જી. પ્ર. અમીન

કારવણ (કાયાવરોહણ)

કારવણ (કાયાવરોહણ) : વડોદરા જિલ્લામાં આવેલું શૈવ તીર્થ. 220 05’ ઉ. અ. અને 730 15’ પૂ. રે. ઉપર આવેલું છે. તે ચાંદોદ-માલસર નૅરોગેજ રેલમથક છે. મિયાંગામથી પૂર્વમાં 8 કિમી. અને ડભોઈથી તે 11 કિમી. દૂર છે. કારવણનું સત્યયુગમાં ઇચ્છાપુરી, ત્રેતાયુગમાં માયાપુરી, દ્વાપરમાં મેઘાવતી અને કલિયુગમાં કાયાવરોહણ એવાં વિવિધ નામો હોવાનો…

વધુ વાંચો >

કૌલ સંપ્રદાય

કૌલ સંપ્રદાય : વામાચાર નામે જાણીતો તંત્રશાસ્ત્રનો પ્રાચીન સંપ્રદાય. તંત્રશાસ્ત્રમાં પૂર્વકાળથી ઉપાસનાના બે માર્ગ પ્રચલિત છે. એક છે સમય સંપ્રદાય અને બીજો કૌલ સંપ્રદાય. આ જ બે સંપ્રદાયો અનુક્રમે દક્ષિણાચાર અને વામાચાર નામે જાણીતા છે. કૌલ શબ્દ ‘કુલ’ ઉપરથી આવ્યો છે. ‘કુલ’ એટલે પ્રચલિત અર્થમાં કુટુંબ, વર્ગ, સમૂહ, સંપ્રદાય. તંત્રશાસ્ત્ર…

વધુ વાંચો >

કૌશામ્બી

કૌશામ્બી : પ્રાચીન વત્સ દેશની રાજધાની. ભારતપ્રસિદ્ધ આ ઐતિહાસિક નગરી પ્રયાગથી નૈર્ઋત્ય દિશામાં લગભગ 60 કિમી. દૂર યમુના નદીના ઉત્તર કાંઠે વસેલી હતી જ્યાં હાલ કોસમ નામનું ગામ આવેલું છે. પ્રાચીન કાળમાં આ નગર કૌશામ્બીનગર કે કૌશામ્બીપુરી અને રાજ્ય કૌશામ્બી મંડલ કહેવાતું. ચંદ્રવંશી રાજા કુશામ્બુએ આ નગરી વસાવેલી હોવાથી તે…

વધુ વાંચો >

ગોરખનાથ (ગોરક્ષનાથ 1)

ગોરખનાથ (ગોરક્ષનાથ 1) (ઈ. સ.ની દસમી કે અગિયારમી સદી) : ગુજરાતમાં સોલંકીકાળ દરમિયાન પ્રચલિત બનેલા સંપ્રદાયના મુખ્ય પ્રવર્તક. આ સંપ્રદાયના સાધુઓના નામાન્તે ‘નાથ’ શબ્દ પ્રયોજાતો. નાથ એટલે અનાદિ ધર્મ. ‘નાથ’ શબ્દ ઈશ્વર અથવા પશુપતિની જેમ સ્વામી કે મહેશ્વરના અર્થમાં અભિપ્રેત હોવાનું જણાય છે. બહુ પ્રાચીન કાળથી આ સંપ્રદાય સિદ્ધમતને નામે…

વધુ વાંચો >

ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર (ખંભાત)

ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર (ખંભાત) : ખંભાતના બજારમાં બંધાયેલું જિનાલય. આ જિનાલયના ઉપરના ભાગમાં મહાચિંતામણિ પાર્શ્વનાથ અને ભોંયરામાં સ્તંભન પાર્શ્વનાથ બિરાજે છે. આ મંદિર વિશાળ, ભોંયરાયુક્ત હોવાથી તેનું સ્થાપત્ય ખૂબ જ પ્રસિદ્ધ છે. પ્રકાશ આવે તે માટે નવીન પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ જિનાલયમાં આવેલ મૂળનાયકની પ્રતિમા ભવ્ય અને નયનરમ્ય…

વધુ વાંચો >