ઉષાકાન્ત શાસ્ત્રી

બરહાનપુર

બરહાનપુર : મધ્ય પ્રદેશના પૂર્વ નિમાડ જિલ્લાનું નગર. ભૌગોલિક સ્થાન 21° 15´ ઉ. અ. અને 76° 19´ પૂ. રે. તે તાપી નદીને ઉત્તરકાંઠે વસેલું છે. ખાનદેશના મલેક રાજા નાસિરખાન ફારૂકી(1380–1437)એ આ નગર વસાવી ત્યાંના સૂફી સંત બુરહાનુદ્દીનના નામ પરથી તેને નામ અપાયું. સુલતાન મલેક નાસિરખાન ફારૂકી પછીના બરહાનપુરના શાસકો ખાસ…

વધુ વાંચો >

બર્બરક

બર્બરક : ગુજરાતના સોલંકીકાલીન રાજા સિદ્ધરાજ જયસિંહ(ઈ. સ. 1094–1143)નો શક્તિશાળી સરદાર. હેમચંદ્રસૂરિએ ‘દ્વયાશ્રય’ મહાકાવ્યમાં સિદ્ધરાજ જયસિંહનાં પરાક્રમો વર્ણવ્યાં છે; તેમાં સૌથી પહેલું પરાક્રમ બર્બરકના પરાભવ અંગેનું છે. આ મહાકાવ્યમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, આ બર્બરક (આજના સિદ્ધપુર પાસે સરસ્વતી નદીના તીરે આવેલા) શ્રીસ્થલના ઋષિઓને હેરાન કરતો હતો. તે અંગેની ફરિયાદ…

વધુ વાંચો >

બિલ્હણ

બિલ્હણ : સંસ્કૃત ભાષાના કાશ્મીરી મહાકવિ. તેઓ ‘વિક્રમાંકદેવચરિત’, ‘ચૌરપંચાશિકા’ અને ‘કર્ણસુંદરી’ના રચયિતા છે. જ્યેષ્ઠ કલશ અને નાગદેવીના પુત્ર. કોણમુખનગરમાં જન્મ, જે કાશ્મીરમાં પ્રવરપુર નજીકનું સ્થળ છે. બિલ્હણ સ્વયં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્રના વિદ્વાન હતા. તેમના પિતાએ પણ પતંજલિના ‘મહાભાષ્ય’ પર ટીકા રચી હતી. કલશના રાજ્યકાળ દરમિયાન બિલ્હણ યશ અને નસીબ માટે…

વધુ વાંચો >

બીરબલ

બીરબલ (જ. 1528; અ. 1586) : મુઘલ બાદશાહ અકબરના દરબારનાં વિખ્યાત નરરત્નોમાંનું એક. તેનું મૂળ નામ મહેશદાસ કે બ્રહ્મદાસ હતું અને જ્ઞાતિએ બ્રાહ્મણ હતો. તેનું મૂળ વતન કાલ્પી હતું. તે કવિ હતો. તેણે સંસ્કૃત, ફારસી અને હિંદી ભાષાનો અભ્યાસ કર્યો હતો. તે હિંદીમાં કાવ્ય-રચના કરતો. ઈસવીસન 1573માં અકબરે તેને ‘કવિરાજ’ની…

વધુ વાંચો >

બુધગુપ્ત

બુધગુપ્ત (ઈ. સ. 477–495 દરમિયાન હયાત) : ગુપ્ત વંશનો સમ્રાટ. સ્કંદગુપ્ત પછી તેનો ભાઈ પુરુગુપ્ત ગાદી પર આવ્યો. તેના પછી તેનો પુત્ર બુધગુપ્ત, ઈ. સ. 477માં સત્તાસ્થાને આવ્યો. હ્યુ-એન-ત્સાંગના મત મુજબ તે શક્રાદિત્ય = મહેન્દ્રાદિત્ય કુમારગુપ્ત 1નો પુત્ર હતો. તેણે ઈ. સ. 477થી 495 સુધી રાજ્ય કર્યું હતું એમ તેના…

વધુ વાંચો >

ભોજ-પરમાર

ભોજ-પરમાર (શાસનકાળ : 1000થી 1055) : માળવાના રાજા સિંધુરાજનો પુત્ર અને પરમાર વંશનો બહુશ્રુત વિદ્વાન કવિ તથા સર્વશ્રેષ્ઠ રાજા. તેના રાજ્યઅમલના ઈ. સ. 1020થી 1047 સુધીના શિલાલેખો મળે છે. તેનું રાજ્ય ચિતોડ, વાંસવાડા, ડુંગરપુર, ભિલસા, ખાનદેશ, કોંકણ અને ગોદાવરીના ઉપલા પ્રદેશો સુધી વિસ્તર્યું હતું. તેના અમલનાં શરૂઆતનાં વરસોમાં તેણે તેના…

વધુ વાંચો >

ભોજ પ્રતિહાર (મિહિર)

ભોજ પ્રતિહાર (મિહિર) (ઈ. સ. 836–885) : પ્રતિહાર વંશનો પ્રતાપી રાજા. તેનો પિતા રામભદ્ર હતો. તેના અવસાન બાદ પ્રતિહાર સામ્રાજ્યનાં સત્તાનાં સૂત્રો ભોજને હસ્તક આવ્યાં. શરૂઆતમાં તે પાલ રાજવી દેવપાલ સામે ફાવ્યો નહિ, તેમજ રાષ્ટ્રકૂટો સામે પણ ખાસ સફળતા મળી જણાતી નથી. ત્રિપુરીના ચેદિઓએ પણ તેને પરાજિત કર્યો જણાય છે;…

વધુ વાંચો >