ઘોષ ગિરીશચંદ્ર
ઘોષ, ગિરીશચંદ્ર
ઘોષ, ગિરીશચંદ્ર (જ. 28 ફેબ્રુઆરી 1844, કૉલકાતા; અ. 8 ફેબ્રુઆરી 1912, કૉલકાતા) : બંગાળી રંગભૂમિના ભીષ્મ પિતામહ. નટ, નાટ્યકાર, નાટ્યકંપની-પ્રબંધક, નાટ્યશિક્ષક અને કૉલકાતાના વ્યાવસાયિક રંગમંચના પાયાના ઘડવૈયા. બંગાળી રંગભૂમિને રાજાઓ તથા ધનકુબેરોના આધિપત્યમાંથી મુક્ત કરીને લોકાભિમુખ કરવામાં તેમનો અમૂલ્ય ફાળો છે. મૂળભૂતપણે નટ; પરંતુ જ્યારે તેમના જમાનાના અગ્રગણ્ય નાટ્યકારો દીનબંધુ…
વધુ વાંચો >