

માર્કેટિંગ (વિપણન) : ઉત્પાદનને ઉત્પાદકને ત્યાંથી શરૂ કરી વપરાશકર્તા સુધી પહોંચાડવા માટેની તમામ પ્રવૃત્તિઓનો સમાહાર. સામાન્ય અર્થમાં માર્કેટિંગ એટલે વેચાણ એવી સમજ પ્રવર્તે છે, જે અધૂરી છે. કોઈ પણ ઉત્પાદનનો હેતુ વપરાશ છે. માર્કેટિંગમાં ગ્રાહકની જરૂરિયાત, ઇચ્છા અને માંગને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે. તે અનુસાર ઉત્પાદન, આયોજન અને વિકાસ…

વધુ વાંચો >

મૂડીકરણ

મૂડીકરણ : કંપનીની સામાન્ય શૅર અને પ્રેફરન્સ શૅર જેવી સ્વમાલિકીની મૂડી અને ડિબેન્ચર જેવી લાંબા ગાળાની ઉછીની લીધેલી મૂડીમાં વહેંચાયેલું કંપનીનું મૂડીમાળખું અથવા કંપનીના રિઝર્વ સ્વરૂપે એકત્રિત થયેલા નફાનું શૅરમૂડીમાં રૂપાંતર કરવા માટે કંપનીના હયાત શૅરહોલ્ડરોને અપાતા બોનસ શૅર. (1) કંપનીનું મૂડીમાળખું : મૂડીકરણમાં સ્વમાલિકીની મૂડી અને લાંબા ગાળાનાં દેવાં…

વધુ વાંચો >

મૂડીમાળખું

મૂડીમાળખું : કંપનીની મૂડીનાં શૅર, ડિબેન્ચર અને દેવાં જેવા વિવિધ ઘટકોનું સંમિશ્રણ. કંપની દ્વારા મૂડીગત સાધનો એકત્ર કરવા માટે જે વિકલ્પોની પસંદગી થાય છે તેમાં શૅરો – જેવા કે ઑર્ડિનરી શૅર, પ્રેફરન્સ શૅર, લાંબા ગાળાનું દેવું જેવાં કે ડિબેન્ચર, બૉન્ડ વગેરેનો સમાવેશ થાય છે. ટૂંકમાં જે વિવિધ પ્રકારની જામીનગીરીઓ દ્વારા…

વધુ વાંચો >