જિતેન્દ્ર જટાશંકર રાવલ
વાયુગતિશાસ્ત્ર અને વૈમાનિક ઉડ્ડયન
વાયુગતિશાસ્ત્ર અને વૈમાનિક ઉડ્ડયન : તરલ યંત્રશાસ્ત્રની એક શાખા, જેમાં હવાની અને બીજા તરલ વાયુની ગતિ તેમજ આવા તરલોની સાપેક્ષ ગતિ કરતા પદાર્થો પર લાગતાં બળોનો અભ્યાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, હવામાં વિમાનની ગતિ, પવનચક્કીઓનો અભ્યાસ વગેરે. આમ, વાયુગતિકીમાં હવામાં થતા ઉડાણ તેમજ હવાની ગતિની ચર્ચા કરવામાં આવે છે.…
વધુ વાંચો >વાયુનૌકા (Airship)
વાયુનૌકા (Airship) : ગ્રીક પૌરાણિક કથામાં ડેડાલસ અને ઇકારસની રસપ્રદ વાર્તા છે. ડેડાલસ એક સંશોધક અને નિષ્ણાત સ્થપતિ હતો. ઇકારસ તેનો દીકરો હતો. ક્રીટોના રાજા મિનોસે આ બાપ-દીકરાને કોઈ કારણ વગર તેના માટે કામ ન કરવા બદલ જેલમાં પૂર્યા હતા. ડેડાલસે જેલમાંથી છૂટવા માટે પીંછાં અને મીણની મદદથી પાંખો બનાવી…
વધુ વાંચો >વાયુ-વિવર (wind tunnels)
વાયુ-વિવર (wind tunnels) : વાયુ-વિવર એક ચેમ્બર હોય છે, જેમાં હવાને જબ્બર બળથી ધકેલવામાં આવે છે અને વાયુગતિશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે. આ અભ્યાસ-વિમાન ચાલન માટે હોય છે. વિમાન-ઉડ્ડયનમાં સુધારા-વધારા કરવા માટે આ અભ્યાસ કરાય છે. બળ આપીને વિમાન ઉડાડવા માટે રાઇટભાઈઓએ સૌપ્રથમ વાયુ-વિવર બનાવ્યું હતું અને તેથી સર્વપ્રથમ રાઇટભાઈઓ…
વધુ વાંચો >વિમાન અને વિમાનવિદ્યા (Aeroplane and Aeronautics)
વિમાન અને વિમાનવિદ્યા (Aeroplane and Aeronautics) હવામાં પોતાની ગતિ દરમિયાન ઉદ્ભવતા દબાણનો ઉપયોગ કરી માલસામાન અને મુસાફરોના પરિવહન માટે હવા કરતાં ભારે અભિકલ્પિત (designed) વાહન માટેનું સાધન તેમજ તેને લગતું વિજ્ઞાન. માનવીએ સૌપ્રથમ વિશ્વનું અવલોકન કર્યું અને ઉન્નતિની સંભાવનાનો અનુભવ કર્યો ત્યારે પહેલાંના સમયથી ઊડવાનો વિચાર એને આવ્યો હોવો જોઈએ.…
વધુ વાંચો >હેલિકૉપ્ટર (વાયુદૂત helicopter)
હેલિકૉપ્ટર (વાયુદૂત, helicopter) : જમીન પરથી હવામાં સીધું ઉપર ચડી શકે કે હવામાંથી સીધું જમીન પર નીચે ઊતરી શકે તેવું હવાઈ જહાજ. સામાન્ય વિમાનમાં જોવા મળતી પાંખોને બદલે તે ઉપરના ભાગે ઊભા દંડ પર ગોઠવેલ લાંબાં, પાતળાં પાંખિયાં(blader)વાળો પંખો કે પરિભ્રામક (roter) ધરાવે છે. પંખાનો વ્યાસ 10થી 33 મીટર સુધીનો…
વધુ વાંચો >