જૉસેફ પરમાર
ગુજરાતી ગદ્ય
ગુજરાતી ગદ્ય : ગુજરાતી ગદ્ય મધ્યકાલીન તેમજ અર્વાચીન સ્વરૂપે ઉદભવ્યું અને લલિત-લલિતેતર એવી બે તરાહ(pattern)માં વિકસ્યું. ગુજરાતી ગદ્યનો આરંભ તેરમી સદીમાં જૈન સારસ્વતોએ ધર્મનીતિ પ્રબોધવા નિમિત્તે કર્યો. ત્યારથી લગભગ 1850 સુધીમાં ખેડાયેલું ઉપલબ્ધ મધ્યકાલીન ગદ્ય મુખ્યત્વે ‘બાલાવબોધ’ કે ‘સ્તબક’, ‘ઔક્તિક’ અને ‘વર્ણક’ પ્રકારોમાં ખેડાયું, જે બહુધા શુષ્ક, રૂઢ અને અણઘડ…
વધુ વાંચો >નારાયણ હેમચંદ્ર
નારાયણ હેમચંદ્ર (જ. 1855, મુંબઈ; અ. 1909, મુંબઈ) : અલગારી સ્વભાવના ગુજરાતી લેખક, અનુવાદક. પ્રકૃતિએ ‘વિચિત્ર પુરુષ’. અમેરિકામાં ‘અસભ્ય પહેરવેશ’ બદલ તેમની ધરપકડ થયેલી. કરસનદાસ મૂળજીનો દેશાટન વિશેનો નિબંધ વાંચી તેમનામાં વાચન-ભ્રમણની ભૂખ ઊઘડી. તેઓ પ્રવાસશોખીન અને જ્ઞાનપિપાસુ હતા. ‘સુબોધપત્રિકા’માં અને ‘જગદારશી’ના નામથી ‘નૂરે આલમ’માં લખતા. દયાનંદ સરસ્વતી જેવા ધર્મસુધારકો…
વધુ વાંચો >પદ્ય
પદ્ય : સાહિત્યિક અભિવ્યક્તિનો એક પ્રકાર. બીજો પ્રકાર તે ગદ્ય. કાવ્ય ગદ્ય અને પદ્ય બંનેમાં સંભવે; પરંતુ કાવ્યના રસાત્મક ભાવોને વહન કરવામાં ગદ્યની અપેક્ષાએ પદ્ય વિશેષ અનુકૂળ નીવડે છે. પદ્યનો ઉદ્દેશ કાવ્યગત ભાવને લાલિત્ય કે કલારૂપ બક્ષવાનો છે અને પ્રાચીન કાળથી પદ્ય એ હેતુસર કાવ્યરૂપમાં પ્રયોજાતું રહ્યું છે. વાણી સ્વયં…
વધુ વાંચો >પ્રેમાનંદ સાહિત્ય સભા
પ્રેમાનંદ સાહિત્ય સભા : ગુજરાતીના આખ્યાનકવિ પ્રેમાનંદની સ્મૃતિમાં તેના વતન વડોદરામાં સાહિત્ય, સંગીત, કલા-સંસ્કાર પ્રવૃત્તિ ચલાવતી સંસ્થા. મૂળ નામ ‘વડોદરા સાહિત્ય સભા’. સ્થાપના 11મી નવેમ્બર 1916. ‘શ્રી પ્રેમાનંદ સાહિત્ય સભા’નું નામાભિધાન 1 જાન્યુઆરી 1944ના રોજ. સભાનું વિશાળ ભવન વડોદરા ખાતેના દાંડિયા બજાર સ્થિત લકડી પુલ સામે 145.33 ચોમી. જમીનમાં બંધાયેલું…
વધુ વાંચો >