ઓમપ્રકાશ સક્સેના

એન્યુપ્લોઇડી

એન્યુપ્લોઇડી (કુગુણિતતા) : સજીવનાં દ્વિગુણિત રંગસૂત્રોમાં એક કે તેથી વધારે રંગસૂત્રોનો વધારો કે ઘટાડો. આવું રંગસૂત્રીય બંધારણ ધરાવતા સજીવને કુગુણિત (aneuploid) કહે છે. કુગુણિતતાના બે પ્રકાર છે : (1) અતિગુણિતતા (hyperploidy) અને (2) અવગુણિતતા (hypoploidy). સજીવના દ્વિગુણિત રંગસૂત્રસંકુલમાં એક કે તેથી વધારે રંગસૂત્રોના વધારાને અતિગુણિતતા કહે છે. અતિગુણિતતા એકાધિસૂત્રતા (trisomy),…

વધુ વાંચો >

એપિસોમ

એપિસોમ : બૅક્ટેરિયામાં આવેલું બહિરંગસૂત્રીય જનીનિક તત્વયુક્ત દેહકણ (plasmid). સૌપ્રથમ જૅકૉબ અને વૉલમેને (1958) Escherichia coli નામના બૅક્ટેરિયમમાં તેનું સંશોધન કર્યું. E. coliમાં આવેલ F-કારક અને ફેઝ l જેવી DNA ધરાવતા કણો માટે તેમણે ‘એપિસોમ’ નામ આપ્યું. બૅક્ટેરિયાના સામાન્ય રંગસૂત્ર ઉપરાંતનું તે વધારાનું જનીનદ્રવ્ય છે. તે બૅક્ટેરિયલ વિકૃતિ દ્વારા ઉત્પન્ન…

વધુ વાંચો >

ઑક્સિજન-ચક્ર

ઑક્સિજન-ચક્ર : સર્વે સજીવ કારકો માટે ઑક્સિજન અત્યંત આવશ્યક છે. વનસ્પતિ અને પ્રાણીઓમાં – જારક શ્વસન કરનાર કારકો(aerobic respiration)માં શ્વસનની ક્રિયામાં ઑક્સિજન વપરાય છે અને અંતે વાતાવરણમાં અને પાણીમાં કાર્બનડાયૉક્સાઇડ (CO2) રૂપે બહાર આવે છે. પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમિયાન હરિત વનસ્પતિઓમાં કાર્બોહાઇડ્રેટ પદાર્થોના સંશ્લેષણમાં કાર્બનડાયૉક્સાઇડ અગત્યના પૂરક પદાર્થ તરીકે ઉપયોગી છે.…

વધુ વાંચો >

ઑપેરોન મૉડેલ

ઑપેરોન મૉડેલ : એક એકમ તરીકે જનીનસમૂહ પ્રોટિન્સ કે ઉત્સેચકના સંશ્લેષણમાં ભાગ ભજવે છે. આ નિયમન કરનારા જનીનોના મૉડેલને ઑપરોન મૉડેલ કહે છે. જે જનીનોનો સમૂહ આ કાર્ય કરે છે. તેને પ્રચાલક અને નિયામક જનીનો કહે છે. રંગસૂત્રો(chromosomes)માં જોડાજોડ આવેલ પ્રયોજક (promotor), પ્રચાલક અને સંરચનાકીય જનીનોનો બનેલો ખંડ. તેની અભિવ્યક્તિ…

વધુ વાંચો >

કાર્બોહાઇડ્રેટ (વનસ્પતિશાસ્ત્ર)

કાર્બોહાઇડ્રેટ (વનસ્પતિશાસ્ત્ર) : પ્રકાશસંશ્લેષણ દરમિયાન હવામાંનાં અંગારવાયુ અને પાણી વડે સર્જાતા કાર્બોદિત પદાર્થ. દરેક સજીવ માટે તે અનિવાર્ય છે. મોટાભાગની વનસ્પતિઓમાં (ખાસ કરીને ધાન્યમાં) ખોરાકના રૂપમાં કાર્બોદિતનો મોટો સંચય જોવા મળે છે. આ સંચય અન્ય સજીવોના ખોરાકમાં કાર્બોદિતનો સ્રોત બને છે. કાર્બોદિત પદાર્થો પાચન દરમિયાન તેમના મૂળભૂત ઘટકો, એટલે કે…

વધુ વાંચો >

કૅરોટીન

કૅરોટીન : સજીવ સૃષ્ટિમાં રંજકદ્રવ્યો તરીકે મળી આવતાં ચરબીદ્રાવ્ય કાર્બનિક સંયોજનો. તે લીલકણો, ગાજર, (ગાય, ઊંટ જેવાનું) દૂધ, માખણ અને ઈંડાની જરદી જેવામાં મહત્વના ઘટકરૂપે મળી આવે છે. કૅરોટીનનું પ્રમાણસૂત્ર C40H56 હોય છે અને તેના સમઘટકો તરીકે a, b, g તથા d સ્વરૂપો આવેલાં હોય છે. આમાં b-કૅરોટીન વધુ અગત્યનું…

વધુ વાંચો >

કોષરસીય આનુવંશિકતા

કોષરસીય આનુવંશિકતા (cytoplasmic inheritance) : કોષ-રસમાં આવેલાં જનીનતત્વોની અસર હેઠળ ઉદભવતાં વારસાગત લક્ષણો. કોષરસનું આનુવંશિક દ્રવ્ય, જે સ્વપ્રજનન કરી શકે છે તેને પ્લાસ્મૉન (plasmon) કહે છે અને કોષરસીય આનુવંશિકતા એકમોને કોષરસીય જનીનો (plasmagenes) તરીકે ઓળખાવાય છે. કોષરસીય આનુવંશિકતામાં સામાન્યત: માતૃત્વની અસર જોવા મળે છે; કારણ કે પ્રાણીના શુક્રકોષમાં કે વનસ્પતિના…

વધુ વાંચો >

ક્લૉરોફિલ

ક્લૉરોફિલ : બધી જ લીલી વનસ્પતિમાંના લીલા રંગ માટેનો કારણભૂત રંગક (pigment). આ રંગક પ્રકાશની હાજરીમાં CO2 તથા H2Oમાંથી શર્કરા બનાવે છે. આ પ્રક્રિયા પ્રકાશસંશ્લેષણ તરીકે જાણીતી છે તથા તેના દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક મેળવી લે છે. ક્લૉરોફિલના ટેટ્રાપાયરોલ પોરફિરિન ચક્રીય બંધારણમાં મધ્યમાં મૅગ્નેશિયમ રહેલું હોય છે. ક્લૉરોફિલનું બંધારણ 1906થી…

વધુ વાંચો >

ક્લૉરોસિસ

ક્લૉરોસિસ : તત્વો કે ધાતુઓની ઊણપને કારણે પર્ણનો સાધારણ લીલો રંગ ઉત્પન્ન ન થતાં પાંદડું પીળું દેખાય તે સ્થિતિ. હરિતરંજકોના સંશ્લેષણ માટે Mn, K, Zn, Cu, Mg, Fe તથા N આવશ્યક છે. તેની ગેરહાજરી કે ઊણપ ક્લૉરોસિસમાં પરિણમે છે. ભરપૂર N મેળવતા છોડને મોટે ભાગે ઘેરા લીલા રંગનાં પુષ્કળ પર્ણો…

વધુ વાંચો >