જયંતિ વિ. ભટ્ટ

સેન્ટ્રલ ડિઝાઇન ઑર્ગેનાઇઝેશન ગાંધીનગર (મધ્યસ્થ આલેખન તંત્ર – C.D.O.)

સેન્ટ્રલ ડિઝાઇન ઑર્ગેનાઇઝેશન, ગાંધીનગર (મધ્યસ્થ આલેખન તંત્ર – C.D.O.) : મોટી અને મધ્યમ કક્ષા(કદ)ની બહુહેતુક જળસંપત્તિ યોજનાઓના બાંધકામમાં યોજના-અહેવાલ, વિગતવાર નકશા અને આલેખન (ડિઝાઇન) તૈયાર કરતી તેમજ તેને આખરી સ્વરૂપ આપવાને લગતી કામગીરી કરતી સંસ્થા. આ સંસ્થા ગાંધીનગર ખાતે આવેલી છે. બહુહેતુક યોજનાઓનું બાંધકામ અને જાળવણીની કામગીરી સંભાળતા ક્ષેત્રીય અધિકારીઓ…

વધુ વાંચો >

સૅલિનિટી ઇન્ગ્રેસ પ્રિવેન્શન સર્કલ (ક્ષારતા-પ્રવેશ નિવારણ વર્તુળ)

સૅલિનિટી ઇન્ગ્રેસ પ્રિવેન્શન સર્કલ (ક્ષારતા–પ્રવેશ નિવારણ વર્તુળ) : દરિયાકાંઠા નજીકની ભૂમિમાં પ્રવેશતી ક્ષારતા-નિવારણની કામગીરી સંભાળતું વર્તુળ. 1976 અને 1978માં ગુજરાત સરકારે નીમેલ બે ઉચ્ચસ્તરીય સમિતિઓની ભલામણોને આધારે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ભૂગર્ભજળમાં અને ભૂમિમાં થતો ક્ષારપ્રવેશ અટકાવવા તેમજ કાંઠાની ક્ષારગ્રસ્ત જમીનોના વિકાસ કે તેની સુધારણા માટેની ‘ક્ષારપ્રવેશ-નિવારણ યોજના’ અખત્યાર કરેલી.…

વધુ વાંચો >