કાન્તિલાલ ગણપતરામ જાની

અર્ધવાહક પ્રયુક્તિઓ

અર્ધવાહક પ્રયુક્તિઓ (Semiconductor devices) અર્ધવાહક દ્રવ્યોમાંથી બનાવેલ ઇલેક્ટ્રૉનિક પરિપથ(circuit)ના ઘટકો. વિવિધ પ્રકારનાં અર્ધવાહક દ્રવ્યો તથા વિવિધ પ્રક્રિયાઓ (processes) દ્વારા અનેક પ્રકારની અર્ધવાહક પ્રયુક્તિઓ શક્ય છે. સામાન્ય વપરાશમાં પ્રચલિત પ્રયુક્તિઓનું વર્ગીકરણ નીચે પ્રમાણે છે : ડાયોડ, 2. ટ્રાન્ઝિસ્ટર, 3. થાઇરિસ્ટર, 4. પ્રકાશવિદ્યુત (photoelectric) અથવા ઑપ્ટોઇલેક્ટ્રૉનિક પ્રયુક્તિઓ. ડાયોડ : અર્ધવાહક ડાયોડ બનાવવામાં…

વધુ વાંચો >

અર્ધવાહકો

અર્ધવાહકો (Semi-conductors) સુવાહકો (good conductors) અને અવાહકો (bad conductors or insulators) વચ્ચેની વાહકતા ધરાવનાર પદાર્થો. વૈદ્યુત (electrical) ગુણધર્મોમાં વિદ્યુત-વાહકતા ઘણી અગત્યની છે. મોટાભાગની ધાતુઓ સુવાહક હોય છે. તેમની વીજ-પ્રતિરોધકતા (resistivity) 10-6 ઓહ્મ-સેમી.થી ઓછી હોય છે. વિદ્યુત-ઉપકરણો(appliances)માં વપરાતા તાંબાની પ્રતિરોધકતા 1.7 × 10-6 ઓહ્મ-સેમી. છે. આથી વિરુદ્ધ જે પદાર્થોની પ્રતિરોધકતા 105…

વધુ વાંચો >

ટ્રાન્ઝિસ્ટર

ટ્રાન્ઝિસ્ટર : ઘન અવસ્થા ઇલેક્ટ્રૉનિક્સ(soild state electronics)નું એક ઉપકરણ જેના દ્વારા ઇલેક્ટ્રૉનિક્સની બધી જ પ્રક્રિયાઓ શક્ય  બને છે. ટ્રાન્ઝિસ્ટરના અમુક ભાગમાં અવરોધ (resistance) ઘટી જતો હોઈ અને બીજા ભાગમાં વધી જતો હોવાથી અવરોધના મૂલ્યનું પરિવર્તન થાય છે. તેથી તેનું નામ ‘transfer + resistor’ ઉપરથી ‘transistor’ આપવામાં આવેલું છે. અવરોધના મૂલ્યમાં…

વધુ વાંચો >

નિક્સી ટ્યૂબ

નિક્સી ટ્યૂબ : અંકદર્શક તરીકે ઉપયોગ કરી શકાય તે માટે બનાવવામાં આવેલી ખાસ પ્રકારની નિર્વાત નળી (vacuum tube). પારદર્શક કાચની નળીમાં એક ધનાગ્ર (anode) અને શૂન્યથી નવ અંક દર્શાવતા જુદા જુદા દસ ઋણાગ્રો (cathodes) હોય છે. ઋણાગ્રો પાતળા તારમાંથી અંગ્રેજી આંકડા (1,2,……….. વગેરે) અને અક્ષરો(A,B,C,………… વગેરે)ના આકારમાં બનાવેલા હોય છે.…

વધુ વાંચો >

પ્રવર્ધક પરિપથ (amplifying circuit)

પ્રવર્ધક પરિપથ (amplifying circuit) : નિવેશિત વિદ્યુતસંકેતની પ્રબળતા વધારીને બહાર પાડે તેવી પ્રયુક્તિ માટેનો પરિપથ. વ્યવહારમાં મળતા અલ્પ માત્રાના વિદ્યુતસંકેતને કોઈ સાધન (meter) વડે સીધેસીધો માપી શકાતો નથી. જો તેમ કરવું હોય તો તેની વૃદ્ધિ કરવી પડે છે અથવા તેના વડે કોઈ અર્થપૂર્ણ કામ લેવું હોય તો તેની માત્રામાં વૃદ્ધિ…

વધુ વાંચો >

ફેટ (ક્ષેત્ર અસર ટ્રાન્ઝિસ્ટર field effect transistor FET)

ફેટ (ક્ષેત્ર અસર ટ્રાન્ઝિસ્ટર, field effect transistor, FET) : એક એવી એકધ્રુવીય (unipolar), અનેક વીજધ્રુવવાળી અર્ધવાહક પ્રયુક્તિ કે જેમાં બે વીજધ્રુવો વચ્ચેની સાંકડી વીજવાહક ચૅનલમાં પ્રવાહ પસાર થાય (modulated) છે અને ત્રીજા વીજધ્રુવ આગળ પ્રયુક્ત થયેલ ક્ષેત્ર વડે તે નિયંત્રિત થાય છે. આધુનિક ટ્રાન્ઝિસ્ટરોના બે વર્ગ છે : (i) દ્વિધ્રુવી…

વધુ વાંચો >

બીમ પાવર ટેટ્રોડ ટ્યૂબ

બીમ પાવર ટેટ્રોડ ટ્યૂબ : ટેટ્રોડ અને પેન્ટોડ-ટ્યૂબ વચ્ચેની ખાસ પ્રકારની ઉપયોગી નિર્વાતનલિકા (vacuum tube). આ પ્રકારની નળીમાં ઇલેક્ટ્રૉનનો પ્રવાહ સુગ્રથિત જૂથમાં (beam) થતો હોવાથી તેને ‘બીમ-પાવર’ નામ આપવામાં આવ્યું છે. તેમાં પેન્ટોડ નળીમાં ગોઠવવામાં આવેલ નિરોધક (suppressor)-ગ્રિડ જેવો અલગ વીજાગ્ર (electrode) ગોઠવવામાં આવતો નથી, પરંતુ આવરક ગ્રિડ અને પ્લેટ…

વધુ વાંચો >