દિ. દ. માહુલકર

અંગ્રેજી ભાષા

અંગ્રેજી ભાષા યુરોપ ખંડની પશ્ચિમે ઇંગ્લૅન્ડ દ્વીપ પર વસતા લોકોની ભાષા. આ દ્વીપવાસીઓમાં અંગ્રેજી ભાષા બોલનારાઓની સંખ્યા આશરે 6 કરોડની છે. ઇંગ્લૅન્ડ સિવાય અન્ય રાષ્ટ્રોમાં આ ભાષા બોલાય છે, જેમની સંખ્યા અંદાજે નીચે પ્રમાણે છે : યુ.એસ. 17 કરોડ કૅનેડા 1.5 કરોડ ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ 1 કરોડ આફ્રિકા 2૦ લાખ…

વધુ વાંચો >

ગ્રીક ભાષા

ગ્રીક ભાષા : યુરોપના અગ્નિ દિશામાં આવેલા ગ્રીસ રાષ્ટ્રની, ઇજિયન સમુદ્રમાંના બેટો ઉપર રહેનાર પ્રજાની અને એનાતોલિયાના પશ્ચિમ કિનારા ઉપરના રહેવાસીઓની ભાષા. 2005ની વસ્તીગણતરી પ્રમાણે ગ્રીકભાષી લોકોની કુલ સંખ્યા 1,11,20,000 છે. ગ્રીક ભાષા ઇન્ડો-યુરોપિયન કુળની ભાષા છે. એ કુળમાં તેનું એક વિશિષ્ટ સ્થાન છે; કારણ કે તેનાં વાચિક અને લિખિત…

વધુ વાંચો >