કીર્તિ મ. પટેલ

અસ્થિછિદ્રલતા

અસ્થિછિદ્રલતા (osteoporosis) : હાડકાના દળ(mass)માં થતા ઘટાડાનો રોગ. ચયાપચયી (metabolic) વિકારોને કારણે આવી અસ્થિઅલ્પતા (osteopaenia) થાય છે. અસ્થિ ગળી ગયા પછી બાકી રહેલું હાડકાંનું દળ સામાન્ય બંધારણવાળું હોય છે, એટલે કે, તેના કૅલ્શિયમ અને અસ્થિદ્રવ્ય(osteoid)નું પ્રમાણ (ratio) સામાન્ય (normal) હોય છે. અસ્થિમૃદુતા (osteomalacia) અથવા સુકતાન (rickets) નામના એક અન્ય ચયાપચયી…

વધુ વાંચો >

અસ્થિમૃદુતા

અસ્થિમૃદુતા (osteomalacia) : કૅલ્શિયમ અથવા વિટામિન-‘ડી’ની ઊણપથી પુખ્તવયે હાડકાનું પોચું પડી જવું તે. ચયાપચયી (metabolic) વિકારને કારણે કૅલ્શિયમયુક્ત હાડકામાંથી કૅલ્શિયમ સતત ઘટતું રહે છે. તેને સ્થાને અસ્થિદ્રવ્ય (osteoid) જમા થતું રહે છે. બાળકોમાં થતા આવા જ અસ્થિ અને કાસ્થિ(cartilage)ના વિકારને સુકતાન (rickets) કહે છે. અસ્થિમૃદુતાવાળા કરોડ-સ્તંભ(મેરુદંડ)ના મણકા, નિતંબ તથા પગનાં…

વધુ વાંચો >

ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ

ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ : ભારતની તબીબી શિક્ષણ અને વ્યવસાયની કક્ષા અને નીતિમત્તાનાં ધોરણો નક્કી કરતી, તેનું નિરીક્ષણ કરતી તથા માન્ય તબીબી ઉપાધિઓ અને તબીબોની નોંધણી કરતી સંસ્થા. અગાઉ સન 1933માં ઘડાયેલા કાયદાથી તે 1934માં અસ્તિત્વમાં આવી અને 30મી ડિસેમ્બર, 1956થી કાયદા દ્વારા પુન: સંઘટિત થઈ છે. તેનું કાર્યક્ષેત્ર જમ્મુ અને…

વધુ વાંચો >