તમિળ સહિત્ય

પોન્નીલન

પોન્નીલન (જ. 1940, મોનીકેટ્ટીપોટ્ટલ, કન્યાકુમારી, તમિળનાડુ) : તમિળનાડુના પ્રગતિશીલ નવલકથાકાર, કવિ, વિવેચક, ચરિત્રલેખક અને અનુવાદક. તેમને તેમની પ્રખ્યાત નવલકથા ‘પુદિય દરિશનંગલ’ માટે 1994ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે તમિળ ઉપરાંત શિક્ષણશાસ્ત્રમાં એમ.એ.ની પદવી મેળવી. ત્યારપછી તેઓ શાળા-શિક્ષણ ખાતામાં જોડાયા. તેઓ વિશ્વશાંતિ, સાંપ્રદાયિક સદભાવ અને સામાજિક પરિવર્તનોમાં સંકલ્પપૂર્વક…

વધુ વાંચો >

ભારતી, સોમસુંદર

ભારતી, સોમસુંદર (જ. 1876; અ. 1954) : તમિળ લેખક. વીસમી શતાબ્દીમાં તમિલનાડુમાં રાષ્ટ્રીયતાનો પ્રચાર કરનારા લેખકોમાં સોમસુંદર ભારતીનું સ્થાન અગ્રેસર રહ્યું છે. એમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી એમ. એ. તથા એલએલ.બી.ની પદવી મેળવી અને વકીલાત શરૂ કરી. એમણે અધ્યયનકાળમાં જ અનેક તમિળ વિદ્વાનોને મળી તમિળ સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો હતો. એમણે થોડો…

વધુ વાંચો >