ઇતિહાસ-ભારત

નિઝારી પંથ

નિઝારી પંથ : ઇસ્લામના શિયાપંથનો ખોજા નામથી ઓળખાતો અને ભારતમાં વિશેષ કરીને પ્રચલિત થયેલો પંથ. ઇસ્લામ અને હિંદુ ધર્મ વચ્ચે સમન્વય સાધવામાં શિયાપંથના ઇસ્માઇલિયા ફિરકાનો ફાળો મહત્વનો છે. આ ઇસ્માઇલિયા પંથ 10મી સદીની શરૂઆતમાં ઇજિપ્તમાં ફાતિમી-ખિલાફતની સ્થાપના કરી હતી. ખલીફા મુસ્તન સિર બિલ્લાહ (ઈ. સ. 1035–1094) પછી ખિલાફતના વારસાની તકરારમાં…

વધુ વાંચો >

લિયાકતઅલીખાન

લિયાકતઅલીખાન (જ. 1 ઑક્ટોબર 1895, કર્નાલ, હરિયાણા; અ. 16 ઑક્ટોબર 1951, રાવલપિંડી, પાકિસ્તાન) : પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન અને હિંદના વિભાજન પહેલાના ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગના નેતા. લિયાકતઅલી ધનાઢ્ય મુસ્લિમ પરિવારમાં જન્મ્યા હતા. કર્નાલમાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ, તેઓ અલીગઢ ગયા અને 1918માં બી.એ. થયા. 1919માં તેઓ ઇંગ્લૅન્ડ ગયા, ઑક્સફર્ડની એક્ઝિટર…

વધુ વાંચો >

સાલેતોર બી. એ. (ડૉ.)

સાલેતોર, બી. એ. (ડૉ.) (જ. 1902; અ. 1963) : ભારતના જાણીતા ઇતિહાસકાર. તેમનું આખું નામ ભાસ્કર આનંદ સાલેતોર હતું. તેમણે શાળા અને કૉલેજનો અભ્યાસ મેંગલોરમાં કર્યો હતો. તેમણે ચેન્નાઈ(મદ્રાસ)માંથી બી.ટી. અને સેંટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈથી એમ.એ.નો અભ્યાસ કર્યો હતો. તેઓ તેજસ્વી વિદ્યાર્થી હતા. તેમણે 1931માં લંડન યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં અને જર્મન…

વધુ વાંચો >

સાંઈ, સુરેન્દ્ર

સાંઈ, સુરેન્દ્ર (જ. 23 જાન્યુઆરી 1809, બોરગામ, સાંબલપુર મંડલ, ઓરિસા; અ. 28 ફેબ્રુઆરી 1884, આંદામાન) : સ્વાતંત્ર્ય-સંગ્રામના આરંભકાળે જેનો બલિ લેવાયો તે સ્વાતંત્ર્યવીર. તેના જન્મ અને બાળપણના સમયે હજુ અંગ્રેજોની સત્તા મજબૂત બની નહોતી; તેમ છતાં પરદેશી શાસનની અનિષ્ટતા પારખી સુરેન્દ્ર નાની વયથી જ અંગ્રેજોનો વિરોધી બન્યો. ત્યારે વનરાજિ ગાઢ…

વધુ વાંચો >

સિકંદરાબાદ

સિકંદરાબાદ : જુઓ હૈદરાબાદ.

વધુ વાંચો >

હુર્રીયત કૉન્ફરન્સ (ઑલ પાર્ટી હુર્રીયત કૉન્ફરન્સ)

હુર્રીયત કૉન્ફરન્સ (ઑલ પાર્ટી હુર્રીયત કૉન્ફરન્સ) : સ્થાપના : 9 માર્ચ, 1993. જમ્મુ-કાશ્મીર રાજ્યનાં કુલ 26 રાજકીય, સામાજિક અને ધાર્મિક સંગઠનોથી રચાયેલી સંસ્થા. ભારતની સ્વતંત્રતાના કાળથી જ જમ્મુ-કાશ્મીર રાજ્ય વિવાદાસ્પદ બન્યું. તેને ભારતના બંધારણમાં વિશેષ દરજ્જો આપવામાં આવ્યો. ભૌગોલિક રીતે તેના વિસ્તારનો મોટો ભાગ ભારત સાથે જોડાયેલો છે, તેની બહુમતી…

વધુ વાંચો >