દીપક ડી. પટેલ

મધ્યાંતરી સ્વસ્થતા

મધ્યાંતરી સ્વસ્થતા (lucid interval) : માથાને થયેલી ઈજા પછી ઉદભવતી થોડા સમયની બેભાનાવસ્થા તથા ઈજાને કારણે મગજમાં ખૂબ લોહી વહી ગયું હોય અને તેને કારણે ઉદભવતી બેભાનાવસ્થાની વચ્ચેનો સભાનાવસ્થાનો ટૂંકો સમયગાળો. માથાને જ્યારે જોરદાર હલાવી નાંખતી ઈજા થાય ત્યારે ખોપરીમાંની મગજની મૃદુપેશીનું કાર્ય થોડાક સમય માટે ઘટી જાય છે અને…

વધુ વાંચો >

મસ્તિષ્કી સપૂયગડ

મસ્તિષ્કી સપૂયગડ (cerebral abscess) : મગજમાં ગૂમડું થવું તે. મગજમાં પરુ કરતો ચેપ લોહી દ્વારા, આસપાસના અવયવોમાંથી કે ઈજા પછી ફેલાય છે. આશરે 20 % દર્દીઓમાં તેનું મૂળ કારણ જાણી શકાતું નથી. મધ્યકર્ણમાં લાગેલો ચેપ કે ચહેરાના હાડકાનાં અસ્થિવિવરો(sinuses)માંનો ચેપ સીધેસીધો કે તેમની નસો દ્વારા અવળા માર્ગે મગજમાં પહોંચે છે.…

વધુ વાંચો >

રુધિરગુલ્મ અંત:કર્પરી (intracranial haematoma)

રુધિરગુલ્મ, અંત:કર્પરી (intracranial haematoma) : માથાને થતી ઈજાને કારણે ખોપરીની અંદર લોહી વહીને તેનો ગઠ્ઠો જામવો તે. મગજને 3 આવરણો છે. તેમાંના સૌથી બહારના આવરણને દૃઢતાનિકા કહે છે. દૃઢતાનિકાની ઉપર અથવા નીચે લોહી ઝમીને ગઠ્ઠો બનાવે તો તેને અનુક્રમે અધિદૃઢતાનિકી (epidural) અથવા અવદૃઢતાનિકી (subdural) રુધિરગુલ્મ કહે છે. જ્યારે માથાને ઈજા…

વધુ વાંચો >