એમ. આર. ચિંચલીકર

એન્થોસીરોટી

એન્થોસીરોટી (એન્થોસીરોટોપ્સીડા) : દ્વિઅંગી વિભાગની વનસ્પતિઓનો એક નાનો વર્ગ. આ વનસ્પતિઓનો જન્યુજનક (gametophyte) પૃષ્ઠવક્ષીય (dorsiventral), ખંડમય (lobed) અને સરળ સુકાય ધરાવે છે. સુકાયની આંતરિક રચનામાં પેશી-વિભેદન (tissue-differentiation) જોવા મળતું નથી. મૂલાંગો લીસી દીવાલવાળાં હોય છે અને વક્ષીય શલ્કો (scales) હોતા નથી. સુકાયની રચનામાં વાયુકોટરો (air chambers) કે વાયુછિદ્રો (air pores)…

વધુ વાંચો >

ઍંગ્લર ગુસ્તાવ હાઇન્રીખ ઍડૉલ્ફ

ઍંગ્લર ગુસ્તાવ હાઇન્રીખ ઍડૉલ્ફ (જ. 25 માર્ચ 1844, સાગાન; અ. 10 ઑક્ટોબર 1930, બર્લિન) : વિખ્યાત જર્મન વર્ગીકરણવિજ્ઞાની. તેમણે 1866માં બ્રેસ્લો યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. પ્રાપ્ત કરી ચાર વર્ષ અધ્યાપનકાર્ય કર્યું; 1871માં મ્યૂનિકના વનસ્પતિવિજ્ઞાન વિભાગના વનસ્પતિ-સંગ્રહાલય(herbarium)માં નિયુક્તિ મેળવી; 1878માં કીલ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપકપદ સ્વીકાર્યું; 1884માં બ્રેસ્લોના વનસ્પતિઉદ્યાનના નિયામક થયા અને અધ્યાપનકાર્ય ચાલુ રાખ્યું.…

વધુ વાંચો >