ચંદ્રકાન્ત કેશવલાલ ત્રિવેદી

દીવા

દીવા (lamps) : હજારો વર્ષ પૂર્વે જ્યારે સૂર્ય કે ચંદ્રના પ્રકાશનો અન્ય કોઈ વિકલ્પ ન હતો ત્યારે તે પ્રકાશ દરમિયાન મનુષ્યો દિવસે કે રાત્રે વિવિધ કાર્ય કરી શકતા હતા, પરંતુ સૂર્યાસ્ત થતાં કે રાત્રિના અંધકાર દરમિયાન અંધકાર છવાય ત્યારે તેમનાં સમગ્ર કાર્ય બંધ થઈ જતાં. જૂના ઇતિહાસના આધારે સંશોધન દ્વારા…

વધુ વાંચો >

દ્વિવક્રીભવન

દ્વિવક્રીભવન (double refraction અથવા birefringence) : કેટલાક કુદરતી સ્ફટિકો દ્વારા પ્રદર્શિત થતી  એક આપાતકિરણને બે વક્રીભૂત કિરણોમાં ફેરવવાની પ્રકાશીય ઘટના. કુદરતી ખનિજોના પ્રકાશીય ગુણધર્મો પ્રમાણે સાવર્તિક (એકવક્રીભવનાંકી) (singly refracting) અને અસાવર્તિક (દ્વિવક્રીભવનાંકી, doubly refracting)  એ પ્રમાણે બે પ્રકાર પડે છે. દ્વિવક્રીભવનકારી માધ્યમને વિષમ દિગ્ધર્મી (anisotropic) માધ્યમ કહે છે. પ્રકાશ લંબગત…

વધુ વાંચો >

ધારિતા

ધારિતા (capacitance) : વિદ્યુતભારિત સુવાહક ઉપર વધુ પ્રમાણમાં વિદ્યુતભાર સંગ્રહી શકાય તે માટેની એક યોજના. આ યોજના અલગ અલગ રીતે કરી શકાય છે. એકબીજાની નજીક યાચ્છિક રીતે (at random) ગોઠવેલા તથા અલગ કરેલા યાચ્છિક આકાર અને કદવાળા બે સુવાહકના તંત્રને વિદ્યુતસંગ્રાહક (condenser કે capacitor) કહે છે. વિદ્યુતભાર Q, તથા તેને…

વધુ વાંચો >

ધ્રુવીકરણ

ધ્રુવીકરણ (વૈદ્યુત) (polarisation-electric) : પરાવૈદ્યુત (અવાહક) (dielectric) પદાર્થના દ્વિધ્રુવની વિદ્યુતક્ષેત્રને સમાંતર બનવાની ઘટના. માઇકલ ફૅરેડેએ પ્રાયોગિક રીતે સિદ્ધ કર્યું કે સમાંતર પ્લેટ-સંગ્રાહકની બે પ્લેટ વચ્ચેના અવકાશમાં જ્યારે પરાવૈદ્યુત પદાર્થ મૂકવામાં આવે છે ત્યારે તેના વિદ્યુત-ધ્રુવીકરણને કારણે સંગ્રાહકની ધારિતામાં ઘણો વધારો થાય છે. સુવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રૉન હોવાને કારણે વિદ્યુતક્ષેત્રની હાજરીમાં વિદ્યુતપ્રવાહવહનની…

વધુ વાંચો >

નિકોલ પ્રિઝમ

નિકોલ પ્રિઝમ : કૅલ્શાઈટ(CaCo3)ના દ્વિવક્રીકારક સ્ફટિકમાં ઉદ્ભવતાં બે વક્રીભૂત તથા ધ્રુવીભૂત કિરણોમાંથી 1 સામાન્ય અને 2 અસામાન્ય કિરણમાંથી, સામાન્ય કિરણનો લોપ કરીને તૈયાર કરવામાં આવતો એક વિશિષ્ટ પ્રકારનો સ્ફટિક. આને માટેની રીતનું સૂચન વિલિયમ નિકોલ નામના વૈજ્ઞાનિકે 1828માં કર્યું હતું; તેથી સુધારા-વધારા સાથેના આવા વિશિષ્ટ સ્ફટિકને, તેના નામ ઉપરથી, નિકોલ…

વધુ વાંચો >

પરાવર્તક (reflector) પરાવર્તન (reflection)

પરાવર્તક (reflector), પરાવર્તન (reflection) : પ્રકાશ, ઉષ્મા અને ધ્વનિના તરંગો અથવા રેડિયોતરંગોને પરાવર્તિત કરતું ઉપકરણ. પરાવર્તન એ કોઈ માધ્યમમાં પ્રસરતા તરંગો કોઈ સમતલ ચકચકિત કે ખરબચડી સપાટી અથવા અંતર્ગોળ, બહિર્ગોળ કે પરવલયાકાર સપાટી પાસે પહોંચે ત્યારે તે સપાટી વડે તે જ માધ્યમમાં તેમના પાછા ફેંકાવાની ઘટના છે. મનુષ્ય, પશુ, પક્ષી…

વધુ વાંચો >

પાઉલીનો અપવર્જનનો નિયમ (Pauli’s exclusion principle)

પાઉલીનો અપવર્જનનો નિયમ (Pauli’s exclusion principle) : ‘એક જ ક્વૉન્ટમ-અવસ્થા(state)માં બે ઇલેક્ટ્રૉન અસ્તિત્વ ધરાવી શકે નહિ’, – એવું દર્શાવતો પાઉલી નામના વિજ્ઞાનીએ આપેલો નિયમ. આમ પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રૉનના બધા જ ક્વૉન્ટમ-અંક (number) –  n, l, ml અને ms – એકસરખા હોઈ શકે નહિ. અર્થાત્ કોઈ પણ બે ઇલેક્ટ્રૉન…

વધુ વાંચો >

પોલરીમીટર

પોલરીમીટર : કોઈ એક માધ્યમ દ્વારા તેની ઉપર આપાત થતા તલધ્રુવીભૂત (plane polarized) પ્રકાશના ધ્રુવીભવન-તલનો પરિભ્રમણ કોણ માપવા માટેનું સાધન. ઈ. સ. 1815માં બાયોટ નામના વૈજ્ઞાનિકે પ્રાયોગિક રીતે દર્શાવ્યું કે ક્વાર્ટ્ઝ સ્ફટિક જેવા માધ્યમમાંથી તલધ્રુવીભૂત પ્રકાશનું કિરણ દૃક્-અક્ષની દિશામાં પસાર કરતાં માધ્યમમાં તેના કંપનતલ તેમજ ધ્રુવીભવન-તલનું પરિભ્રમણ થાય છે. આ…

વધુ વાંચો >