છોટાલાલ છગનલાલ ત્રિવેદી

અનૌરસતા અને અનૌરસ સંતાન

અનૌરસતા અને અનૌરસ સંતાન : લગ્નેતર સંબંધ દ્વારા સ્ત્રી-પુરુષના દેહસંબંધથી જન્મતાં સંતાન. બધા જ સમાજ/સમુદાયોમાં માન્ય ધોરણો કે કાયદા પ્રમાણે પુરુષ અને સ્ત્રી લગ્ન બાદ સંતાનોને જન્મ આપે તે સંતાનો જ ઔરસતા કે કાયદેસરતા ધરાવે છે. પુરુષ-સ્ત્રીનાં આ સિવાયનાં ગેરકાયદેસર મનાતા દેહસંબંધ દ્વારા પેદા થતાં સંતાનને સમાજ માન્યતા અને કાયદેસરતા…

વધુ વાંચો >

અપહરણ

અપહરણ : ભારતીય ફોજદારી ધારા મુજબ થતો એક ગુનો. ક. 359 મુજબ અપહરણના બે પ્રકાર છે : (1) ભારતમાંથી અપહરણ અને (2) કાયદેસરના વાલીપણામાંથી અપહરણ. ક. 360 મુજબ જો કોઈ માણસ બીજા માણસને તેની સંમતિ વગર અથવા તેની વતી કાયદેસર રીતે અધિકૃત માણસની સંમતિ વગર ભારતની સરહદોની બહાર લઈ જાય…

વધુ વાંચો >

અવકાશ સંબંધી કાયદો

અવકાશ સંબંધી કાયદો : બાહ્યાવકાશમાંની પ્રવૃત્તિનું નિયમન કરતો આંતરરાષ્ટ્રીય કાયદો. આ પ્રકારના કાયદાનો પ્રારંભ વીસમી સદીની શરૂઆતમાં થયો. પ્રથમ વિશ્વયુદ્ધ (1914-1918) પહેલાં રાજ્યોનું પ્રાદેશિક સાર્વભૌમત્વ આકાશથી પાતાળ સુધી ગણાતું. આ સિદ્ધાંત 1919ના પૅરિસ સંધિનામામાં સ્વીકારાયો હતો; જોકે કેટલાંક રાજ્યો તેમાં સંમત નહોતાં. વિમાનવ્યવહારની બાબતમાં 1944માં શિકાગોમાં ‘બે સ્વાતંત્ર્યો’નાં તથા ‘પાંચ…

વધુ વાંચો >

આઇક્માન ખટલો

આઇક્માન ખટલો : જર્મન સરમુખત્યાર હિટલરના એક અમલદાર સામે ચાલેલો ખટલો. આઇક્માને હિટલરના આદેશથી સેંકડો યહૂદીઓને મારી નાખ્યા હતા. બીજા વિશ્વયુદ્ધ પછી વિજેતા સાથી રાજ્યોએ ન્યૂરેમ્બર્ગ અને ટોકિયોમાં માનવજાત વિરુદ્ધના આવા ગુનાઓ માટે યુદ્ધખોરો પર ખટલા ચલાવ્યા હતા, પરંતુ આઇક્માન આર્જેન્ટીનામાં સંતાઈ ગયો હતો, તેથી તે વખતે તે બચી ગયો…

વધુ વાંચો >

આપઘાત

આપઘાત : ઇરાદાપૂર્વક પોતાના જીવનનો અંત લાવવાની ક્રિયા અથવા સ્વયં અકુદરતી રીતે વહોરેલું મૃત્યુ. આપઘાત એ વ્યક્તિગત અને સામાજિક ગુનો બને છે. ભારત સંવિધાનનો આ એકમાત્ર એવો ગુનો છે કે જેની અપૂર્ણતા સજાને પાત્ર છે. આપઘાત કરાવવો અથવા કરવા પ્રેરવું તે પણ ફોજદારી ગુનો છે. બળી મરવું, ઝેર પીવું, ડૂબી…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય અપરાધો

આંતરરાષ્ટ્રીય અપરાધો : જગતનાં તમામ રાષ્ટ્રોની કે માનવજાતની વિરુદ્ધના અપરાધો. ‘રક્ષણાત્મક’ સિદ્ધાંત મુજબ દરેક રાષ્ટ્રને પોતાની સલામતી વિરુદ્ધના પરદેશીએ કરેલા ગુના બાબતમાં ફોજદારી હકૂમત હોય છે. સાર્વત્રિક સિદ્ધાંત મુજબ માનવજાત વિરુદ્ધના ગુનેગારોને પકડવા તેમજ સજા કરવાનો દરેક રાજ્યને અધિકાર છે. માનવજાત વિરુદ્ધનો પ્રથમ પંક્તિનો અપરાધ ‘આક્રમક યુદ્ધ’ છે. 1928ના ‘કેલોગ-બીઆન્ડ…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય કરારો

આંતરરાષ્ટ્રીય કરારો : સાર્વભૌમ રાજ્યો વચ્ચેના કરારો. તે સંધિની વ્યાખ્યામાં આવે છે અને એવા કરારોને આંતરરાષ્ટ્રીય કાયદો લાગુ પડે છે; પરંતુ જ્યારે એક પક્ષકાર રાજ્ય હોય અને બીજો પક્ષકાર કોઈ પરદેશી વ્યક્તિ, સંસ્થા કે પેઢી હોય ત્યારે જાહેર આંતરરાષ્ટ્રીય કાયદાના કેટલાક નિયમો તથા ખાનગી આંતરરાષ્ટ્રીય કાયદાના નિયમો લાગુ પડે છે.…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય કાયદાપંચ

આંતરરાષ્ટ્રીય કાયદાપંચ : આંતરરાષ્ટ્રીય કાયદાનાં ક્રમિક વિકાસ અને સંહિતાકરણ માટે ભલામણ કરતું પંચ. 1947ના નવેમ્બરમાં ‘સંયુક્ત રાષ્ટ્રો’ની સામાન્ય સભાએ તેની સ્થાપના કરી હતી. તેમાં 15 સભ્યો નિયુક્ત થયા હતા. પંચનું કાર્યક્ષેત્ર (codification) આંતરરાષ્ટ્રીય કાયદાના ક્રમિક વિકાસ તથા સંહિતાકરણ માટે ભલામણો કરવાનું છે. સંયુક્ત રાષ્ટ્રની પ્રથમ ‘સામાન્ય સભા’એ પંચને નાઝી યુદ્ધ-ગુનેગારો…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય કાયદાશાસ્ત્રીઓનું પંચ

આંતરરાષ્ટ્રીય કાયદાશાસ્ત્રીઓનું પંચ :  સંયુક્ત રાષ્ટ્ર સંઘે (UN) 1952માં માનવહક્કો અંગે ભલામણ કરવા સ્થાપેલું પંચ. આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે મુખ્યત્વે સાર્વભૌમ રાજ્યો જ આંતરરાષ્ટ્રીય કાયદાના વિષયો ગણાય છે. વ્યક્તિઓ કે લઘુમતી જૂથો પોતાને થયેલા અન્યાય બાબતમાં આંતરરાષ્ટ્રીય અદાલત કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આગળ સીધી ફરિયાદ કરી શકતાં નથી, પરંતુ કોઈ રાજ્ય કે…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય કાયદો

આંતરરાષ્ટ્રીય કાયદો : સાર્વભૌમ રાજ્યો પરસ્પરના સંબંધોમાં પાળવા બંધાયેલા હોય એવા આચરણના સિદ્ધાંતો અને નિયમોનો સમૂહ. તેમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પરસ્પરના સંબંધો તેમજ તેમનાં રાજ્યો તથા વ્યક્તિઓ સાથેના સંબંધો અને આંતરરાષ્ટ્રીય સંબંધ ધરાવતી વ્યક્તિઓ તથા રાજ્યવિહીન એકમોને લગતા નિયમોનો સમાવેશ થાય છે. આજે તેમાં બહુરાષ્ટ્રીય નિગમો, રાજકીય પક્ષો, દબાવકર્તા જૂથો, આંતરરાષ્ટ્રીય…

વધુ વાંચો >