કિરીટ ભાવસાર

ગ્રંથાલયની શાસ્ત્રીય સેવાઓ

ગ્રંથાલયની શાસ્ત્રીય સેવાઓ વાચનસામગ્રીના ઉપયોગ માટે ગ્રંથાલય દ્વારા આયોજિત થતી બધી પ્રક્રિયાઓ અને પ્રવૃત્તિઓ. ગ્રંથાલય માટે વાચનસામગ્રી મેળવવી; કાર્યક્ષમ અને વ્યવસ્થિત ગોઠવણી માટેની નોંધણી, વર્ગીકરણ, સૂચીકરણ અને ગ્રંથસંસ્કાર જેવી પ્રક્રિયાઓ કરવી એને ગ્રંથાલયશાસ્ત્રની શાસ્ત્રીય સેવાઓ તરીકે ઓળખવામાં આવે છે. વાચન, અધ્યયન, માહિતી અને જ્ઞાન પ્રાપ્ત કરવાના કેન્દ્ર તરીકે ગ્રંથાલયો ઘણા…

વધુ વાંચો >

બિબ્લિયોતેક નાસિયોનાલ

બિબ્લિયોતેક નાસિયોનાલ (આશરે ઈ. 1367) : ફ્રાંસનું રાષ્ટ્રીય ગ્રંથાલય. વિશ્વનું સૌથી પ્રાચીન ગ્રંથાલયોમાંનું એક. આ ગ્રંથાલયની સ્થાપના ચાર્લ્સ પાંચમાના શાસનકાળ (1340–1380) દરમિયાન 1,200 હસ્તપ્રતોથી રાજમહેલમાં રૉયલ લાઇબ્રેરીની સ્થાપના સમયે 1367ના અરસામાં થયેલી. ફ્રાંસના ઘણાખરા રાજવીઓ અંગત રસથી રજવાડી ગ્રંથાલયો ઊભા કરતા હતા. આ ગ્રંથાલયોમાં ગ્રીક ભાષા અને સાહિત્યનો, તેમજ પૌરસ્ત્ય…

વધુ વાંચો >

બ્રિટિશ લાઇબ્રેરી

બ્રિટિશ લાઇબ્રેરી : વિશ્વનાં ગ્રંથાલયોમાં નોંધપાત્ર ગણાતું બ્રિટનનું ગ્રંથાલય. બ્રિટિશ લાઇબ્રેરી ઍક્ટ (1972) અનુસાર 1 જુલાઈ 1973થી બ્રિટિશ મ્યુઝિયમ અને બ્રિટિશ લાઇબ્રેરી એમ બે ભિન્ન સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. 1973માં બ્રિટિશ લાઇબ્રેરીની સ્થાપના થઈ; જેને કારણે યુ.કે.માં રાષ્ટ્રીય ગ્રંથાલય તેમજ ગ્રંથાલય અને માહિતીનું માળખું રચાયું. બ્રિટિશ મ્યુઝિયમ લાઇબ્રેરીના ગ્રંથસંગ્રહ સાથે નૅશનલ…

વધુ વાંચો >

મોન્તેત, પિયેરે

મોન્તેત, પિયેરે (Montet, Pierre) (જ. 27 જૂન,1885, વીલ ફ્રાન્સ-સુર-સોન; અ. 19 જૂન 1966) : ફ્રેંચ પુરાતત્વવિદ. યુનિવર્સિટી ઑવ્ સ્ટ્રૅસબર્ગ ખાતે ઇજિપ્તવિદ્યાના પ્રાધ્યાપક તરીકે ઈ. સ. 1919–1948 સુધી અને ત્યારબાદ પૅરિસની ‘કૉલેજ દ ફ્રાન્સિસ’માં 1948–1956 સુધી કાર્યભાર સંભાળ્યો. આ સમયગાળામાં 1921–1924માં સૌપ્રથમ પદ્ધતિસરનું ઉત્ખનનકાર્ય બિબ્લોસ (અર્વાચીન જુબયાલ, લેબેનોન) ખાતે કર્યું. આ…

વધુ વાંચો >

મૉર્ગન, જેક્વિસ જીન મરી દ

મૉર્ગન, જેક્વિસ જીન મરી દ (જ. 3 જૂન, 1857; અ. 14 જૂન, 1924) : ફ્રેન્ચ પુરાતત્વવિદ. તેઓ ફ્રાન્સના પુરાતત્વવિભાગમાં 1892થી ડિરેક્ટર જનરલ તરીકે જોડાયેલા. તેમણે પુરાતત્વ વિભાગના વડા તરીકે ઇજિપ્તમાં નાઇલ નદીના પટમાં કર્નાક અને ઓઝમોસ ખાતે ઉત્ખનન કરીને પુરાવશેષોની શોધ કરી હતી. તેમણે પુશ્ત-ઇ-કુહ (Pusht-i-kuh) વિસ્તાર અને મેસોપોટેમિયામાં ફરીફરીને…

વધુ વાંચો >

યંગ, ટૉમસ

યંગ, ટૉમસ (જ. 13 જૂન 1773, મિલ્વરટન [સમરસેક્સ]; અ. 10 મે 1829, લંડન) : અંગ્રેજ વૈજ્ઞાનિક, ભૌતિકશાસ્ત્રી, વૈદકશાસ્ત્રી, દાક્તર, મિસર-વિદ્યાના પુરાતત્વવિદ, અનેક ભાષાઓના જાણકાર. તેઓ મિલ્વરટનના પ્રસિદ્ધ ક્વેકર કુટુંબમાં જન્મ્યા હતા. 14 વર્ષની નાની વયે લૅટિન, ગ્રીક, ફ્રેંચ, ઇટાલિયન, હીબ્રુ, ફારસી અને અરબી ભાષાઓ શીખ્યા હતા. ઈ. સ. 1792માં  બાર્થોલૉમ્યૂ…

વધુ વાંચો >

રાષ્ટ્રીય ગ્રંથાલય – ભારત

રાષ્ટ્રીય ગ્રંથાલય – ભારત : ભારતનું સૌથી મોટું અને વિશાળ રાષ્ટ્રીય ગ્રંથાલય. ભારત સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રાલયના સાંસ્કૃતિક વિભાગ દ્વારા એનું સંચાલન થાય છે. કોલકાતાના બેલવેડેર એસ્ટેટની 30 એકર ભૂમિમાં આવેલું આ રાષ્ટ્રીય ગ્રંથાલય મુદ્રણ અને પુસ્તક-નોંધણી અધિનિયમના કાયદા હેઠળ દેશમાં પ્રકાશિત થતી તમામ મુદ્રિત સામગ્રી પ્રાપ્ત કરવાને હકદાર…

વધુ વાંચો >

સેવ્ય-સેવાઓ (ગ્રંથાલયશાસ્ત્રની)

સેવ્ય–સેવાઓ (ગ્રંથાલયશાસ્ત્રની) : ગ્રંથાલયમાં આવતા વાચકો માટે આયોજિત થતી સેવાઓ. ગ્રંથાલયશાસ્ત્રની વિવિધ પ્રકારે અપાતી સેવાઓમાં સંદર્ભસેવા (અનુલયસેવા), આગંતુક વાચક કે ઉપયોગકર્તાને આપવામાં આવતી ગ્રંથાલય-સંસ્કાર આપવાની અને શિક્ષણની સેવાઓ, ગ્રંથ આપ-લેની અને ગ્રંથપરિક્રમણસેવાઓ, ગ્રંથાલય-વિસ્તરણ-સેવા, આંતરગ્રંથાલય ગ્રંથ-ઉદ્ધરણ-સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે. પરાપૂર્વથી આપવામાં આવતી આ સેવાઓ ગ્રંથાલયશાસ્ત્રની સેવ્ય-સેવાઓ તરીકે ઓળખાય છે. ગ્રંથાલયસેવામાં…

વધુ વાંચો >