જયન્ત રેલવાણી

સિંધસભા (1882)

સિંધસભા (1882) : સિંધમાં નવચેતનાનો સંચાર કરવા સ્થપાયેલી સંસ્થા. સન 1843માં અંગ્રેજોએ સિંધ કબજે કર્યા બાદ ત્યાં નવયુગનું મંડાણ થયું હતું. શિક્ષણનો પ્રસાર વધતાં અને પ્રબુદ્ધ લોકોને નવયુગનાં એંધાણ દેખાતાં સદીઓથી વિધર્મી શાસન તળે કચડાયેલા સમાજમાં પ્રસરેલાં દરિદ્રતા, અંધવિશ્ર્વાસ અને કુરિવાજો નિવારવા આ પ્રબુદ્ધ લોકોએ જાગૃતિ દર્શાવી હતી. કોલકાતામાં બ્રહ્મોસમાજ…

વધુ વાંચો >

સિંધી નસ્ર જી તારીખ (1968)

સિંધી નસ્ર જી તારીખ (1968) : મંઘારામ ઉધારામ મલકાણી(1896)નો સિંધી ગદ્યનો ઇતિહાસ. 1853થી 20મી સદીમાં 1947ના ભારતના વિભાજન સુધીના સિંધી ગદ્યસાહિત્યની પ્રગતિ અને પ્રવૃત્તિઓનો સવિસ્તર અહેવાલ તેમાં સંગૃહીત છે. તે ગ્રંથને 1969ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો હતો. તેમાં પ્રકાશિત નવલિકા, નવલકથા, નાટક, એકાંકી, વિવેચન, નિબંધ, સાહિત્યિક પત્રકારત્વ વિભાગોનો…

વધુ વાંચો >

સિંધી સાહિત્ય સોસાયટી (1914)

સિંધી સાહિત્ય સોસાયટી (1914) : સિંધી સાહિત્યની એક પ્રકાશન-સંસ્થા. 19મી સદીના ઉત્તરાર્ધમાં અને 20મી સદીના પ્રારંભમાં શિક્ષણનો પ્રસાર અને નવજાગૃતિના મંડાણના ફલસ્વરૂપે સાહિત્ય-નિર્માણની પ્રવૃત્તિએ વેગ પકડ્યો. રાષ્ટ્રીય અસ્મિતા અને સ્વપિછાણ પ્રત્યે પ્રબુદ્ધ સમુદાય જાગ્રત બન્યો. સિંધના પૌરાણિક ઇતિહાસ તેમજ સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા સિંધી સાહિત્ય, સાપ્તાહિકો, માસિકો અને ગ્રંથોનાં પ્રકાશનનો…

વધુ વાંચો >

સુખડી (1905)

સુખડી (1905) : સિંધી લેખક કેવળરામ સલામતરાય અડવાણી(જ. 1809)નો વાર્તાસંગ્રહ. સરકારી સેવામાંથી નિવૃત્ત થયા પછી તેમણે વિવિધ ધર્મો અને સાહિત્ય વિશે અભ્યાસ કર્યો. 1864થી 1870ના 7 વર્ષના ટૂંકા ગાળામાં તેમણે સિંધીમાં 3 ગ્રંથો આપ્યા : ‘ગુલ’ (‘ફ્લાવર્સ’); ‘ગુલુશકર’ (‘મિક્સચર ઑવ્ રૉઝ પેટલ્સ ઍન્ડ સુગર’) અને ‘સુખડી’ (‘એ પ્રેઝન્ટ’). આ ત્રણેય…

વધુ વાંચો >

સુર્ખ ગુલાબ સરહાખ્વાબ (1980)

સુર્ખ ગુલાબ સરહાખ્વાબ (1980) : સિંધી કવિ પ્રભુ છુગાણી ‘વફા’(જ. 1915)નો ‘પંજકડી’ એટલે 5 કડીઓવાળા પ્રયોગાત્મક કાવ્યનો સંગ્રહ. પંજકડાની પ્રથમ ચાર કડીઓમાં વિચારની વિશદ રજૂઆત થાય છે. પાંચમી કડીમાં પ્રથમ કડીનું પુનરાવર્તન હોય છે. આ પાંચેય કડીઓમાં દરેક પંક્તિ 16 માત્રાની હોય છે. પંજકડામાં કવિ સત્ય, ભલાઈ, સુંદરતા તથા સ્વાધીનતા,…

વધુ વાંચો >

સોહની–મહિવાલ

સોહની–મહિવાલ : હાસિમ શાહ (1753–1823) રચિત કિસ્સા પ્રકારની અતિશયોક્તિભરી અને અવિશ્વસનીય પ્રણયકથા. દંતકથાઓ લોકકથાઓનો સૌથી વધુ રસપ્રદ અને પ્રેરણાદાયી ભાગ રચે છે. તેમાં મહદંશે પ્રેમીઓ, યોદ્ધાઓ, સાહસિકો, સંતો અને પીરોની કથાઓનો સમાવેશ થાય છે. એવા પ્રકારની આ એક પ્રણયકથા છે. આ કિસ્સામાં અવનતિને માર્ગે ગયેલ સામાજિક સરંજામશાહી સામે વ્યક્તિગત બંડ…

વધુ વાંચો >

‘હાસિદ’ અર્જુન

‘હાસિદ’ અર્જુન [જ. 7 જાન્યુઆરી 1930, કરાંચી, સિંધ (હાલ પાકિસ્તાન)] : સિંધી ભાષાના ગઝલકાર. તેમનો જન્મ ઈસરાણી પરિવારમાં થયેલો; પરંતુ તેમનાં નાનીમાને સંતાનમાં પુત્ર ન હોવાથી તેમને ગોદ લેવાથી ‘તનવાણી’ તરીકે ઓળખાયા. ‘હાસિદ’ તેમનું તખલ્લુસ છે. આઝાદી બાદ તેઓ ભારત આવ્યા અને અમદાવાદમાં સ્થાયી થયા. શાળાના અભ્યાસ પછી પોસ્ટ અને…

વધુ વાંચો >

હીરાનંદાણી પોપટી રામચંદ (કુમારી)

હીરાનંદાણી, પોપટી રામચંદ (કુમારી) [જ. 17 સપ્ટેમ્બર 1924, હૈદરાબાદ, સિંધ (હાલ પાકિસ્તાનમાં); અ. 17 ડિસેમ્બર 2005, મુંબઈ] : સિંધી સાહિત્યનાં નીડર લેખિકા. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવેલી. તેઓ કે. સી. કૉલેજ, મુંબઈમાંથી સિંધી વિભાગનાં વડાં તરીકે સેવાનિવૃત્ત થયાં હતાં. 12 વર્ષની વયે તેમના પિતાનું અવસાન થતાં નબળી આર્થિક…

વધુ વાંચો >