ચંદ્રકાન્ત મહેતા

લોચન (14મી-15મી સદી)

લોચન (14મી-15મી સદી) : ઉત્તર હિંદુસ્તાની સંગીતના શાસ્ત્રકાર. વતન બિહારનું મુજફ્ફરપુર. તેમનો જીવનકાળ ચૌદમી સદીનાં અંતિમ તથા પંદરમી સદીનાં પ્રારંભનાં વર્ષો ગણવામાં આવે છે. તેમના જીવનકાળ દરમિયાન ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની પદ્ધતિઓમાં ઝડપભેર ફેરફાર થઈ રહ્યા હતા, જેનો પૂરેપૂરો ઉપયોગ કરી તેમણે બે ગ્રંથો તૈયાર કર્યા – ‘રાગસર્વસંગ્રહ’ તથા ‘રાગ-તરંગિણી’.…

વધુ વાંચો >