ગ્રંથાલયશાસ્ત્ર
અમેરિકન લાઇબ્રેરી ઍસોસિયેશન American Library Association (ALA)
અમેરિકન લાઇબ્રેરી ઍસોસિયેશન American Library Association (ALA) : અમેરિકન લાઇબ્રેરી ઍસોસિયેશન એ સમગ્ર વિશ્વના ગ્રંથાલય-જગતને નેતૃત્વ પૂરું પાડતું સૌથી જૂનું ઍસોસિયેશન છે. તેની સ્થાપના 6 ઑક્ટોબર, 1876ના રોજ ફિલાડેલ્ફિયામાં થઈ હતી. આ ઍસોસિયેશનની સ્થાપનામાં જસ્ટિન વિન્સર, ચાર્લ્સ એમી કટર, મેલ્વિલ ડ્યૂઈ, વિલિયમ ફ્રેડરિક પુલે વગેરેનો મહત્વનો ફાળો છે. આ ઍસોસિયેશનનો…
વધુ વાંચો >ઇન્ફ્લિબનેટ INFLIBNET (Information and Library Network)
ઇન્ફ્લિબનેટ INFLIBNET (Information and Library Network) ઇન્ફ્લિબનેટ એ યુજીસી, ન્યૂદિલ્હી(શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર)નું એક સ્વાયત્ત ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર (IUC) છે. યુજીસીએ માર્ચ, 1991માં ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી ઍન્ડ એસ્ટ્રોફિઝિક્સ (IUCAA) નીચે આ યોજના શરૂ કરી હતી. જે જૂન, 1996માં એક સ્વતંત્ર ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર તરીકે અસ્તિત્વમાં આવી. માહિતીનો વધુમાં વધુ ઉપયોગ…
વધુ વાંચો >ઇમ્પીરિયલ લાઇબ્રેરી, કૉલકાતા
ઇમ્પીરિયલ લાઇબ્રેરી, કૉલકાતા : ગ્રંથાલયની સ્થાપના 1891માં બ્રિટિશ સરકારે કરી હતી. એ સમયે કૉલકાતા ભારતની રાજધાની હતી. ભારતના વાઇસરૉય લૉર્ડ કર્ઝન આ ગ્રંથાલયના સ્થાપક હતા. અંગ્રેજીમાં લખાયેલા ઉત્તમ યુરોપિયન વિચારોને સંગ્રહસ્થ કરવાની કલ્પના સાથે આ ગ્રંથાલયનો આવિર્ભાવ થયો હતો. ગૅઝેટિયર ઑવ્ ઇન્ડિયામાં આ ગ્રંથાલયના હેતુઓની નોંધ લેવામાં આવી હતી. એ…
વધુ વાંચો >ઍલેક્ઝાંડ્રિયાનું ગ્રંથાલય
ઍલેક્ઝાંડ્રિયાનું ગ્રંથાલય, ઇજિપ્ત : પ્રાચીન વિશ્વનાં ગ્રંથાલયોમાં સૌથી જાણીતું થયેલું ઇજિપ્તના ઍલેક્ઝાંડ્રિયા બંદરનું ગ્રંથાલય. ઈ. પૂ. ત્રીજી સદીમાં તેની ભવ્ય પરંપરાનો આરંભ થયો. ઇજિપ્તના ગ્રીક રાજાઓના ટૉલેમી વંશે તેની સ્થાપના કરી અને દીર્ઘ કાળ સુધી તેની જાળવણી કરી. પ્રારંભિક આયોજન ડિમિટ્રિયસ ફેલેરિયસે કર્યું. તેનો ઍથેન્સના ગ્રંથાલયનો અનુભવ તેને કામ આવ્યો.…
વધુ વાંચો >કટર ચાર્લ્સ અમી
કટર, ચાર્લ્સ અમી (જ. 14 માર્ચ 1837, બોસ્ટન; અ. 6 સપ્ટેમ્બર 1903, ન્યૂ હેમ્પશાયર) : પ્રસિદ્ધ અમેરિકન ગ્રંથાલયશાસ્ત્રી. તેમનું નામ તેમની વિસ્તારશીલ વર્ગીકરણ (expansive classification) પદ્ધતિની શોધને લીધે ગ્રંથાલયશાસ્ત્રીઓમાં સૌથી અગ્રિમ હરોળમાં છે. વેસ્ટ કેમ્બ્રિજમાં, મેસેચૂસેટસ ખાતે તેઓ તેમના દાદા અને ત્રણ ફોઈઓ સાથે રહ્યા હતા. તેઓ ચુસ્ત ધાર્મિક વાતાવરણમાં…
વધુ વાંચો >ખુદાબક્ષ ઑરિયેન્ટલ પબ્લિક લાઇબ્રેરી
ખુદાબક્ષ ઑરિયેન્ટલ પબ્લિક લાઇબ્રેરી : ઇસ્લામી સંસ્કૃતિને લગતી હસ્તપ્રતો તથા આ અંગે છપાયેલાં પુસ્તકોનો મોટો સંગ્રહ ધરાવતું પટણામાં આવેલું પુસ્તકાલય. અરબી અને ફારસીના જ્ઞાતા ખુદાબક્ષે આ પુસ્તકાલય સ્થાપ્યું હોવાથી તે ‘ખુદાબક્ષ ઑરિયેન્ટલ પબ્લિક લાઇબ્રેરી’ તરીકે જાણીતું થયું છે. આ પુસ્તકાલયનો પ્રારંભ ખુદાબક્ષના પિતાની 1,400 અરબી, ફારસી વગેરે હસ્તપ્રતોના સંગ્રહથી થયો…
વધુ વાંચો >ગ્રંથાલય
ગ્રંથાલય લિખિત-મુદ્રિત ગ્રંથોના સંગ્રહ અને વિતરણની વ્યવસ્થા ધરાવતી સંસ્થા. સમાજનો વિકાસ વ્યક્તિગત જ્ઞાનને સમષ્ટિગત કરવાના વ્યવહાર અને વિનિમય પર આધારિત છે. જ્ઞાનના વ્યવહાર અને વિનિમય માટેનું મુખ્ય સાધન વાણી છે. તેના ઉપયોગથી તૈયાર થયેલાં સાધનો વર્તમાનયુગમાં અનેક છે. એમાં ‘ગ્રંથ’ મુખ્ય અને અસરકારક સાધન છે, જેમાં જ્ઞાન વિવિધ રૂપે નિહિત…
વધુ વાંચો >ગ્રંથાલયની શાસ્ત્રીય સેવાઓ
ગ્રંથાલયની શાસ્ત્રીય સેવાઓ વાચનસામગ્રીના ઉપયોગ માટે ગ્રંથાલય દ્વારા આયોજિત થતી બધી પ્રક્રિયાઓ અને પ્રવૃત્તિઓ. ગ્રંથાલય માટે વાચનસામગ્રી મેળવવી; કાર્યક્ષમ અને વ્યવસ્થિત ગોઠવણી માટેની નોંધણી, વર્ગીકરણ, સૂચીકરણ અને ગ્રંથસંસ્કાર જેવી પ્રક્રિયાઓ કરવી એને ગ્રંથાલયશાસ્ત્રની શાસ્ત્રીય સેવાઓ તરીકે ઓળખવામાં આવે છે. વાચન, અધ્યયન, માહિતી અને જ્ઞાન પ્રાપ્ત કરવાના કેન્દ્ર તરીકે ગ્રંથાલયો ઘણા…
વધુ વાંચો >ડ્યૂઈ, મેલ્વિલ
ડ્યૂઈ, મેલ્વિલ (જ. 10 ડિસેમ્બર 1851, ઍડમ્સ સેન્ટર, ન્યૂયૉર્ક; અ. 26 ડિસેમ્બર 1931, લેક પ્લૅસિડ, ફ્લૉરિડા) : ગ્રંથાલયો માટે દશાંશ વર્ગીકરણ પદ્ધતિના શોધક. ઍમહર્સ્ટ કૉલેજમાંથી 1874માં સ્નાતક થયા પછી ત્યાં 1874–1877 સુધી નાયબ ગ્રંથપાલ તરીકે કામ કર્યું. 1877માં બૉસ્ટન જઈ ગ્રંથાલયને લગતું માસિક ‘લાઇબ્રેરી જર્નલ’ શરૂ કરી તેનું તંત્રીપદ સંભાળ્યું.…
વધુ વાંચો >