જાદુ

કે. લાલ

કે. લાલ (જ. 10 એપ્રિલ 1924, માવજંજીવા, બગસરા [સૌરાષ્ટ્ર]; અ. 23 સપ્ટેમ્બર 2012, અમદાવાદ) : વિશ્વવિખ્યાત ભારતીય જાદુગર. મૂળ નામ કાંતિલાલ ગિરધરલાલ વોરા. કૉલકાતામાં પરિવારના કાપડના વ્યવસાયને કારણે ત્યાં ઉછેર અને શાળાકીય શિક્ષણ પામનાર કે. લાલે નાનપણથી જ જાદુકલા પ્રત્યે આકર્ષાઈને ઠેર ઠેર ફરીને એનો અભ્યાસ કર્યો અને માત્ર 15…

વધુ વાંચો >

જાદુ

જાદુ : કાર્યકારણનો સંબંધ સ્પષ્ટ રીતે ન સમજાય તેવી વિસ્મયજનક અને પ્રભાવશાળી ઘટનાઓને હાથચાલાકી અને યાંત્રિક સાધનોની મદદથી દર્શાવીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવાની કરામત. વૈદિક સાહિત્યમાં અને સમકાલીન અવસ્તા ગ્રંથોમાં જાદુવિદ્યા અંગે જે ઉલ્લેખો મળે છે તે પરથી એવું તારણ કાઢી શકાય કે તે આદિમાનવના સાંસ્કૃતિક જીવનનું પ્રધાન અંગ રહ્યું છે.…

વધુ વાંચો >

હૂડીની હૅરી

હૂડીની, હૅરી (જ. 24 માર્ચ 1874, બુડાપેસ્ટ, હંગેરી; અ. 31 ઑક્ટોબર 1926, ડેટ્રાઇટ, મિશિગન, અમેરિકા) : નામી જાદુગર અને કોઈ પણ પ્રકારનાં બંધનમાંથી છટકી શકનાર કલાકાર. તે સાવ બાળક હતા ત્યારે તેમના પરિવારે સ્થળાંતર કરીને અમેરિકામાં વસવાટ કર્યો. તે કોઈ પણ જાતની બંધનાવસ્થામાંથી એટલે કે જેલની બંધ કોટડીમાંથી માંડીને પાણીમાં…

વધુ વાંચો >