કલ્લોલ જોશી
પદ્મનાભપુરમ્ મહેલ
પદ્મનાભપુરમ્ મહેલ : તમિળનાડુમાં કેરળની સરહદ પાસે આવેલ ત્રાવણકોરના રાજવીઓનો મહેલ. આ પ્રદેશની સમૃદ્ધ કાષ્ઠ-સ્થાપત્યકલાનો તે ઉત્કૃષ્ટ નમૂનો છે. આ મહેલનું બાંધકામ ક્યારે શરૂ થયું એ વિશે કોઈ પ્રમાણભૂત નોંધ નથી, પણ એમાંની જૂની ઇમારતો 1400થી 1500માં બંધાઈ હોવાનું મનાય છે. કાળક્રમે રાજવંશના જુદા જુદા રાજવીઓ દ્વારા એમાં ઉમેરો થતો…
વધુ વાંચો >પૅક્સટન જોસેફ
પૅક્સટન, જોસેફ (જ. 3 ઑગસ્ટ 1803 બેડફૉર્ડશાયર, યુ. કે.; અ. 8 જૂન 1865, લંડન, યુ.કે.) : ખ્યાતનામ અંગ્રેજ સ્થપતિ. 1823માં તે ચૅટ્સવર્થ ખાતે ડ્યૂક ઑવ્ ડેવનશાયરના ઉદ્યાનમાં કામે જોડાયા હતા. એમની પ્રતિભા પારખી ડ્યૂકે ટૂંકસમયમાં જ એમને ઉદ્યાનના ઉપરી બનાવ્યા. ત્યાં એમણે છોડની જાળવણી માટે મુખ્યત્વે લોખંડ અને કાચનો ઉપયોગ…
વધુ વાંચો >