જ. ચં. વોરા

અધિશોષણ-સૂચકો

અધિશોષણ-સૂચકો (adsorption-indicators) : અવક્ષેપન (precipitation) અનુમાપનમાં તુલ્યબિંદુ(equivalent point)એ અવક્ષેપ ઉપર અધિશોષિત થઈને તેને વિશિષ્ટ રંગ આપનાર સૂચકો. ફેજાન્સે સૌપ્રથમ 1923-24માં આ પ્રકારના સૂચકો દાખલ કર્યા. કલિલ પ્રણાલી(colloids)ના ગુણધર્મો ઉપર તેમની ક્રિયાવિધિનો આધાર છે. ક્લોરાઇડના દ્રાવણમાં સિલ્વર નાઇટ્રેટ ઉમેરતાં સિલ્વર ક્લોરાઇડ અવક્ષિપ્ત થાય છે, જે વધુ પ્રમાણમાં હાજર એવા ક્લોરાઇડ આયનોનું અધિશોષણ…

વધુ વાંચો >

અનુમાપન

અનુમાપન (titration) : રસાયણશાસ્ત્રમાં કદમાપક વિશ્લેષણની એક પદ્ધતિ. તેમાં પદાર્થના નમૂનાના કોઈ એક ઘટકનું પ્રમાણ નક્કી કરવા તે નમૂનાના ચોક્કસ વજન અથવા તેના દ્રાવણના ચોક્કસ કદ સાથે રાસાયણિક પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી બ્યુરેટમાંથી પ્રમાણિત દ્રાવણ (standard solution) ઉમેરવામાં આવે છે અને તેનું કદ નોંધી લેવામાં આવે છે. પૃથક્કરણમાં અનુમાપનનો…

વધુ વાંચો >

અમેરિશિયમ

અમેરિશિયમ (Am : americium) : આવર્ત કોષ્ટકના III B સમૂહની ઍક્ટિનાઇડ શ્રેણીનું સંશ્લેષિત વિકિરણધર્મી (radioactive) રાસાયણિક ધાતુતત્વ. પરમાણુક્રમાંક 95, પરમાણુભારાંક 243 [સ્થિર સમસ્થાનિક (isotope) અર્ધ આયુ 7,370 વર્ષ]. અન્ય સમસ્થાનિકોના ભારાંક 237થી 246ના ગાળામાં. બધાં જ વિકિરણધર્મી અને માનવસર્જિત હોય છે. કુદરતમાં અમેરિશિયમ મળી આવતું નથી. સીબર્ગ, ઘીઓર્સો, જેઇમ્સ અને…

વધુ વાંચો >

અયસ્કનું પૃથક્કરણ

અયસ્કનું પૃથક્કરણ (ore analysis) : પૃથ્વીમાં મળતાં અશુદ્ધ ખનિજો–અયસ્કો–માં રહેલ તત્વોનું પ્રમાણ નક્કી કરવા માટેની રાસાયણિક પદ્ધતિ. કુદરતમાં મળતાં ખનિજો અશુદ્ધ હોય છે જ. એક જ ખનિજના જુદા જુદા પ્રદેશના નમૂનાઓ કે એક જ સ્થાન ઉપર મળતા ખનિજના વિવિધ નમૂનાઓમાં કીમતી તત્વ તથા અશુદ્ધિઓનું પ્રમાણ જુદું જુદું હોય છે. પૃથક્કરણની…

વધુ વાંચો >

અર્બિયમ

અર્બિયમ : આવર્ત કોષ્ટકના IIIb સમૂહનાં વિરલ પાર્થિવ તત્વો(લૅન્થેનાઇડ)માંનું એક સંક્રમણ (transition) ધાતુતત્વ. સંજ્ઞા : Er. 5. આંક : 68, પ.ભાર : 167.26, ગ.બિ. : 15220 સે., ઉ.બિં. 25100 સે., વિ.ઘ. : 9.066 (250 સે.). આ રાસાયણિક તત્વ મુક્ત અવસ્થામાં મળતું નથી. કુદરતમાં મળતું તત્વ Er-162, Er-164, Er-167, Er-168, Er-170…

વધુ વાંચો >

અવક્ષેપન

અવક્ષેપન (precipitation) : દ્રાવણોને ભેગાં કરીને રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા તેમાંથી ઘન પદાર્થ છૂટો પાડવાની (precipitate) અથવા અતિસંતૃપ્ત (super-saturated) દ્રાવણમાંથી વધારાનું દ્રાવ્ય, સ્ફટિક રૂપે છૂટું પાડવાની ક્રિયા (precipitation by crystallisation). સિલ્વર નાઇટ્રેટ અને સોડિયમ ક્લૉરાઇડનાં જલીય દ્રાવણોને મિશ્ર કરતાં સિલ્વર નાઇટ્રેટના Ag+ અને સોડિયમ ક્લૉરાઇડના Cl– આયનો વચ્ચેની પ્રક્રિયાથી પાણીમાં અદ્રાવ્ય…

વધુ વાંચો >

અવક્ષેપન અનુમાપનો

અવક્ષેપન અનુમાપનો (precipitation titrations) : રાસાયણિક પ્રક્રિયામાં ઉત્પન્ન થતા અવક્ષેપ ઉપર આધારિત અનુમાપનો. રાસાયણિક પૃથક્કરણની અનુમાપન પદ્ધતિમાં સૌપ્રથમ અવક્ષેપન અનુમાપન ગેલ્યુસેક શોધ્યું હતું. હેલાઇડ – સિલ્વર નાઇટ્રેટ, મર્ક્યુરી – થાયોસાયનેટ, ક્રોમેટ/સલ્ફેટ – બેરિયમ/લેડ, અને ઝિંક-પોટૅશિયમ ફેરોસાઇનાઇડ વગેરે અવક્ષેપન-પ્રક્રિયાઓ ઉપયોગમાં લેવાયેલી છે. આ ઉપરાંત સિલ્વર સાઇનાઇડ દ્વારા કરાતું સંકીર્ણમિતીય (complexometric) અનુમાપન…

વધુ વાંચો >

આઇન્સ્ટાઇનિયમ

આઇન્સ્ટાઇનિયમ : આવર્તક કોષ્ટકના 3જા (અગાઉના III b) સમૂહમાંની ઍક્ટિનાઇડ શ્રેણીનું સંશ્લેષિત રાસાયણિક તત્વ. સંજ્ઞા Es. વિખ્યાત વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇનના માનમાં આ તત્વનું નામકરણ કરવામાં આવ્યું છે. કુદરતમાં તે અપ્રાપ્ય છે. દક્ષિણ પેસિફિક મહાસાગરમાં નવેમ્બર 1952માં કરવામાં આવેલ હાઇડ્રોજન બૉંબ (‘માઇક’ના) અથવા ઉષ્માનાભિકીય (thermonuclear) વિસ્ફોટના કચરામાંથી ડિસેમ્બર 1952માં બર્કલી (કૅલિ.) ખાતે…

વધુ વાંચો >

આયોડિન (રસાયણ)

આયોડિન (રસાયણ) : આવર્તક કોષ્ટકના 17 મા (અગાઉના VII अ) સમૂહના હેલોજન કુટુંબનું રાસાયણિક અધાતુ તત્વ. સંજ્ઞા I. ૫. ક્રમાંક 53. ૫. ભાર 126.90. ફ્લૉરીન, ક્લોરિન, બ્રોમીન અને ઍસ્ટેટીન તેના સહસભ્યો છે. 1811 માં પોટૅશિયમ નાઇટ્રેટના ઉત્પાદનમાં કૂર્ત્વાએ આયોડિન મેળવ્યું. દરિયાઈ શેવાળની રાખને સાંદ્ર સલ્ફ્યુરિક ઍસિડની માવજત આપતાં કાળાશ પડતો…

વધુ વાંચો >

આર્ગોન

આર્ગોન (Argon, Ar) : આવર્ત કોષ્ટકના 18મા (અગાઉના શૂન્ય) સમૂહનું એક પરમાણુક (monatomic) વાયુસ્વરૂપ રાસાયણિક તત્વ. પ. ક્રમાંક 18, પ. ભાર 39.95. ઇલેક્ટ્રૉન વિન્યાસ [Ne]3s23p6. હવાનો 1/120 ભાગ તદ્દન નિષ્ક્રિય ઘટક છે તેમ કૅવેન્ડિશે (1785) દર્શાવ્યું હતું. વાતાવરણમાંનો નાઇટ્રોજન રાસાયણિક પદાર્થોમાંથી મેળવેલ નાઇટ્રોજન કરતાં આશરે 0.5 ટકા ભારે હોવાનું કારણ કોઈ…

વધુ વાંચો >