ઊર્મિલા ઠાકર

અમેરિકન લાઇબ્રેરી ઍસોસિયેશન American Library Association (ALA)

અમેરિકન લાઇબ્રેરી ઍસોસિયેશન American Library Association (ALA) : અમેરિકન લાઇબ્રેરી ઍસોસિયેશન એ સમગ્ર વિશ્વના ગ્રંથાલય-જગતને નેતૃત્વ પૂરું પાડતું સૌથી જૂનું ઍસોસિયેશન છે. તેની સ્થાપના 6 ઑક્ટોબર, 1876ના રોજ ફિલાડેલ્ફિયામાં થઈ હતી. આ ઍસોસિયેશનની સ્થાપનામાં જસ્ટિન વિન્સર, ચાર્લ્સ એમી કટર, મેલ્વિલ ડ્યૂઈ, વિલિયમ ફ્રેડરિક પુલે વગેરેનો મહત્વનો ફાળો છે. આ ઍસોસિયેશનનો…

વધુ વાંચો >

ઇન્ફ્લિબનેટ INFLIBNET (Information and Library Network)

ઇન્ફ્લિબનેટ INFLIBNET (Information and Library Network) ઇન્ફ્લિબનેટ એ યુજીસી, ન્યૂદિલ્હી(શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર)નું એક સ્વાયત્ત ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર (IUC) છે. યુજીસીએ માર્ચ, 1991માં ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી ઍન્ડ એસ્ટ્રોફિઝિક્સ (IUCAA) નીચે આ યોજના શરૂ કરી હતી. જે જૂન, 1996માં એક સ્વતંત્ર ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર તરીકે અસ્તિત્વમાં આવી. માહિતીનો વધુમાં વધુ ઉપયોગ…

વધુ વાંચો >

ઇફલા (IFLA – International Federation of Library Associations and Institutions)

ઇફલા (IFLA – International Federation of Library Associations and Institutions) : ઇફલા એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. તે ગ્રંથાલય અને માહિતીસેવાઓ તેમજ તેના ઉપયોગકર્તાઓની રસ-રુચિનું પ્રતિનિધિત્વ કરે છે. ગ્રંથાલય અને માહિતીના વ્યવસાયનો  આ એક વૈશ્વિક અવાજ છે. 1927માં એડિનબર્ગમાં ઇફલાની સ્થાપના થઈ હતી. આ એક સ્વતંત્ર, નફા વિના ચાલતી બિનસરકારી આંતરરાષ્ટ્રીય…

વધુ વાંચો >

ઇમ્પીરિયલ લાઇબ્રેરી, કૉલકાતા

ઇમ્પીરિયલ લાઇબ્રેરી, કૉલકાતા :  ગ્રંથાલયની સ્થાપના 1891માં બ્રિટિશ સરકારે કરી હતી. એ સમયે કૉલકાતા ભારતની રાજધાની હતી. ભારતના વાઇસરૉય લૉર્ડ કર્ઝન આ ગ્રંથાલયના સ્થાપક હતા. અંગ્રેજીમાં લખાયેલા ઉત્તમ યુરોપિયન વિચારોને સંગ્રહસ્થ કરવાની કલ્પના સાથે આ ગ્રંથાલયનો આવિર્ભાવ થયો હતો. ગૅઝેટિયર ઑવ્ ઇન્ડિયામાં આ ગ્રંથાલયના હેતુઓની નોંધ લેવામાં આવી હતી. એ…

વધુ વાંચો >

કૅમિલો જોઝે સેલા (Camilo Jose Cella)

કૅમિલો જોઝે સેલા (Camilo Jose Cella) (જ. 11 મે 1916, આઇરિઆ, ફ્લાવિઆ, સ્પેન અ. 17 જાન્યુઆરી 2002, મેડ્રિડ) : સ્પૅનિશ નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર અને કવિ. તેમને સંયમિત સહાનુભૂતિ સાથે મનુષ્યની આંતરિક નબળાઈને પડકારતી દૃષ્ટિ પ્રદાન કરતા તેમના સમૃદ્ધ અને અર્થપૂર્ણ ગહન ગદ્ય માટે 1989નો સાહિત્ય માટેનો નોબલ પુરસ્કાર એનાયત કરવામાં…

વધુ વાંચો >

ગાઓ સિન્ગઝિયાન (Gao Xingjian)

ગાઓ સિન્ગઝિયાન (Gao Xingjian) (જ. 4 જાન્યુઆરી 1940, ગૅન્ઝૂ, જિઆંઝી પ્રાંત, ચાઇના) : ચાઇનીઝ નવલકથાકાર, નાટ્યકાર, દિગ્દર્શક અને વિવેચક. આજે ફ્રેન્ચ નાગરિક છે. સાર્વત્રિક માન્યતા, વેધક આંતરદૃષ્ટિ અને ભાષાકીય ચાતુર્ય દ્વારા ચાઇનીઝ નવલકથા અને નાટકને નવી દિશા આપવા માટે તેમને 2000ના વર્ષનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. ગાઓના પિતા બૅન્કમાં…

વધુ વાંચો >

ગુર્નાહ, અબ્દુલરઝાક (Gurnah, Abdulrazak)

ગુર્નાહ, અબ્દુલરઝાક (Gurnah, Abdulrazak) (જ. 20 ડિસેમ્બર 1948, ઝાન્ઝિબાર – હવે તાન્ઝાનિયા) : મુસ્લિમ પરિવારમાં જન્મેલા અબ્દુલરઝાક ઝાન્ઝિબારની ક્રાંતિ દરમિયાન 1960ના દાયકાના અંત ભાગમાં નિર્વાસિત તરીકે ઇંગ્લૅન્ડમાં સ્થાયી થયેલા આફ્રિકન નવલકથાકાર, ટૂંકી વાર્તાકાર અને વિવેચક છે. તેમને સંસ્કૃતિઓ અને ખંડો વચ્ચેની ખાડીમાં, વસાહતવાદના પ્રભાવ હેઠળ સમાધાનકારક પ્રતિકાર સાથે પ્રવેશતા નિર્વાસિતોનાં…

વધુ વાંચો >

ગોર્ડિમર, નૅડિન (Gordimer Nadine)

ગોર્ડિમર, નૅડિન (Gordimer Nadine) (જ. 20, નવેમ્બર, 1923, સ્પિંગ્સ, ગઉટૅન્ગ (Gauteng), દક્ષિણ આફ્રિકા; અ. 13 જુલાઈ, 2014 જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકા) : વિશ્વવિખ્યાત દક્ષિણ આફ્રિકન નવલકથાકાર અને વાર્તાકાર. 1991માં સાહિત્યક્ષેત્રે નોબેલ પુરસ્કાર વિજેતા બન્યાં. તેમના પિતા ઇસોડોરે ગોર્ડિમર (Isodore Gordimer) લિથુઆનિયા(જે યુરોપ મહાદ્વિપમાં આવેલો એક દેશ)થી સ્થળાંતર કરીને દક્ષિણ આફ્રિકામાં આવીને…

વધુ વાંચો >

ગ્લુક, લૂઇસ (Glück, Louise)

ગ્લુક, લૂઇસ (Glück, Louise) (જ. 22 એપ્રિલ 1943, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.) : ‘વ્યક્તિગત જીવનને સાર્વભૌમત્વ બક્ષતા સાદા અને સરળ સૌંદર્યસભર કાવ્યમય રણકાર માટે’ 2020નો સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન કવયિત્રી અને નિબંધકાર. અમેરિકાના પ્રતિભાશાળી સમકાલીન કવિઓમાં તેમની ગણના થાય છે. ન્યૂયૉર્કના લૉંગ આઇસલૅન્ડમાં લૂઈસનો ઉછેર થયો હતો. તેમના પિતા ડૅનિયલ…

વધુ વાંચો >

નૅશનલ ડિજિટલ લાઇબ્રેરી ઑવ્ ઇન્ડિયા (National Digital Library of India – NDL– India)

નૅશનલ ડિજિટલ લાઇબ્રેરી ઑવ્ ઇન્ડિયા (National Digital Library of India – NDL– India) : નૅશનલ મિશન ઑન એજ્યુકેશન થ્રૂ આઈસીટીનું એક ઘટક. શિક્ષણના સાધન તરીકે માહિતી પ્રત્યાયન ટૅક્નૉલૉજી(ICT)નો ઉપયોગ કરીને ઉચ્ચશિક્ષણની ટકાવારીમાં વૃદ્ધિ કરવાના સઘન પ્રયત્નોના ભાગ રૂપે ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયે ‘નૅશનલ મિશન ફૉર એજ્યુકેશન થ્રૂ આઈસીટીની…

વધુ વાંચો >