ચેતના માંડવિયા

આનુવર્તિક હલનચલન

આનુવર્તિક હલનચલન (tropic movements) : વળાંક કે વક્રતા (curvature) રૂપે થતું વનસ્પતિઓનું હલનચલન. વળાંક અસમાન વૃદ્ધિ કે પર્યાવરણીય કારકોની અસર નીચે થાય છે. તે ગુરુત્વાનુવર્તી (geotropic) ગુરુત્વાકર્ષણને લીધે, પ્રકાશાનુવર્તી (phototropic) આપાત (incident) પ્રકાશના પ્રમાણ અને પ્રકારને લીધે, ભૌતિક સંપર્કો – સ્પર્શાનુવર્તની (thigmotropic) અને રાસાયણિક પદાર્થોને કારણે અંગોમાં થતા સ્થાન અને…

વધુ વાંચો >

આશૂનતા

આશૂનતા (Turgidity) : કોષની સંપૂર્ણ વિસ્તરેલી (ફૂલેલી) અવસ્થા. સામાન્ય રીતે વનસ્પતિકોષનાં દ્રવ્યો ઉપર થતું દબાણ મુખ્યત્વે કોષદીવાલના તનન-સામર્થ્ય (tensile strength) અને સ્થિતિસ્થાપક (elastic) તાણ(stretch)ને લીધે હોય છે. દીવાલના અંદરની દિશામાં થતા દબાણને પરિણામે રસધાનીમાં, દ્રવસ્થૈતિક (hydrostatic) દાબ ઉત્પન્ન થાય છે. આ દાબને આશૂનતા-દાબ (turgor-pressure) કહે છે. તે કોષનાં દ્રવ્યો દ્વારા…

વધુ વાંચો >

ક્ષારતાણ

ક્ષારતાણ : મૃદા(soil)માં ક્ષારોના થતા વધુ પડતા જમાવને કારણે વનસ્પતિઓમાં ઉદભવતી દેહધાર્મિક તનાવ સ્થિતિ. સોડિયમ (Na+)ની વધુ પડતી સાંદ્રતાને સોડિયમતા (sodicity) અને કુલ ક્ષારોની ઊંચી સાંદ્રતાને ક્ષારતા (salinity) કહે છે. સોડિયમયુક્ત મૃદામાં સોડિયમની ઊંચી સાંદ્રતા વનસ્પતિને ઈજા પહોંચાડે છે; એટલું જ નહિ, પરંતુ છિદ્રાળુતા અને પાણીની પારગમ્યતા ઘટાડી મૃદાના ગઠનની…

વધુ વાંચો >