કૌંડ ભટ્ટ (કોંડ ભટ્ટ)
કૌંડ ભટ્ટ (કોંડ ભટ્ટ)
કૌંડ ભટ્ટ (કોંડ ભટ્ટ) (જ. 1494; અ. 1574) : સંસ્કૃત વ્યાકરણ-ટીકાકાર. તે સારસ્વત કુળના કાશીનિવાસી બ્રાહ્મણ હતા. તેમના પિતા રંગોજી ભટ્ટ હતા. ‘સિદ્ધાંતકૌમુદી’ના વિશ્વવિખ્યાત રચયિતા વૈયાકરણ ભટ્ટોજી દીક્ષિત તેમના કાકા થતા હતા. તેમણે શેષકૃષ્ણના પુત્ર શેષવીરેશ્વર (સર્વેશ્વર) પાસે વ્યાકરણનું સઘન અધ્યયન કર્યું હતું. ભટ્ટોજી દીક્ષિતના ‘વૈયાકરણસિદ્ધાંતકારિકા’ (72 કારિકા) નામના લઘુગ્રંથ…
વધુ વાંચો >