ત્રિલોક સંઘાણી

ગર્ગ ઝુબિન

ગર્ગ, ઝુબિન ( જ. 18 નવેમ્બર 1972, તુરા, મેઘાલય ; અ. 19 સપ્ટેમ્બર 2025) : આસામના પ્રખ્યાત ભારતીય ગાયક, સંગીતકાર, ગીતકાર, વાદ્યવાદક અને અભિનેતા. એક આસામી બ્રાહ્મણ પરિવારમાં મોહિની મોહન બોરઠાકુર અને ઇલી બોરઠાકુરને ત્યાં જન્મ થયો હતો. તેમનું નામકરણ ઝુબિન મહેતાના નામ પરથી થયું હતું. તેમણે તેમનાં માતાપિતાની અટક…

વધુ વાંચો >

ગૌડ  ક્રાંતિ

ગૌડ, ક્રાંતિ (જ. 11 ઑગસ્ટ, 2003 ગુવારા, મધ્યપ્રદેશ) : ભારતની એક ઉભરતી આંતરરાષ્ટ્રીય ઝડપી બૉલર મહિલા ક્રિકેટર, જે મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ઘુવારા ગામની છે. ખૂબ જ મુશ્કેલ કૌટુંબિક પૃષ્ઠભૂમિમાંથી આવતી, જ્યાં તેના પિતા પોલીસ કૉન્સ્ટેબલ હતા, તેણીએ ટેનિસ બૉલ ક્રિકેટ રમવાનું શરૂ કરી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ગ્રામીણ…

વધુ વાંચો >

‘ડાયરાનો જાદુગર’- હાજી રમકડું.

‘ડાયરાનો જાદુગર’- હાજી રમકડું. (જ. 17 મે 1951, ગીર સોમનાથ, જૂનાગઢ) : ઢોલકવાદક હાજી કાસમ મીર. જૂનાગઢ પાસેના મીર પરિવારમાં કાસમનો જન્મ થયો, સંગીતનો શોખ તેમને વારસામાં જ મળ્યો એવું કહી શકાય,અને માત્ર નવ વર્ષની વયે પિતાજીએ કાસમના હાથમાં ઢોલક આપ્યું. કિશોરવયે કાસમે પરિવારને મદદરૂપ થવા ચા ની કીટલી પર…

વધુ વાંચો >

મિશ્રા છન્નુલાલ

મિશ્રા છન્નુલાલ (જ. 3 ઑગસ્ટ 1936, હરિહરપુર, જિ. આઝમગઢ, ઉત્તરપ્રદેશ; અ. 2  ઓક્ટોબર 2025) : પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક અને  કિરાણા ઘરાના તથા બનારસ ઘરાના ગાયન શૈલીના પ્રતિનિધિ કલાકાર. તેમના દાદા, ગુડાઈ મહારાજ શાંતા પ્રસાદ, એક પ્રખ્યાત તબલાવાદક હતા. તેમનું જન્મનું નામ મોહનલાલ મિશ્રા હતું. તે વખતે એવી માન્યતા હતી કે…

વધુ વાંચો >

વાણિયા, રામજીભાઈ દેશાભાઈ

વાણિયા, રામજીભાઈ દેશાભાઈ (જ. 1925, ખરેડા, તા. મોરબી, સૌરાષ્ટ્ર) : તખ્તાનાયક, ગુજરાતી નાટકોના લેખક, દિગ્દર્શક અને અભિનેતા. વણકર જ્ઞાતિમાં જન્મ. બાળપણથી નાટ્યક્ષેત્ર પ્રત્યે અભિરુચિ. આસપાસનાં અભાવગ્રસ્ત પીડિત જીવંત પાત્રોનું અધ્યયન કરતા રહ્યા. પછી ભવાઈ, લોકમેળા અને ભજનમંડળીઓ વગેરે જેવાં લોકશિક્ષણનાં માધ્યમો દ્વારા અભિનય તરફ પ્રથમ પગરણ માંડ્યાં. ત્યારબાદ નાટ્યલેખનની શરૂઆત…

વધુ વાંચો >

વિશ્વનાથ કાર્તિકેય

વિશ્વનાથ કાર્તિકેય ( જ. 2008 હૈદરાબાદ) : રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતા. ક્રિકેટ એ આપણા દેશમાં એક રમતમાત્ર નથી, પણ એક ધર્મ છે અને અહીં ક્રિકેટરની નાનીમોટી દરેક સિદ્ધિનાં ગુણગાન ગાવામાં આવે છે ત્યાં બીજી કોઈ રમતમાં બહુ જ નાની ઉંમરે મેળવેલ સિદ્ધિ વિશે પણ બહુ ઓછી ચર્ચા થાય એ સ્વાભાવિક…

વધુ વાંચો >

શિવ નાદર

શિવ નાદર ( જ. 14 જુલાઈ 1945, મૂલાઈપોઝી, મદ્રાસ પ્રેસિડેન્સી, હાલનું તમિળનાડુ) : ભારતીય ઉદ્યોગપતિ, ઉદ્યોગસાહસિક, સેવાભાવી અને પરોપકારી. ભારતની અગ્રણી આઇટી સેવા કંપનીઓમાંની એક, એચસીએલ ટૅક્નૉલૉજીસના સ્થાપક તરીકે જાણીતા છે. તમિળ હિન્દુ પરિવારમાં જન્મ થયો હતો. તેમનાં માતાપિતા શિવસુબ્રમણ્ય નાદર અને વામસુંદરી દેવી હતાં. નાદરે 1967માં અમેરિકન કૉલેજ, મદુરાઈમાંથી પ્રી-યુનિવર્સિટી…

વધુ વાંચો >

સાયાની અમીન

સાયાની અમીન  (જ.21 ડિસેમ્બર 1932, મુંબઈ; અ.20 ફેબ્રુઆરી 2024, મુંબઈ) : રેડિયો ઉદ્ઘોષક અને પ્રસ્તુતકર્તા. રેડિયો સિલોન પર હિન્દી ફિલ્મોનાં  ટોચનાં હિટ ગીતોનો કાર્યક્રમ ‘બિનાકા ગીતમાલા’ રજૂ કરીને સમગ્ર ભારતીય ઉપખંડમાં  તેમણે ખ્યાતિ અને અપાર લોકપ્રિયતા મેળવી. તેમના ‘બહેનો ઔર ભાઈઓ’ જેવા એક આગવા અંદાજ સાથે શ્રોતાઓને સંબોધવાની શૈલીએ તેમને સૌથી…

વધુ વાંચો >