કાન્તિલાલ શાહ
ઉપાયન (ઈ. સ. 1961)
ઉપાયન (ઈ. સ. 1961) : સાહિત્ય અકાદમી, દિલ્હીનો 1962નો પુરસ્કાર પ્રાપ્ત કરનાર ગ્રંથ. ગુજરાતના પ્રસિદ્ધ વિવેચક વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદીની ષષ્ટિપૂર્તિ પ્રસંગે આ ગ્રંથ પ્રગટ કરાયેલો. આ ગ્રંથ ગુજરાતના શિક્ષણ-સાહિત્ય-સંસ્કાર જગત માટે મહત્વનો સંદર્ભગ્રંથ છે. કુલ ચાર ખંડમાં વહેંચાયેલા આ ગ્રંથના પ્રથમ ખંડ ‘અનુભાવના’માં વિષ્ણુપ્રસાદનાં તાત્વિક સાહિત્યવિવેચનાનાં લખાણો ગ્રંથસ્થ કરાયાં છે.…
વધુ વાંચો >કુશળલાભ
કુશળલાભ : સોળમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા ખરતરગચ્છના જૈન સાધુકવિ. જિનચંદ્રસૂરિની પરંપરામાં ઉપાધ્યાય અભયધર્મના તે શિષ્ય હતા. આ કવિએ રચેલી રાસાત્મક કૃતિઓમાં મુખ્યત્વે 662 કડીની, દુહા અને ચોપાઈમાં લખેલી ‘માધવાનલ-કામકંદલા ચોપાઈ’ (રચના ઈ. સ. 1560) નોંધપાત્ર છે. એમાં માધવાનલ અને કામકંદલાની જાણીતી પ્રેમકથાનું નિરૂપણ છે. ગણપતિની આ જ વિષય આલેખતી કૃતિની…
વધુ વાંચો >દાવર, ફીરોઝ કાવસજી
દાવર, ફીરોઝ કાવસજી (જ. 16 નવેમ્બર 1892, અહમદનગર; અ. 3 ફેબ્રુઆરી 1978, અમદાવાદ) : જન્મે પારસી અને અંગ્રેજી વિષયના પ્રોફેસર ફીરોઝ કાવસજી દાવર ત્રણેક વિદ્યાર્થીપેઢીના વિદ્યાગુરુ, સંનિષ્ઠ શિક્ષણકાર અને એક વિરલ બહુશ્રુત સારસ્વત હતા. પ્રા. દાવરના પિતા કાવસજી જાહેર બાંધકામ વિભાગના કાબેલ હિસાબનીસ હોઈ એમને નોકરી અર્થે ગામેગામ ફરવાનું થતું.…
વધુ વાંચો >નયસુંદર
નયસુંદર (ઈ. સ.ની સોળમી સદીના ઉત્તરાર્ધથી સત્તરમી સદીનો પૂર્વાર્ધ) : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જૈન સાધુ કવિ. તેઓ વડતપગચ્છના ધનરત્નસૂરિની પરંપરામાં પંડિત ભાનુમેરુગણિના શિષ્ય હતા. એમણે ઉપાધ્યાયપદ પણ પ્રાપ્ત કર્યું હતું. નયસુંદરની રચનાઓ 1581થી 1629 સુધીનાં રચનાવર્ષો દર્શાવતી હોઈને આ કવિનો જીવનકાળ ઈશુની સોળમી સદીના ઉત્તરાર્ધથી સત્તરમી સદીના પૂર્વાર્ધ વચ્ચેનો નિશ્ચિત…
વધુ વાંચો >નલદવદંતીરાસ
નલદવદંતીરાસ (1917) : જૈન સાધુકવિ સમયસુંદરરચિત કૃતિ. છ ખંડમાં વિભક્ત આ કૃતિની આશરે એક હજાર કડીઓ છે. સમયસુંદરે તે રચવામાં ‘પાંડવચરિત્ર’ અને ‘નેમિચરિત્ર’ – એ બે ગ્રંથોનો આધાર લીધો છે અને એ બંને રચનાઓમાં મળતા કથાવસ્તુમાં કવિએ ખાસ કોઈ મહત્ત્વના ફેરફાર કર્યા નથી. સમયસુંદરની આ રચના જૈન પરંપરાની નળકથાને બરાબર…
વધુ વાંચો >નીલકંઠ, (સર) રમણભાઈ મહીપતરામ
નીલકંઠ, (સર) રમણભાઈ મહીપતરામ (જ. 13 માર્ચ 1868, અમદાવાદ; અ. 6 માર્ચ 1928, અમદાવાદ) : એક પ્રતિભાશાળી ગુજરાતી સર્જક. માતા પાર્વતીકુંવર. માતાપિતાના તેઓ ત્રીજા અને સૌથી નાના પુત્ર. સુધારક અને કેળવણીકાર પિતા મહીપતરામ નીલકંઠના સમાજસુધારો, સાહિત્યપ્રીતિ, પ્રાર્થનાસમાજી ધર્મભાવના અને કેળવણીના સંસ્કારો એમને નાનપણથી જ વારસામાં મળ્યા હતા. રમણભાઈનો પ્રાથમિક ઉછેર…
વધુ વાંચો >માતૃકા
માતૃકા : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું લઘુકાવ્યસ્વરૂપ. ‘માતૃકા’ એટલે મૂળાક્ષર–બારાખડી. આ સ્વરૂપની રચનાઓમાં ‘અ’થી માંડીને ક્રમશ: દરેક મૂળાક્ષરથી આરંભ થતાં ઉપદેશાત્મક પદ્યો આપવામાં આવે છે. ઘણુંખરું એ ચોપાઈ છંદમાં હોય છે. વર્ણમાળાના 52 અક્ષરોને સમાવતી હોઈ આવી રચનાઓ માતૃકાબાવનીના નામે પણ ઓળખાવાઈ છે. આ જ રીતે ‘ક’ વર્ણથી શરૂ થતાં ક્રમિક…
વધુ વાંચો >રાસ/રાસો
રાસ/રાસો : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મુખ્યત્વે જૈન સાધુકવિઓને હાથે ખેડાયેલો અને વિકસેલો પદ્યપ્રકાર. મૂળમાં ‘રાસ’ એક નૃત્યપ્રકાર હતો. મંદિરમાં સ્ત્રીઓ-પુરુષો તાળી કે દાંડિયાના તાલ સાથે વર્તુળાકારે ગાન-વાદન સહિત આવો રાસ રમતાં. ‘રેવંતગિરિ રાસુ’માંની ‘રંગિહિં એ રમઈ જો રાસુ’ જેવી પંક્તિ તેમજ ‘સપ્તક્ષેત્રિ રાસુ’માં ‘તાલરાસ’ અને ‘લકુટરાસ’ – એમ 2 પ્રકારના…
વધુ વાંચો >લાવણ્યસમય
લાવણ્યસમય (જ. 1465, અમદાવાદ; અ. ?) : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના એક ગણનાપાત્ર જૈન સાધુ કવિ. કવિના દાદા પાટણથી અમદાવાદ આવીને વસેલા. સંસારી નામ લઘુરાજ. નવમા વર્ષે 1473માં દીક્ષા લઈને તપગચ્છના આચાર્ય સોમસુંદરસૂરિની પરંપરામાં લક્ષ્મીસાગરસૂરિ – સમયરત્નના શિષ્ય બન્યા. એમનું સાધુનામ લાવણ્યસમય. 1499માં એમને પંડિતપદ પ્રાપ્ત થયું. સોળમે વર્ષે એમનામાં કવિત્વશક્તિની…
વધુ વાંચો >