કમલનયન જોષીપુરા
લૅમ્બ, વિલિસ યૂજીન
લૅમ્બ, વિલિસ યૂજીન (જ. 1913) : અમેરિકન ભૌતિકવિજ્ઞાની અને 1955ના તે વિષયના નોબેલ પુરસ્કારના સહ-પ્રાપ્તકર્તા. તે પારિતોષિક તેમને અન્ય એક ભૌતિકવિજ્ઞાની પોલિકાર્પ કુશ(Polykarp Kusch)ની સાથે પ્રાપ્ત થયું હતું. યુ.એસ.ના લૉસ ઍન્જલસ-કૅલિફૉર્નિયામાં જન્મેલ લૅમ્બ 1938માં ન્યૂયૉર્ક શહેરની કોલંબિયા યુનિવર્સિટીમાં જોડાયા અને ત્યાંની રેડિયેશન લેબૉરેટરીમાં બીજા વિશ્વયુદ્ધના સમય દરમિયાન પણ કાર્યરત રહ્યા.…
વધુ વાંચો >સમય-વ્યુત્ક્રમ (time-reversal)
સમય–વ્યુત્ક્રમ (time-reversal) : ભૌતિકવિજ્ઞાનમાં સમય tને આયામ કે પરિમાણ (dimension) ગણીને તેનો વ્યુત્ક્રમ, અર્થાત્ -tને બદલે t લેવાથી મળતાં પરિણામો અને સૂચિતાર્થોની ચર્ચા. આ સંકલ્પના સમજવા માટે ધારો કે, એક પદાર્થકણ (particale) P વિશે પ્રારંભિક (કે હાલના) સમય ‘t0’ પર બધી જાણકારી અથવા માહિતી પ્રાપ્ત છે. ભૌતિકશાસ્ત્રમાં ખાસ કરીને ગતિવિજ્ઞાન-(dynamics)માં…
વધુ વાંચો >સમયાનુસારી વિભાગો (time-zones)
સમયાનુસારી વિભાગો (time-zones) : પૃથ્વી પર પાડવામાં આવેલા જુદા જુદા 24 ભૌગોલિક વિભાગો કે જે વૈશ્વિક ધોરણે પ્રમાણભૂત સમય દર્શાવવાની પદ્ધતિ જાળવવા માટે રચવામાં આવેલ છે. કોઈ એક સમય-વિભાગ(time zone)માં અમુક ક્ષણે તમામ પ્રમાણભૂત ઘડિયાળો એકસરખો સમય બતાવે છે. એ મુજબ એક વિભાગનો સમય તેની તુરત નજીકના પશ્ચિમ તરફના વિભાગ…
વધુ વાંચો >સંવલન (convolution)
સંવલન (convolution) : ભૌતિકવિજ્ઞાન અને ગણિતશાસ્ત્રના સંદર્ભમાં, બે વિધેયો(functions)ના ગુણાકારને સંકલ-પરિવર્ત-(integral transform)ના રૂપમાં વ્યક્ત કરવાની પ્રક્રિયા. આ પ્રક્રિયાને જર્મન ભાષાના શબ્દ ‘faltung’ (અર્થાx, ‘folding’) દ્વારા પણ ઓળખવામાં આવે છે. સંવલનની પ્રક્રિયા સમજવા માટે એક-પરિમાણી વિધેયો f(x)g(x)ને ધ્યાનમાં લઈએ. તે વિધેયોનો એક ખાસ પ્રકારનો ગુણાકાર f * g દ્વારા દર્શાવીએ અને…
વધુ વાંચો >