ઉષા પાલ

લૅંગમ્યૂર અધિશોષણ સમતાપરેખા (Langmuir adsorption isotherm)

લૅંગમ્યૂર અધિશોષણ સમતાપરેખા (Langmuir adsorption isotherm) : એક સમતલ પૃષ્ઠ પર અચળ તાપમાને અધિશોષાતા વાયુના જથ્થાને પૃષ્ઠ સાથે સમતોલનમાં રહેલા વાયુના દબાણના ફલન (function) તરીકે રજૂ કરતું સમીકરણ. નોબેલ પારિતોષિક-વિજેતા અરવિંગ લૅંગમ્યૂરે 1916માં આ સમીકરણ રજૂ કર્યું હતું. અધિશોષણ અંગેના પોતાના પ્રતિરૂપ (model) માટે તેમણે નીચેની ધારણાઓનો આધાર લીધો હતો.…

વધુ વાંચો >

વાસ્તવિક વાયુઓ (real gases)

વાસ્તવિક વાયુઓ (real gases) : પોતાના અણુઓ વચ્ચે અર્થપૂર્ણ (significant) આંતરક્રિયાને કારણે આદર્શ વાયુ સમીકરણ(ideal gas equation)નું પાલન ન કરતા હોય તેવા વાયુઓ. તેમને અનાદર્શ (nonideal) અથવા અપૂર્ણ (imperfect) વાયુઓ પણ કહે છે. જે વાયુની PVT વર્તણૂક (P = દબાણ, V = કદ, T = તાપમાન) નીચેના સમીકરણને અનુસરે તેને…

વધુ વાંચો >

વાહકતા-જલ (conductivity water અથવા conductance water)

વાહકતા-જલ (conductivity water અથવા conductance water) : ભૌતિક રસાયણમાં ચોકસાઈવાળાં વાહકતામાપનો માટે ઉપયોગમાં લેવાતું અત્યંત શુદ્ધ પાણી. વિદ્યુતવિભાજ્ય(electrolyte)ના દ્રાવણની વાહકતા તેમાં રહેલી અન્ય વિદ્યુતવિભાજનીય (electrolytic) અશુદ્ધિઓની અલ્પ માત્રા પ્રત્યે પણ ખૂબ સંવેદી (sensitive) હોય છે. આથી આવાં દ્રાવણો બનાવતી વખતે ઉપયોગમાં લેવાતું પાણી અત્યંત શુદ્ધ હોય તે જરૂરી છે. પ્રયોગશાળામાં…

વધુ વાંચો >

વિદ્યુતવાહકતા

વિદ્યુતવાહકતા : પદાર્થની વિદ્યુતનું વહન કરવાની ક્ષમતાનું માપ. સંજ્ઞા σ; SI પ્રણાલીમાં એકમ, Sm–1 (સીમેન્સ/મીટર) [1S = 1 મ્હો (mho) અથવા 1 ઓહ્મ–1 (ohm–1)]. કોઈ એક પદાર્થની વિદ્યુતવાહકતા એ તેમાં પસાર થતી વીજપ્રવાહ-ઘનતા (current density) અને વિદ્યુત-ક્ષેત્ર(electric field)નો ગુણોત્તર છે. આમ સંવાહકમાંની સ્થાનિક (local) વીજપ્રવાહ-ઘનતા (J અથવા j) એ વિદ્યુત-તીવ્રતા(electric…

વધુ વાંચો >

સક્રિયણ-વિશ્લેષણ

સક્રિયણ–વિશ્લેષણ (activation analysis) : વિવિધ રાસાયણિક તત્ત્વોના અત્યંત નાના (એક મિગ્રા. કે તેથી ઓછા) જથ્થાઓની પરખ અને નિર્ધારણ માટે ઉપયોગમાં લેવાતી અત્યંત સંવેદી એવી વૈશ્લેષિક તકનીક. આ પદ્ધતિ એવી નાભિકીય (nuclear) પ્રક્રિયાઓનો ઉપયોગ કરે છે કે જેમાં સ્થાયી (stable) તત્ત્વોમાંથી તેમના વિકિરણી સમસ્થાનિકો (વિકિરણધર્મી સમસ્થાનિકો, radioisotopes) ઉત્પન્ન થાય છે. જે…

વધુ વાંચો >

સક્રિયતા-ગુણાંક

સક્રિયતા–ગુણાંક (activity coefficient) : રસાયણશાસ્ત્રમાં પદાર્થની સાંદ્રતાને તેની અસરકારક સાંદ્રતા અથવા સક્રિયતામાં ફેરવવા માટે ઉપયોગમાં લેવાતો ગુણાંક. પદાર્થના અણુઓ (અથવા આયનો) વચ્ચેની પારસ્પરિક ક્રિયાને કારણે જ્યારે તેની સાંદ્રતા વધુ હોય ત્યારે પદાર્થ આદર્શ વર્તણૂક બતાવી શકતો નથી. આમ કોઈ એક પ્રક્રિયામાં રાસાયણિક સમીકરણ વડે સૂચિત થતી પદાર્થની સાંદ્રતા એ તેની…

વધુ વાંચો >

સમવિભવબિંદુ (isoelectric point)

સમવિભવબિંદુ (isoelectric point) : દ્રાવણમાં રહેલા કણો કે અણુઓ ઉપરનો ચોખ્ખો (nett) વીજભાર શૂન્ય બને અને વીજક્ષેત્રમાં તેમનું અભિગમન (migration) જોવા ન મળે તે pH મૂલ્ય. સંજ્ઞા pI. દ્રાવકનિંદક (દ્રવ-વિરોધી, lyophobic) કલિલો (colloids) ધન અથવા ઋણ આયનોને અધિશોષવાની વિશિષ્ટતા ધરાવે છે. સલ્ફર (ગંધક), ધાત્વિક સલ્ફાઇડ અને ઉમદા (noble) ધાતુઓના સૉલ…

વધુ વાંચો >

સૂચકો (indicators)

સૂચકો (indicators) : કોઈ એક રાસાયણિક પદાર્થ અથવા આયનની હાજરી પોતાના રંગ દ્વારા સૂચવતો પદાર્થ. રાસાયણિક વિશ્લેષણની કદમિતીય (volumetric) પદ્ધતિમાં આવા સૂચકોનો વિશેષ ઉપયોગ થાય છે. સૂચકો અવલોકનકારને એ બાબતનો ખ્યાલ આપે છે કે કોઈ એક – (i) દ્રાવણ ઍસિડિક છે કે બેઝિક કે તટસ્થ, (ii) ઉપચયન-અપચયન (oxidation-reduction) પ્રક્રિયા સંપૂર્ણ…

વધુ વાંચો >