દર્શના ધોળકિયા

ચૌધરી, રઘુવીર દલસિંહ

ચૌધરી, રઘુવીર દલસિંહ (જ. 5 ડિસેમ્બર 1938, બાપુપુરા) : પ્રસિદ્ધ ગુજરાતી નવલકથાકાર. તખલ્લુસ ‘લોકાયતસૂરિ’ અને ‘વૈશાખનંદન’. માતા જીવીબહેન. 1960માં હિંદી વિષય સાથે બી.એ.માં પ્રથમ વર્ગમાં પ્રથમ આવી અધ્યાપનકાર્યની શરૂઆત કરેલી. 1979માં ‘હિંદી ઔર ગુજરાતી કી ક્રિયાત્મક ધાતુઓ કા તુલનાત્મક અધ્યયન’ વિષય પર પીએચ.ડી. 1977થી ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક. ‘કુમાર’ ચંદ્રક (1965),…

વધુ વાંચો >

જાડેજા, દિલાવરસિંહ દાનસિંહજી

જાડેજા, દિલાવરસિંહ દાનસિંહજી (જ. 5 સપ્ટેમ્બર 1933, પીપળિયા, જિ. રાજકોટ, સૌરાષ્ટ્ર; અ. 19 ડિસેમ્બર 2005, વલ્લભવિદ્યાનગર, જિ. આણંદ) : વિવેચક, અનુવાદક, સંપાદક. સાહિત્ય અને કેળવણીના ઉપાસક તથા શ્રી અરવિંદના સાધક, તેમણે પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ ધ્રોળમાં, ઉચ્ચ શિક્ષણ રાજકોટ તથા અમદાવાદમાં લઈને 1954માં ગુજરાતી-માનસશાસ્ત્ર વિષય સાથે બી.એ.,  1956માં ગુજરાત યુનિવર્સિટીની એમ.એ.ની…

વધુ વાંચો >

નાયક, પન્ના ધીરજલાલ

નાયક, પન્ના ધીરજલાલ (જ. 28 ડિસેમ્બર 1933, મુંબઈ, મહારાષ્ટ્ર રાજ્ય) : અમેરિકામાં વસતાં ગુજરાતી સાહિત્યકાર, મુખ્યત્વે કવયિત્રી જ્ઞાતિએ દશાદિશાવળ વાણિયા. વતન સૂરત. પિતા ધીરજલાલ અને માતા રતનબહેન. માતાએ ગુજરાતી, સંસ્કૃત અને અન્ય કવિતાઓમાં રસ લેતાં કર્યા હતાં. પતિનું નામ નિકુલભાઈ. તેમણે 1954માં મુખ્ય વિષય ગુજરાતી સાથે સેંટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈ…

વધુ વાંચો >

નાયર, સુશીલા

નાયર, સુશીલા (જ. 25 ડિસેમ્બર 1914, કુંજાહ, જિ. ગુજરાન, પશ્ચિમ પંજાબ, હવે પાકિસ્તાનમાં; અ. 3 જાન્યુઆરી 2000, સેવાગ્રામ) : ગાંધીજીનાં તબીબી સલાહકાર, જીવનચરિત્રલેખક અને રચનાત્મક કાર્યકર. ખત્રી કુટુંબમાં જન્મ. પિતાનું લોહીના ઊંચા દબાણથી 1915માં અવસાન થતાં તેમનાથી બે મોટા ભાઈઓ સાથે બાળક સુશીલા માતાના આશ્રયે મોટાં થયાં. 12 વર્ષની વયે…

વધુ વાંચો >

પટેલ, ગોપાળદાસ જીવાભાઈ, ‘વાચક’

પટેલ, ગોપાળદાસ જીવાભાઈ, ‘વાચક’ (જ. 28 એપ્રિલ 1905, કરમસદ, જિ. ખેડા; અ. 2 જુલાઈ 1996) : ગુજરાતી લેખક. ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક (વિનીત) અને આર્યવિદ્યાવિશારદ થયા બાદ મગનભાઈ દેસાઈની સાથે તે જ સંસ્થાના કાર્યમાં જોડાઈ ગયા. પ્રથમ પુરાતત્ત્વમંદિરના અને ત્યારપછી ગ્રંથાલય સમિતિના મંત્રી તરીકે સેવા આપી. ગાંધીજીના તેઓ સાચા સિપાઈ હતા.…

વધુ વાંચો >

પટેલ, ચીમનલાલ નારણદાસ

પટેલ, ચીમનલાલ નારણદાસ (જ. 23 ડિસેમ્બર 1918, અમદાવાદ; અ. 30 જાન્યુઆરી 2004) : ગુજરાતી લેખક અને વિવેચક, અંગ્રેજીના પ્રસિદ્ધ અધ્યાપક. વખત જતાં શિક્ષણ જગતમાં તેઓ સી. એન. પટેલના નામે અને સાહિત્યક્ષેત્રે ચી. ના. પટેલ તરીકે જાણીતા થયા. અંગ્રેજી (મુખ્ય) અને સંસ્કૃત (ગૌણ) વિષયો સાથે તેઓ 1940માં બી.એ. થયા. 1940માં બી.એ. તથા…

વધુ વાંચો >

પટેલ, ડાહ્યાભાઈ આશાભાઈ

પટેલ, ડાહ્યાભાઈ આશાભાઈ (જ. 3 એપ્રિલ 1920, સુણાવ, ખેડા; અ. 14 ઑગસ્ટ 2008, લંડન) : લંડનનિવાસી ગુજરાતી કવિ અને સમાજસેવક. તખલ્લુસ ‘દિનુ-દિનેશ’. સુણાવની રાષ્ટ્રીય શાળામાં અભ્યાસ કર્યો. ઇંગ્લૅન્ડ જઈ આગળ અભ્યાસ કરી 1948માં લિંકન ઇનના બૅરિસ્ટર થયા. ત્યારબાદ કમ્પાલા(યુગાન્ડા)માં વકીલાત શરૂ કરી. સાથોસાથ અનેક જાહેર સંસ્થાઓ મારફત સમાજસેવા કરી યુગાન્ડાની…

વધુ વાંચો >