ઈન્દ્રવદન વિ. ત્રિવેદી

અધિકમાસ ­— ક્ષયમાસ

અધિકમાસ ­— ક્ષયમાસ : ઋતુઓ અને તહેવારો નિયત રીતે આવે તે માટે ભારતીય પંચાંગમાં કરવામાં આવેલી વિશિષ્ટ જોગવાઈ. ભારતીય પંચાંગોમાં તથા ધર્મશાસ્ત્રોમાં પ્રાચીન કાળથી સૌર, ચાંદ્ર, સાયન અને નાક્ષત્ર એમ ચાર પ્રકારનું કાલમાન મિશ્ર રૂપે સ્વીકારેલું છે. તેમાં સૌર અને ચાંદ્રમાસનો સમન્વય કરી ઋતુઓ અને તહેવારો નિયત રીતે આવ્યા કરે…

વધુ વાંચો >

અષ્ટગ્રહયુતિ

અષ્ટગ્રહયુતિ : આઠ ગ્રહોની યુતિ. ખગોળશાસ્ત્રીય પરિભાષા મુજબ જ્યારે કોઈ પણ બે જ્યોતિઓના ભોગાંશ-  ક્રાંતિવૃત્ત ઉપરનાં તેમનાં સ્થાનો–રાશિ, અંશ અને કળામાં એકસરખાં થાય ત્યારે તેમની સૂક્ષ્મયુતિ થઈ એમ કહેવાય. તે વખતે તેમનાં ક્રાંતિવૃત્તથી ઉત્તર / દક્ષિણ અંતર – શરાન્તર – પણ જો એકસરખાં થાય તો તેમનું પિધાન (occultation) થાય અથવા…

વધુ વાંચો >

કેતકર વ્યંકટેશ બાપુજી

કેતકર, વ્યંકટેશ બાપુજી ( જ. 18 જાન્યુઆરી 1854, નારગુંડ, જિ. મહારાષ્ટ્ર; અ. 3 ઑગસ્ટ 1930, બીજાપુર) : પ્રાચીન અને પશ્ચિમી જ્યોતિષના વિદ્વાન. તેમણે મુંબઈમાં અંગ્રેજી શાળાના શિક્ષક અને આચાર્ય તરીકે ઉત્તમ સેવા આપી હતી. તેમણે સંસ્કૃત ભાષામાં ‘જ્યોતિર્ગણિત’, ‘કેતકી ગ્રહગણિત’, ‘કેતકી પરિશિષ્ટ’, ‘વૈજયન્તી’, ‘બ્રહ્મપક્ષીય તિથિગણિત’, ‘કેતકીવાસના ભાષ્ય’, ‘શાસ્ત્રશુદ્ધ પંચાંગ’, ‘અયનાંશ…

વધુ વાંચો >

કેશવ દૈવજ્ઞ

કેશવ દૈવજ્ઞ (સમય ઈ. સ. 1478 આસપાસ) : ‘વિવાહ વૃંદાવન’ તેમજ ‘કરણકંઠીરવ’ના કર્તા. જ્યોતિષી કમલાકરના પુત્ર કેશવ દૈવજ્ઞ વૈજનાથ પાસે અધ્યયન કર્યા બાદ કોંકણમાં સમુદ્રતીરે આવેલા નંદિગ્રામ(નાંદગાંવ)માં રહેતા હતા. પરંતુ તેમણે કરણગ્રંથ ગ્રહકૌતુકના આરંભકાળ તરીકે તેમણે શક 1418(ઈ. સ. 1496)નો ઉલ્લેખ કર્યો છે. પ્રખ્યાત ગ્રહલાઘવકાર ગણેશ દૈવજ્ઞ આ કેશવના પુત્ર…

વધુ વાંચો >

ગણેશ દૈવજ્ઞ

ગણેશ દૈવજ્ઞ : નામાંકિત જ્યોતિષી. હાલમાં ભરતખંડમાં તેના ગ્રહગણિતના ગ્રંથો પ્રચારમાં છે તેટલા બીજા કોઈના નથી. તેનું ગોત્ર કૌશિક અને માતાપિતાનાં નામ લક્ષ્મી અને કેશવ હતાં. તેનો જન્મકાળ લગભગ શક 1420 (ઈ. સ. 1498) છે અને લગભગ 80 વર્ષની ઉંમરે શક 1500(ઈ. સ. 1578)માં તેણે ‘વિવાહ વૃંદાવન-ટીકા’ નામક ગ્રંથની રચના…

વધુ વાંચો >

જોશી, સોમેશ્વર ગોપાળજી

જોશી, સોમેશ્વર ગોપાળજી (જ. 18 જાન્યુઆરી 1875, કપડવંજ; અ. 26 ઑક્ટોબર 1916) : ગુજરાતી ભાષામાં જ્યોતિષવિષયક ગ્રંથોના લેખક, સારા જ્યોતિષી. જ્ઞાતિએ ચોરાસી મેવાડા બ્રાહ્મણ. મૅટ્રિક પાસ થયા પછી જ્યોતિષ અને સંસ્કૃતનો ઊંડો અભ્યાસ કરી તેમણે અનેક પારિતોષિક મેળવ્યાં. 40 વર્ષની ઉંમરે જ્યોતિષની પૌરસ્ત્ય અને પાશ્ચાત્ય બંને પદ્ધતિનો સમન્વય કરી તેમણે…

વધુ વાંચો >

જોશી, સોમેશ્વર દ્વારકાદાસ

જોશી, સોમેશ્વર દ્વારકાદાસ (ઓગણીસમી સદી) : જ્યોતિષના સંસ્કૃત ગ્રંથોનો ગુજરાતીમાં અનુવાદ કરનાર વિદ્વાન. તે ખેડા જિલ્લાના કપડવંજ ગામના રહેવાસી, વડાદરા જ્ઞાતિના બ્રાહ્મણ હતા. તેમણે જ્યોતિષના અનેક સંસ્કૃત ગ્રંથોનું અધ્યયન-પઠન કર્યું હતું. જ્યોતિષના સંસ્કૃત ભાષામાં તો અનેક ગ્રંથો છે પરંતુ ગુજરાતીમાં નહિ હોવાથી તેમણે ‘જાતક પારિજાત’ નામે અઢાર અધ્યાય અને 1900…

વધુ વાંચો >