ઈન્દુમતી શાહ
ગર્ભવિકાસ
ગર્ભવિકાસ (embryonic development) : વનસ્પતિઓમાં યુગ્મનજ(zygote)ના સમવિભાજનો અને વિભેદનો(differen-tiations)ને પરિણામે પૂર્ણ ગર્ભ (= ભ્રૂણ) બનવાની પ્રક્રિયા. પ્રજનન પ્રત્યેક સજીવનું એક આગવું લક્ષણ છે. લિંગી પ્રજનન કરતી દરેક વનસ્પતિનું જીવનચક્ર બે અવસ્થાઓમાં વહેંચાયેલું હોય છે. જન્યુજનક(gametophyte)અવસ્થા જન્યુઓ(gametes)નું નિર્માણ કરતી એકગુણિત (haploid) અવસ્થા છે; જ્યારે બીજાણુજનક-(sporophyte)અવસ્થા બીજાણુઓ(spores)નું નિર્માણ કરતી દ્વિગુણિત (diploid) અવસ્થા…
વધુ વાંચો >ગાલ્સ્ટન, આર્થર ડબ્લ્યૂ.
ગાલ્સ્ટન, આર્થર ડબ્લ્યૂ. (જ. 21 એપ્રિલ 1920, બ્રુકલિન, ન્યૂયૉર્ક; અ. 15 જૂન 2008, હૅમ્ડેન, કનેક્ટિકટ) : વિશ્વવિખ્યાત અમેરિકીય વનસ્પતિ-દેહધર્મવિજ્ઞાની (plant-physiologist). વનસ્પતિ વિકાસમાં અને અંત:સ્રાવોની મુખ્ય અસરો વિશેના તે એક અધિકૃત વિજ્ઞાની ગણાય છે. તેમણે વનસ્પતિ વૃદ્ધિ અંત:સ્રાવો, પ્રકાશ જીવવિજ્ઞાન (photobiology), દૈનિક તાલબદ્ધતા (circadian rhythm) અને પ્રકાશસામયિકતા(photoperiodism)ના જૈવરસાયણ (biochemistry) પર વિસ્તૃત…
વધુ વાંચો >ગુજરાત (ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાતથી ગુજરાતનાં અભયારણ્યો)
ગુજરાત ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત ‘ગરવી ગુજરાત’ નામ સાંભળતાં જ ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા અને તેની સંસ્કૃતિની સમુજ્જ્વલ પરંપરાનું ભાન થાય છે. ગુજરાતનાં મૂળ અને કુળની પરંપરા ઘણી સુદીર્ઘ અને સમૃદ્ધ છે. જેમ વૃક્ષને તેમ પ્રજાને પણ તેનાં મૂળિયાં હોય છે. વૃક્ષ જેમ દૂર દૂર સુધી પહોંચેલાં પોતાનાં મૂળિયાં વાટે…
વધુ વાંચો >ગુડ રોનાલ્ડ એ.
ગુડ, રોનાલ્ડ એ. (જ. 5 માર્ચ 1896, ઇંગ્લૅન્ડ; અ. 11 ડિસેમ્બર 1992, ઇંગ્લૅન્ડ) : વાનસ્પતિક-પારિસ્થિતિકી-(plantecology)ના વીસમી સદીના એક પ્રખર નિષ્ણાત. તેમના મંતવ્ય પ્રમાણે જમીન, તાપમાન અને વરસાદની પરિસ્થિતિ સરખી હોય તેવા પ્રદેશોમાં વનસ્પતિ તેમજ પ્રાણીજીવન સરખું હોય છે. આના અનુસંધાનમાં તેમણે ઉષ્ણ (tropical), ઉપોષ્ણ (sub-tropical), સમશીતોષ્ણ (temperate) અને શીત (cold)…
વધુ વાંચો >ગોરખ મૂંડી
ગોરખ મૂંડી : દ્વિદળીના યુક્તદલાના કુળ Compositae-(Asteraceae)નો પથરાતો છોડ. (સં. मुण्डिका, श्रावणी; ગુ. ભુરાંડી કલાર; Bhurandi). તેના સહસભ્યોમાં કલહાર, ગાડરુ, ઉત્કંટો, સોનકી વગેરે છે. તેનું લૅટિન નામ Sphaeranthus indicus છે. જમીન ઉપર પથરાતાં પ્રકાંડ અને શાખા સપક્ષ અને રોમમય ગ્રંથિવાળાં હોય છે. અદંડી, સાદાં અધોગામી પર્ણોની કિનારી કંટકમય હોય છે.…
વધુ વાંચો >