ઇન્દ્રવદન મનુભાઈ ભટ્ટ
અચળ પ્રમાણનો નિયમ
અચળ પ્રમાણનો નિયમ (law of definite proportion) : રાસાયણિક સંયોજનનો એક નિયમ. ‘એક જ રાસાયણિક સંયોજનના બધા શુદ્ધ નમૂનાઓમાં એક જ પ્રકારનાં રાસાયણિક તત્ત્વો એક જ વજન પ્રમાણમાં જોડાયેલાં હોય છે. દા.ત., સિલ્વર ક્લોરાઇડને વિવિધ રીતે બનાવીએ તોપણ સિલ્વરનું વજન : ક્લોરિનનું વજન હંમેશાં 107.868 : 35.453 હોય છે. પ્રાઉસ્ટે…
વધુ વાંચો >અજલીય દ્રાવકો
અજલીય દ્રાવકો (nonaqueous solvents) જળ સિવાયનાં દ્રાવકો. અજલીય દ્રાવકોનો ઉપયોગ સંશ્લેષણ, વિશ્લેષણ અને અન્ય રાસાયણિક પ્રક્રિયાઓમાં કરવામાં આવતાં તેઓની અગત્ય વધી છે. પાણીમાં ન થઈ શકે તેવી પ્રક્રિયાઓ અજલીય દ્રાવકોમાં સફળતાપૂર્વક કરી શકાય છે. દા.ત., પ્રવાહી એમોનિયામાં AgCl અને Ba(NO3)2ની પ્રક્રિયા કરતાં BaCl2ના અવક્ષેપ મળે છે. અજલીય દ્રાવકોમાં ઍસિડ-બેઝ, અવક્ષેપન…
વધુ વાંચો >અણુ
અણુ (molecule) : રાસાયણિક સંયોજનનો, તેના સંઘટન (composition) તથા રાસાયણિક ગુણધર્મોને પ્રતિબિંબિત કરતો નાનામાં નાનો મૂળભૂત (fundamental) એકમ. રાસાયણિક પ્રક્રિયામાં આ કણ ભાગ લે છે. અણુનું વિભાજન થતાં મૂળ પદાર્થ કરતાં ભિન્ન સંઘટન અને ભિન્ન રાસાયણિક ગુણધર્મો ધરાવતા કણો કે પરમાણુઓ મળે છે. પરમાણુઓ એકબીજાની પાસે આવે છે ત્યારે તેમનાં…
વધુ વાંચો >એલ્ડર કુર્ત
એલ્ડર કુર્ત [જ. 10 જુલાઈ 1902, કોનિગ શૂટે (પ્રુશિયા); અ. 20 જૂન 1958, કોલોન] : પ્રસિદ્ધ જર્મન રસાયણજ્ઞ. શરૂઆતનાં વર્ષો ઔદ્યોગિક વિસ્તારમાં વીતેલાં અને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઘર છોડવું પડેલું. બર્લિન અને કીલ યુનિવર્સિટીમાં અભ્યાસ. 1926માં ડૉક્ટરેટ મેળવી ક્વિનોન અને ડાયઇન વચ્ચેની પ્રક્રિયા અંગે પ્રથમ સંશોધનપત્ર 1928માં ઑટો ડીલ્સની સાથે…
વધુ વાંચો >ઍવૉગૅડ્રો આંક
ઍવૉગૅડ્રો આંક (Avogadro number) : અગત્યનો ભૌતિક અચળાંક. તેની સંજ્ઞા N (NA, No અથવા L) છે. એક મોલ શુદ્ધ પદાર્થમાં રહેલા પ્રાથમિક ઘટકો(entities)ની સંખ્યા ઍવૉગૅડ્રો આંક તરીકે ઓળખાય છે. કાર્બન સમસ્થાનિક C-12ના પૂરા 12 ગ્રામમાં જેટલા પરમાણુઓ હોય તેટલા જ પ્રાથમિકો ઘટકો કોઈ પણ શુદ્ધ પદાર્થના એક મોલમાં હોય છે.…
વધુ વાંચો >એસ-બ્લૉક તત્વો
એસ-બ્લૉક તત્વો : સૌથી બહારની s કક્ષકમાં ઇલેક્ટ્રૉન ધરાવતાં રાસાયણિક તત્વો. આવર્ત કોષ્ટકના IA અને IIA સમૂહનાં તત્વોના સૌથી બહારની (ns) કક્ષકમાં અનુક્રમે માત્ર એક અને બે ઇલેક્ટ્રૉન હોય છે તેથી તે કક્ષકોનું બંધારણ અનુક્રમે ns1 અને ns2 લખવામાં આવે છે. IA સમૂહનાં તત્વોને આલ્કલી ધાતુઓ અને IIA સમૂહનાં તત્ત્વોને…
વધુ વાંચો >ઍસિડ-બેઝ ઉદ્દીપન
ઍસિડ-બેઝ ઉદ્દીપન : ઍસિડ કે બેઝ ઉમેરાતાં રાસાયણિક પ્રક્રિયાના વેગમાં થતો વધારો. આ પ્રકારની પ્રક્રિયામાં ઍસિડ-બેઝ વપરાઈ જતાં નથી. સમાંગ ઉદ્દીપનનો આ એક અગત્યનો વર્ગ ગણાય છે. 1812માં કિરશોફે મંદ ઍસિડની મદદથી સ્ટાર્ચનું ગ્લુકોઝમાં રૂપાંતરણ કર્યું હતું. 1818માં થેનાર્ડે આલ્કલીની હાજરીમાં હાઇડ્રોજન પેરૉક્સાઇડના વિઘટનનો અભ્યાસ કર્યો હતો. 1850માં વિલ્હેલ્મીએ ઍસિડની…
વધુ વાંચો >એસ્ટન ફ્રાંસિસ વિલિયમ
એસ્ટન, ફ્રાંસિસ વિલિયમ (જ. 1 સપ્ટેમ્બર 1877, હાર્બોન, ઇંગ્લૅન્ડ; અ. 20 નવેમ્બર 1945, કેમ્બ્રિજ) : દળ-સ્પેક્ટ્રોગ્રાફના શોધક અને 1922ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. 1901માં બર્મિંગહામ યુનિવર્સિટીમાંથી ટાર્ટરિક ઍસિડ અને તેના વ્યુત્પન્નોની પ્રકાશ-ક્રિયાશીલતા(optical activity)ના અભ્યાસ ઉપર એક સંશોધનલેખ પ્રસિદ્ધ કરીને રસાયણજ્ઞ તરીકેની કારકિર્દીની શરૂઆત કરી. 1895માં ઍક્સ-કિરણો તથા 1896માં વિકિરણધર્મિતાની…
વધુ વાંચો >ઑઇલર, કેલ્પિન હાન્સ ફૉન
ઑઇલર, કેલ્પિન હાન્સ ફૉન (જ. 15 ફેબ્રુઆરી 1873, ઓગ્સબર્ગ; અ. 6 નવેમ્બર 1964, સ્ટૉકહોમ) : શર્કરાના આથવણ અંગેના પ્રદાન માટે સર આર્થર હાર્ડેન સાથે રસાયણશાસ્ત્રના 1929ના નોબેલ પારિતોષિકના સહવિજેતા. પિતા રૉયલ બેવેરિયન રેજિમેન્ટમાં જનરલ. મ્યુનિક એકૅડેમી ઑવ્ પેઇન્ટિંગમાં 1891-1893 દરમિયાન કળાનો અભ્યાસ. રંગના પ્રશ્નો, ખાસ કરીને વર્ણપટના રંગના અભ્યાસમાંથી તેઓ…
વધુ વાંચો >ઑક્સાઇડ
ઑક્સાઇડ : ઑક્સિજનનાં અન્ય તત્વ સાથેનાં દ્વિઅંગી (binary) સંયોજનો. સીધી કે આડકતરી રીતે હિલિયમ, નિયૉન અને આર્ગોન સિવાયનાં બધાં જ તત્વો ઑક્સાઇડ આપે છે. મોટાભાગની ધાતુઓના ઑક્સાઇડ આયનિક હોય છે; દા. ત., મૅગ્નેશિયમ ઑક્સાઇડ સોડિયમ કલૉરાઇડનું બંધારણ અપનાવે છે. અધાતુઓના તથા નિર્બળ ધાતુઓના ઑક્સાઇડ સહસંયોજક પ્રકારના હોય છે, જેમાં સ્વતંત્ર…
વધુ વાંચો >