દાઉદભાઈ કાસમભાઈ સૈયદ

અવેજ

અવેજ (consideration) : એક પ્રકારની લેવડદેવડ (quid pro quo). અવેજ એ કરારનો પાયો છે. તેના વિના કરાર કાયદેસર ટકી શકતો નથી. કોઈ પણ કરારમાં બે પક્ષકારો હોય છે. તેમાં એક વ્યક્તિ વચન આપનાર છે અને બીજી વ્યક્તિ વચન લેનાર છે. એક પક્ષકાર વચન આપે તેના બદલામાં વચન લેનારે કંઈક આપવું…

વધુ વાંચો >

આદાન-પ્રદાન-વિશ્લેષણ

આદાન–પ્રદાન–વિશ્લેષણ (input-output analysis) : આંતર-ઔદ્યોગિક સંબંધોનું વિશ્લેષણ કરવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ. આદાન-પ્રદાન ગુણોત્તર દ્વારા આવા સંબંધોનું વિશ્લેષણ કરી શકાય. આ પ્રકારના પૃથક્કરણને આંતર-ઉદ્યોગ સંબંધો, અંત:સ્રાવ-બહિ:સ્રાવ પૃથક્કરણ, સાધન-ઉત્પાદન કે સાધનનિરપેક્ષ વિશ્લેષણ જેવા નામથી પણ ઓળખવામાં આવે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી વૅસીલી લેયૉન્ટયેફે અમેરિકાના અર્થતંત્ર માટે 1919, 1929 અને 1939નાં વર્ષોના…

વધુ વાંચો >

આર્થિક વરદી જથ્થો

આર્થિક વરદી જથ્થો (Economic Orderd Quantity) : માલસામાનની ખરીદી અંગે વધુમાં વધુ કેટલા જથ્થામાં વરદી આપવાથી ખરીદીખર્ચ ઓછામાં ઓછો આવે તે જથ્થો. તેને ટૂંકમાં EOQ તરીકે પણ ઓળખાવાય છે. કેટલાક તેને ‘ઇકોનૉમિક લૉટ સાઇઝ’ તરીકે પણ ઓળખાવે છે. દરેક વખતે નાના જથ્થામાં વરદી આપવાથી વર્ષ દરમિયાન વહનખર્ચ, વહીવટી કામ વગેરે…

વધુ વાંચો >

આવકવેરો

આવકવેરો : પોતાની હકૂમત હેઠળના પ્રદેશમાં વ્યક્તિ, કુટુંબ કે કંપનીની કુલ આવક પર સરકાર દ્વારા આકારવામાં આવતો વેરો. આ વેરો સર્વપ્રથમ ઈ. સ. 1799માં ઇંગ્લૅન્ડમાં તે સમયની યુદ્ધની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડાપ્રધાન વિલિયમ પિટ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. 1799થી 1874 દરમિયાન તે અવારનવાર ક્યારેક રદ કરવામાં આવતો અને…

વધુ વાંચો >

કૉન્સ્યુલર ઇન્વૉઇસ

કૉન્સ્યુલર ઇન્વૉઇસ : માલની આયાતનિકાસ અંગે એલચી કચેરી તરફથી અપાતું પ્રમાણપત્ર. માલની નિકાસવિધિ દરમિયાન નિકાસકાર કેટલાક દસ્તાવેજો મેળવવાની જે વિધિ કરે છે તેના દસ્તાવેજોમાં કૉન્સ્યુલર ઇન્વૉઇસ અને ઉત્પત્તિસ્થાન સંબંધી પ્રમાણપત્ર (certificate of origin) મહત્વનાં છે; જે જકાતવિધિ સરળ અને ઝડપી બનાવે છે. આંતરરાષ્ટ્રીય વેપાર-સંબંધો સ્થાપિત થયેલા હોય તે દેશવિદેશમાં પોતાનાં…

વધુ વાંચો >