ઔચિત્યવિચારચર્ચા

ઔચિત્યવિચારચર્ચા

ઔચિત્યવિચારચર્ચા : ક્ષેમેન્દ્ર (અગિયારમી શતાબ્દી) દ્વારા વિરચિત કાવ્યસમીક્ષાને લગતો મહત્વપૂર્ણ ગ્રંથ. તેમાં કાવ્યના આત્મારૂપ રસની ચર્વણામાં સહાયક બનતા ‘ઔચિત્ય’નો વિચાર કરાયો છે. ગુણ, અલંકાર આદિના ઉચિત સન્નિવેશને લીધે રસચર્વણામાં ચમત્કૃતિ લાવનાર રસના જીવિતભૂત તત્વને ક્ષેમેન્દ્રે ઔચિત્ય કહ્યું છે. પદ, વાક્ય, પ્રબન્ધાર્થ, ગુણ, અલંકાર, રસ, ક્રિયા, લિંગ, વચન, ઉપસર્ગ, કાલ, દેશ…

વધુ વાંચો >