ઇન્દિરા ગોસ્વામી
ઓજાપાલી
ઓજાપાલી : અસમિયા લોકનાટ્યનો એક પ્રકાર. એ ગીતનાટ્ય છે. એ નાટકમાં જે કથાનક પ્રસ્તુત થતું હોય છે તેને ‘પાંચાલી’ કહે છે. ઓજાપાલી બે પ્રકારનાં હોય છે. એકમાં રામાયણ, મહાભારત, તથા ભાગવતમાંથી ઘટનાઓ લેવામાં આવે છે. બીજા પ્રકારમાં શક્તિવિષયક કથાઓ પ્રસ્તુત થતી હોય છે. ઓજાપાલીમાં ઓછામાં ઓછાં પાંચ પાત્રો હોય છે.…
વધુ વાંચો >ગોલામ
ગોલામ (1973) : અસમિયા કૃતિ. સૌરભકુમાર ચાલિહાનો વાર્તાસંગ્રહ. તે સાહિત્ય અકાદમીના પુરસ્કાર માટે પસંદ કરાયો હતો (1974). સૌરભકુમાર નવી વાર્તાના અસમિયા લેખક તરીકે જાણીતા છે. એમણે સાઠ પછીની પેઢીમાં ઉત્કૃષ્ટ વાર્તાકાર તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમાં ઘટનાવિહીન વાર્તાઓના પ્રયોગો છે. એમણે બાહ્ય ઘટના કરતાં માનવીના ચિત્તના આંતરવ્યાપારોનું સુશ્લિષ્ટ નિરૂપણ…
વધુ વાંચો >ગોસ્વામી, ત્રૈલોક્યનાથ
ગોસ્વામી, ત્રૈલોક્યનાથ (જ. 3 માર્ચ 1906, નલબારી જિ. કામરૂપ; અ. 1 ડિસેમ્બર 1988) : અસમિયા વાર્તાકાર તથા વિવેચક. તેમના પિતાનું નામ જામિનીકાન્ત ઉર્ફે સિદ્ધેશ્વર અને માતાનું નામ અમૃતપ્રિય દેવી હતું. તેમણે પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ નલબારીમાં લીધું. 1926માં મૅટ્રિક થયા. ગુવાહાટીની કૉટન કૉલેજમાંથી ફિલૉસૉફીમાં 1930માં બી.એ. અને અંગ્રેજી સાથે 1932માં…
વધુ વાંચો >ગોસ્વામી, હેમચંદ્ર
ગોસ્વામી, હેમચંદ્ર (જ. 8 જાન્યુઆરી 1872, ગોલાઘાટ; અ. 2 મે 1928, ગુવાહાટી) : અસમિયા કવિ, નિબંધકાર, પુરાતત્વવિદ અને ઇતિહાસકાર. તેમણે ગોલાઘાટમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીધું. પછી ઉચ્ચ શિક્ષણ માટે તેઓ કૉલકાતા ગયા અને બી.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કરી. થોડો સમય શિક્ષકની નોકરી કર્યા પછી સરકારી નોકરીમાં જોડાયા અને…
વધુ વાંચો >