કલાતત્વ

ઍબ્સ્ટ્રૅક્ટ આર્ટ

ઍબ્સ્ટ્રૅક્ટ આર્ટ :  જુઓ કલા અને કલાતત્વ.

વધુ વાંચો >

કલા (ભારતીય વિભાવના)

કલા (ભારતીય વિભાવના) : ભારતીય સંસ્કૃતિ ધર્મપ્રધાન સંસ્કૃતિ છે. એમાં પ્રાચીન અને મધ્યકાલમાં કલાને ધર્મસાધનાના મહત્વના અંગ તરીકે સ્વીકારવામાં આવી હતી. આને લઈને ભારતીય કલામાં સૌંદર્યભાવનાની સાથોસાથ એક પ્રકારનું આધ્યાત્મિક બળ પણ વરતાય છે. ભારતીય કલા ધર્મપરાયણ હોવાથી ધર્માલયોમાં એ સોળે કળાએ ખીલેલી દૃષ્ટિગોચર થાય છે. કલાનું સર્જન બહુજન સમાજ…

વધુ વાંચો >

કલા અને કલાતત્વ

કલા અને કલાતત્વ માનવનિર્મિત સુંદર રચના અને તેનું હાર્દ. માનવીના કૌશલ્યનું તે નિર્માણ છે અને એ રીતે તે કુદરતી – કુદરતસર્જિત પદાર્થથી તદ્દન જુદી છે. સૂર્યોદય સુંદર હોય પણ એ કલાકૃતિ નથી કારણ કે એનું નિર્માણ માનવે નથી કર્યું. કલા એ કુદરતની નહિ પણ માનવની નિર્માણપ્રવૃત્તિ છે એ વ્યાખ્યાની વ્યાપકતાને…

વધુ વાંચો >

કલા ખાતર કલા

કલા ખાતર કલા : કલાનું સંપૂર્ણ, સ્વતંત્ર અને સ્વાયત્ત વિશ્વ છે અને કલાનું પ્રયોજન કલામાં જ રહેલું છે એવો સિદ્ધાન્ત. કલાનું સર્જન આનંદ માટે થાય છે એ સાચું હોવા છતાં કલાકાર આ દુનિયાનો માણસ હોવાને કારણે કલાની સામાજિક ઉપયોગિતાનો વિચાર પણ થાય છે. ગ્રીક ચિંતક, ફિલસૂફ પ્લૅટોએ કલાને અનુકરણાત્મક, અસત્ય,…

વધુ વાંચો >

કાવાલ્ચાસેલે, જિયોવાની બાત્તિસ્તા

કાવાલ્ચાસેલે, જિયોવાની બાત્તિસ્તા (Cavalcaselle, Giovanni Battista) (જ. 22 જાન્યુઆરી 1820, લેન્યાજો (Leynago), લૉમ્બાર્દી, ઇટાલી; અ. 31 ઑક્ટોબર 1897, લેન્યાજો, લૉમ્બાર્દી, ઇટાલી) : કલા-ઇતિહાસકાર તથા જિયોવાની મોરેલી (Morelli) સાથે ઇટાલિયન આધુનિક કલા-ઇતિહાસના અભ્યાસનો પાયો નાંખનાર. બાળપણથી જ ઇટાલીના કલારૂપી ખજાનાનો તેમણે અભ્યાસ કરવો શરૂ કરેલો. વેનિસ ખાતેની અકાદમિયા દેલે બેલે આર્તી(Accadamia…

વધુ વાંચો >

કૉન્સેપ્ચ્યુઆલિઝમ

કૉન્સેપ્ચ્યુઆલિઝમ : અમેરિકામાં 1963માં અસ્તિત્વમાં આવેલું આધુનિક કલાનું આંદોલન (movement). બીજા વિશ્વયુદ્ધ પછી અલ્પતમવાદી (minimalist) અને અમૂર્ત (abstract) આંદોલનોના સીધા પ્રત્યાઘાતરૂપે કૉન્સેપ્ચ્યુઆલિઝમનો જન્મ થયો. અલ્પતમવાદી અને અમૂર્ત આંદોલનોએ કલાને વાસ્તવિક જગતથી દૂર લઈ જવાનું કામ કરેલું, કારણ કે તેમાં વાસ્તવિક જગતની કોઈ જ આકૃતિ કે ઘાટઘૂટનું પ્રતિબિંબ સ્વીકૃત નહોતું. કૅલિફૉર્નિયાના…

વધુ વાંચો >

કૉલાજ

કૉલાજ : ચિત્રની સપાટી પર વિવિધ પ્રકારની સામગ્રીને ચોંટાડીને તૈયાર થતું કલાસ્વરૂપ. ઘનવાદીઓ(cubists)એ પ્રયોગ રૂપે ક્યારેક એમની ચિત્રસંઘટનામાં દૈનિક પત્રના ટુકડા દાખલ કરેલા, પણ પછીથી આ જ પદ્ધતિએ સમાચારપત્રના ખંડો, થિયેટરની ટિકિટો, પરબીડિયાના કટકા, કાપડ, સૂતળી, ફોટોગ્રાફ, ખીલા-ખીલી, દીવાસળી વગેરે સામાન્ય રીતે એકબીજા સાથે ન સંકળાયેલી હોય તેવી સામગ્રીઓના ઉપયોગથી…

વધુ વાંચો >

ક્રૅમ્રિશ, સ્ટેલા

ક્રૅમ્રિશ, સ્ટેલા [જ. 29 મે 1896, નિકોલ્સ્બર્ગ (હવે મિકુલૉવ), ચેક રિપબ્લિક; અ. 31 ઑગસ્ટ, 1993, ફિલાડૅલ્ફિયા, અમેરિકા] : ભારતીય કલાપરંપરામાં ઊંડું સંશોધન કરનાર જર્મન મહિલા કલા-ઇતિહાસકાર, મ્યુઝિયમ ક્યુરેટર, સંપાદક, પત્રકાર અને પ્રાધ્યાપિકા. પશ્ચિમના દેશોમાં ભારતીય અને દક્ષિણ એશિયાઈ કલાની સાચી સમજ અને ઓળખ ઊભી કરવામાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.…

વધુ વાંચો >

ગજ્જર, માણેકલાલ ત્રિકમલાલ

ગજ્જર, માણેકલાલ ત્રિકમલાલ (જ. 20 એપ્રિલ 1928, કડી, જિ. ગાંધીનગર, ગુજરાત) : હાથછાપકામનાં બીબાંના નિષ્ણાત કસબી. તેમણે ગુજરાતી 7 અને અંગ્રેજી 5 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેમના પિતા કાષ્ઠકલા-કારીગરી અને ડિઝાઇન બનાવનાર પારંગત કલાકાર હતા. તેમની પાસેથી તેમણે 1943થી વારસાગત કલાની તાલીમ લીધી અને 1948 સુધીમાં કાપડના છાપકામ માટે…

વધુ વાંચો >

ગાંગુલી, અર્ધેન્દુકુમાર

ગાંગુલી, અર્ધેન્દુકુમાર (જ. 1 ઑગસ્ટ 1881, બુરાબજાર; અ. 9 ફેબ્રુઆરી 1974) : બંગાળી કલાસંશોધક અને વિવેચક. તેમના પિતાનું નામ અર્કપ્રકાશ અને માતાનું નામ પ્રભાવતી હતું. તેમના પિતા હાઈકોર્ટમાં હેડક્લાર્ક હતા. તેઓ ધનિક પરિવારમાં ઊછર્યા. 1896માં તેમણે મેટ્રૉપૉલિટન સ્કૂલમાંથી એન્ટ્રન્સ પરીક્ષા પાસ કરી. પછી તેઓ 1900માં કૉલકાતા પ્રેસિડેન્સી કૉલેજમાંથી અંગ્રેજીમાં ઑનર્સ…

વધુ વાંચો >