કારેનો મારિયા ટેરિસા
કારેનો, મારિયા ટેરિસા
કારેનો, મારિયા ટેરિસા (Carreño, Maria Teresa) (જ. 22 ડિસેમ્બર 1853, કારાકાસ, વેનેઝુએલા; અ. 12 જૂન 1917, ન્યૂયૉર્ક નગર, અમેરિકા) : વિશ્વવિખ્યાત વેનેઝુએલાન પિયાનોવાદક. વેનેઝુએલામાં રાજનેતા પિતા મેન્યુઅલ ઍન્તૉનિયો કારેનોએ મારિયાને પિયાનોવાદનના પ્રારંભિક પાઠ આપ્યા. વેનેઝુએલામાં રાજકીય ક્રાંતિ થતાં કારેનો પરિવારે ભાગીને 1862માં યુ.એસ.માં રાજ્યાશ્રય લીધો અને ન્યૂયૉર્ક નગરમાં સ્થિર થયો.…
વધુ વાંચો >